Abtak Media Google News

Ipoint Logo For Header 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૯૮૭૨.૩૧ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૧૭૮.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૧૧૭.૪૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૩૦૫.૭૯ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૭૦૩.૧૫ સામે ૧૧૭૬૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૭૫૦.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૮૨૪.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૦૬૫૧ ના મથાળેથી ખુલીને રૂ.૪૦૬૮૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૬૦૨ ના નીચા મથાળે નોંધાવી ૧૨૫ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૦૬૧૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૩૬૭ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૩૬૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૯૩૪ ના નીચા મથાળે નોંધાવી ૯૦ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૫૯૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. કેન્દ્રિય બજેટ ૨૦૨૦માં નાણા પ્રધાન નિર્મલા સીતારામને મૂડી બજાર માટે અપેક્ષિત લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી) નાબૂદી અને સિક્યરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ(એસટીટી)માં કોઈ રાહત નહીં આપ્યા સાથે એક તરફ આવક વેરામાં રાહતો આપ્યા સામે અનેક એક્ઝેમ્પશન પાછાં ખેચીને આ રાહતો પાછલા બારણેથી આંચકી લેતાં અને ઉદ્યોગો-બજારને અપેક્ષિત પ્રોત્સાહનો નહીં આપતાં નારાજ રોકાણકારો-ફંડોએ શનિવારે બજેટ દિવસે કડાકો બોલાવી દીધા બાદ ભારતના મેન્યુફેકચરીંગ પીએમઆઈ આંક ડિસેમ્બરના ૫૨.૭ થી વધીને જાન્યુઆરીમાં ૫૫.૩ની આઠ વર્ષની ઊંચાઈએ આવતાં રિકવરી બતાવી હતી. વૈશ્વિક મોરચે ચાઈનાએ તેના અર્થતંત્રને કોરોના વાઈરસથી થયેલા નુકશાન સામે જંગી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યા છતાં કોરોના વાઈરસનો ઉપદ્રવ સતત વધતો જતો હોઈ ચાઈનીઝ શેરબજારોમાં અંદાજીત ૮% જેટલો કડાકો બોલાઈ જતાં અન્ય એશીયાના બજારોથી વિપરીત ભારતીય શેરબજારોમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. પરંતુ મેન્યુફેકચરીંગ પીએમઆઈના આંક આશ્ચર્યજનક રીતે વધીને આઠ વર્ષની ઊંચાઈએ આવતાં અને ઓટોમોબાઈલ કંપનીઓના જાન્યુઆરી મહિનાના વાહનોના વેચાણના આંકડા અપેક્ષાથી સારા આવતાં ફંડોએ શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૧૮ અને વધનારની સંખ્યા ૧૨૫૮ રહી હતી. ૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, બજેટ બાદ શરૂ થઈ રહેલી રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક પર હવે બજારની નજર રહેલી છે. આજરોજથી શરૂ થઈ રહેલી બેઠક ત્રણ દિવસ ચાલનાર છે અને  વર્તમાન નાણાં વર્ષની આ અંતિમ બેઠકના અંતે એમપીસી દેશના અર્થતંત્ર વિશે કેવો મત ધરાવે છે તે પણ જોવાનું રહેશે. બજેટની રજુઆત તથા ઉત્પાદન ક્ષેત્રના આવેલા પીએમઆઈ બાદ મળી રહેલી બેઠકમાં રિઝર્વ બેન્કનો કેવો સૂર રહે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૭૭૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૭૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૧૬૭૬ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૮૦૮ પોઈન્ટ થી ૧૧૮૨૮ પોઈન્ટ, ૧૧૮૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

રિલાયન્સ ઇન્ડ. ( ૧૪૦૦ ) :- રૂ.૧૩૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૩૭૩ ના બીજા સપોર્ટથી રીફાઇનરી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૪૧૮ થી રૂ.૧૪૨૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

HDFC બેન્ક ( ૧૨૦૭ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૧૮ થી રૂ.૧૨૨૫ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૧૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ઇન્ફોસિસ લિ. ( ૭૭૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૬૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૮૩ થી રૂ.૭૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.