Abtak Media Google News

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૨૩.૧૦.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૮૯૬૩.૮૪ સામે ૩૯૦૬૩.૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૮૬૬.૦૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩ પોઈન્ટના  ઘટાડા સાથે ૩૮૯૨૯.૯૬ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૨૪.૩૫ સામે ૧૧૬૧૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૫૭૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૬૦૩.૦૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

ગોલ્ડ-સિલ્વર :- સોના-ચાંદીમાં બે તરફી ટ્રેન્ડ રહ્યો છે. ઉંચા ભાવ અને નાણાંકિય કટોકટીના કારણે પુષ્યનક્ષત્રમાં વેપાર પાંખા રહ્યાં હતા. જોકે, રોકાણકારોની ખરીદી જળવાઇ રહી હતી માત્ર ને માત્ર જ્વેલરીમાં ડિમાન્ડ ઘટી છે. આકરી આયાત ડ્યૂટી અને રૂપિયાની નબળાઇના કારણે સ્થાનિકમાં સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારની તુલનાએ ઉંચી છે જેના કારણે બજારમાં ખરીદારી સુસ્ત છે. વૈશ્વિક બજારમાં સોનામાં લોંગ ટર્મ ફંડામેન્ટલ મજબૂતીના બની રહ્યાં છે. જોકે, સોનાની તુલનાએ ચાંદી અને પેલેડિયમમાં રોકાણકારોને સારા રિટર્નનો આશાવાદ હોવાથી ચાંદીમાં ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે કેમકે સોના અને ચાંદી વચ્ચેનો ભાવ ફરક સંકળાઇ ગયો હોવાથી ચાંદીમાં ડિમાન્ડ ખુલી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સતત ૧૪૮૦-૧૫૧૦ ડોલરની રેન્જમાં અથડાઇ રહ્યું છે. જ્યારે ચાંદી પણ ૧૭.૩૦-૧૭.૮૦ ડોલરની રેન્જમાં રમી રહી છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ની સપાટી કુદાવી ૩૮૦૦૭ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણેબે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૨૫૦ અને ૩૮૩૦૦ સુધી પહોંચી શકે છે. નીચામાં ૩૭૮૭૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૭૦૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૫૩૫૨ ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૫૫૦૦ – ૪૫૬૫૦ અને નીચામાં ૪૫૨૫૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડમાં વૈશ્વિક સ્તરે માગ કરતા પુરવઠો વધારે હોવાથી ક્રૂડ ૫૯ ડોલરની સપાટી ઉપર ટકતું નથી. જ્યારે નીચામાં ૫૭ ડોલર તૂટતું ન હોવાથી મોટી મંદી અટકી છે. એમસીએક્સ ઓક્ટોબર ૩૮૪૮ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ નીચામાં ૩૮૦૦ અને ત્યાર બાદ ૩૭૭૦ સુધી પહોંચી શકે છે. ઉપરમાં હવે ૩૮૭૦ ન કુદાવે ત્યાં સુધી સુધારાના સંકેતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

શેરબજારમાં ફરી તેજીને બ્રેક લાગી છે. માર્કેટમાં નાણાંકિય ક્રાઇસીસ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કટોકટીને અટકાવવાના પ્રયાસો વચ્ચે પણ બજારમાં મંદીનો હાઉ ફેલાયેલો છે. કોર્પોરેટ કોભાંડો, લોન ડિફોલ્ટરોને પરિણામે ભારતીય ફાઇનાન્સિયલ સિસ્ટમ પરથી રોકાણકારોનો ભરોસો ઉઠવા લાગ્યો છે. દેશની ટોચની કંપની તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આઇટી સેક્ટરની ઇન્ફોસિસમાં મેનેજમેન્ટ ટુંકાગાળાની આવક અને નફો વધારવા બિન સૈધ્ધાંતિક માર્ગ અપનાવી રહ્યાંના અહેવાલે બજારમાં ભૂકંપ આવ્યો છે. ઇન્ફોસિસનો શેર ૧૬% ઘટવા સાથે રોકાણકારોની મૂડમાં અંદાજીત ૫૩૦૦૦ કરોડનું ધોવાણ થયું હતું. રોકાણકારો દ્વારા ઇન્ફોસિસના શેરમાં પેનીક સેલીંગ જોવા મળ્યું છે. ૨૦૧૩ બાદ ઇન્ફોસીસના એડીએઆરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ઇન્ફી પાછળ અન્ય કંપનીઓના શેરમાં પણ સુસ્તીનો માહોલ રહ્યો હતો. વિદેશી નાણાંકિય સંસ્થાઓની એકતરફી ખરીદી બાદ ગઇકાલે ૫૫૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓ પણ વેચવાલ હતી. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાનો મજબૂત સપોર્ટ મળ્યો હોવા છતાં બજારમાં નરમાઇ તરફી ટ્રેન્ડ રહ્યો હતો. રૂપિયો ૨૧ પૈસા મજબૂત બની ૭૧ની સપાટી અંદર ૭૦.૯૪ પહોંચ્યો છે છતાં બજારમાં તેની કોઇ જ પોઝિટીવ અસર જોવા મળી ન હતી. આઇટી ઇન્ડેક્સમાં ૧૦૮૩ પોઇન્ટનું જંગી ગાબડું પડ્યું હતું. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત બનતા તેનો પણ સપોર્ટ છે. આગળ જતા રૂપિયાનો ટ્રેન્ડ કેવો રહે છે તેના પર પણ મુખ્ય આધાર રહેલો છે.

કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૫૨ અને વધનારની સંખ્યા ૭૭૮ રહી હતી. ૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૮૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, માર્કેટમાં દિવાળીનો મૂડ જામી રહ્યો છે. છેલ્લા કેટલાક સત્રોમાં માર્કેટે બ્રોડ બેઝ સુધારો દર્શાવ્યો છે જે કોન્સોલિડેશન વચ્ચે આગળ વધે તેવી શક્યતા છે. વૈશ્વિક સ્તરે યુએસ-ચીન વચ્ચે ટ્રેડ ડીલ અને બ્રેક્સિટને મુદ્દે યુકે અને યુરોપિય કમિશન વચ્ચે એગ્રીમેન્ટ જેવા પરિબળોએ બજારોને બુસ્ટર ડોઝ પૂરો પાડ્યો છે. સ્થાનિક સ્તરે લિક્વિડીટીથી લઈને અન્ય સમસ્યાઓ હળવી થઈ રહી હોવાના સંકેતો મળી રહ્યાં હોવાનું વર્તુળો જણાવે છે. અર્થતંત્રમાં ફરતાં નાણામાં વૃદ્ધિ થશે. જે છેલ્લા એક વર્ષથી જોવા મળી રહેલા માગ ઘટાડાને અટકાવી શકે છે તેમજ આગામી સપ્તાહોમાં વપરાશમાં વેગ લાવી શકે છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૬૦૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૫૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૫૦૫ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૬૨૬ પોઈન્ટ થી ૧૧૬૪૬ પોઈન્ટ, ૧૧૬૬૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૪૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

રામકો સિમેન્ટ ( ૭૫૩ ) :- રૂ.૭૩૩ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૭૭૦ થી રૂ.૭૮૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ડાબર ઈન્ડિયા ( ૪૭૩ ) :- પેર્સનલ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૮૮ થી રૂ.૪૯૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

સન ફાર્મા ( ૪૦૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૩ થી રૂ.૪૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.