Abtak Media Google News

કેનેડાના વડાપ્રધાન ટ્રુડો છેલ્લા ઘણા સમયથી ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે તેઓ કેનેડાને ખાલીસ્તાનીઓનું આશ્રય સ્થાન બનાવીને બેઠા છે. ખાલીસ્તાનીઓ ત્યાંની સિસ્ટમમાં પ્રવેશી ગયા છે. હાલ ટ્રુડો જે ભારત વિરોધી પગલાં લઈ રહ્યા છે તેની પાછળ માત્રને માત્ર રાજકીય દાવ સમાયેલો છે.

પોતાના રાજકીય ફાયદા માટે ભારત સામે ઝેર ઓકી રહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને આજે ચૂંટણી થાય તો હારનો સામનો કરવો પડે તેવુ એક સર્વેના તારણો કહી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલમાં ટ્રુડોની સામેના મુખ્ય વિરોધ પક્ષ ક્ધઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલીવરને 40 ટકા લોકો વડાપ્રધાન માટે શ્રેષ્ઠ વિકલ્પ માને છે જ્યારે ટ્રુડોને વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છતા લોકોની સંખ્યા 31 ટકા જ છે.

આજે ચૂંટણી થાય તો ટ્રુડોને હારનો સામનો કરવો પડે : સર્વે

પિયરેને ચૂંટણીના સર્વેમાં સતત બઢત મળી રહી છે અને ગત વર્ષ કરતા તેમની લોકપ્રિયતામાં પાંચ ટકાનો વાધારો થયો છે. બીજી તરફ ટ્રુડોને પીએમ તરીકે પસંદ કરતા લોકોની સંખ્યા 31 ટકા પર વર્ષે દર વર્ષે સ્થિર જ રહી છે. જ્યારે ખાલિસ્તાની સમર્થક અને ટ્રુડોની પાર્ટીને ટેકો આપનાર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહની લોકપ્રિયતામાં ચાર ટકાનો ઘટાડો થયો છે. 22 ટકા લોકો તેમને પીએમ પદના શ્રેષ્ઠ દાવેદાર ગણે છે.

કેનેડાની વસતીનો એક મોટો હિસ્સો માને છે કે, ઈકોનોમી, સ્વાસ્થ્ય અને આવાસ યોજનાઓ માટે પિયરે પાસે સારામાં સારી યોજનાઓ છે. ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના પીએમ ટ્રુડોના આરોપ પર પિયરેએ કહ્યુ હતુ કે, વડાપ્રધાને તમામ પૂરાવાઓ સાથે નિવેદન આપવાની અને આ મુદ્દે વધારે સ્પષ્ટતા કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે કેનેડાના વલણ સામે ભારત પણ આકરા પાણીએ છે ભારતે કેનેડાના લોકો માટે વિઝા સર્વિસ બંધ કરી દીધી છે. આ પહેલા પણ ખાલીસ્તાની આતંકીઓ ત્યાં રહે છે તેના પુરાવા પણ ભારતે વિશ્વ સમક્ષ મુક્યાં છે. ન માત્ર ભારત પણ અનેક દેશોએ કેનેડાના આ વલણને વાંધાજનક દર્શાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.