Abtak Media Google News

પુત્રીથી વિશેષ ભત્રીજીને વસિયતમાં આપેલી જમીન અને મોંઘીદાટ પેઈન્ટીંગ તેમની જાણ બહાર વેચી મારતા નોંધાતો ગુનો

નેશનલ એવોર્ડ પામેલા ચિત્રકાર પ્રોઢે તેના શ્રી કોમર્શીયલ ફૈન્ટરમાં રાષ્ટ્રીય શાળા રોડ પર આવેલ બે ફલેટો તેના ભત્રીજીને વસીયતમાં આપ્યા હતા પરંતુ ભત્રીજીએ વસિયત નામના બદલે વેચાણ દસ્તાવેજ કરાવી અને ફલેટમાં રહેલી મોંઘી દાટ 50 એક્ટ્રેક પેઈન્ટીંગ જેની કિંમત રૂા. 75 લાખની કિંમતની પરત નહીં આપી છેતરપીડી કર્યાની એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.વિગતો મુજબ આનંદનગર કોલોનીમાં બ્લોક નં. 10માં ફલેટ નં. 116માં રહેતા અને કિંમતી એબકટ પેઈન્ટીંગનું કામ કરતાં શરદભાઈ દેસરજીભાઈ રાઠોડ (ઉ.વ.64)ના ભત્રીજ શ્રૃતી સંજયભાઈ રાઠોડ સામે ફરિયાદ નોધાવી હતી જેમાં શરદભાઈએ જણાવ્યું કે, તે છેલ્લા 35 વર્ષથી એક્ટ્રેક પેઈન્ટીંગનું કામ કરે છે.

આ પેઈન્ટીંગ બદલ તેને બે નેશનલ એવોર્ડ મળ્યા છે. તેની માલીકીનો ફલેટ શ્રી કોમર્શીયલ સેન્ટરમાં ત્રીજા અને ચોથા માળે આવેલ છે. જેમાં તે એકલા રહી પેઈન્ટીંગનું કામકાજ કરતા હતાં. એકાદ વર્ષ પહેલા તેને ગેંગરીંગ થઈ જતાં તબીબે પગ કાપવાની સલાહ આપી હતી.તેને સંતાન ન હોય તેના ગયા બાદ મિલ્કત નાનાભાઈની પુત્રી શ્રુતી રાઠોડને મળે તેવી ઈચ્છા હોવાથી તેને શ્રૃતીને તેના ફલેટે બોલાવી સમગ્ર વાત કરી મારા ગયા પછી તારા નામે થઈ જાય તે માટે વસીયત નામું કરવાનું છે. તેમ કહ્યું હતું. આથી વસીયત નામા માટે તેને બન્ને ફલેટનો એક જ દસ્તાવેજ હોય તે ગઈ તા. 7.9નાં શ્રૃતીને આપ્યો હતો. જેના બીજા દિવસે તા.8નાં તે શ્રૃતી સાથે સબ રજીસ્ટાર કચેરીએ ગયા હતાં. અને શ્રૃતીએ તૈયાર કરાવેલ દસ્તાવેજમાં સહી કરવાનું કહેતા વાંચ્ય વગર વિશ્વાસ રાખી સહી કરી દીધી હતી.

ચારેક મહિના પછી પગનું ઓપરેશન કરાવ્યા પછી ચાલવાની તકલીક પડતી હોય તેઓ વડીલોપાર્જીત મકાને રહેવા ગયા હતાં. જયારે તેના માલીકીનાં ફલેટમાં તેણે બનાવેલ આશરે 50 જેટલી પેઈન્ટીંગ રાખી હતી. ત્યારબાદ તેણે શ્રુતી પાસે વસીયનામાની કોપી માંગતા તે બહાના બનાવતી હતી. થોડા સમય બાદ શ્રૃતીએ કોપી આપતા તે જોતા તે વસીયતનામું ન હોય શ્રુતીએ ફલેટનો પોતાના નામનો વેંચાણ દસ્તાવેજ કરાવી લીધો હોવાની જાણ થઈ હતી.

બીજી તરફ તેના જુના પાડોશી દશરથસિંહ અને રોહીતસિંહે ગઈ તા.16 કે 17ના તેની પાસે આવ્યા હતાં. અને વાત કરી હતી કે, તમારા ફલેટમાં જે પેઈન્ટીંગ હતા.તે વેંચી દીધા છે. આથી તેમને કોઈને વેંચાણ કર્યાં નથી. તેવી જવાબ આપ્યો હતો. આથી તેમણે જણાવ્યું કે, તમારા ફલેટમાં જે પેઈન્ટીંગ હતા તે તમારી ભત્રીજી શ્રૃતી મીની ટ્રકમાં ભરાવીને લઈ ગઈ છે. આથી તેણે શ્રૃતીને ફોનથી પુછતા તેણે પેઈન્ટીંગ મારી પાસે છે. કાલે તમે કહો ત્યાં મોકલાવી દઈશ. તેમ કહ્યું હતું. આથી તેણે તે જયાં રહે છે ત્યાં મોકલાવી આપવાનું કહ્યું હતું. બીજા દિવસે પેઈન્ટીંગ નહી મોકલતા ફરીથી ફોન કરી પેઈન્ટીંગ મોકલવાનું કહેતા ખોટા વાયદાઓ આપતા તેમની સાથે રૂપિયા 75 લાખની છેતરપિંડી થયા હોવાનું જાણ થતા ગુનો નોંધાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.