Abtak Media Google News

રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે મિત્ર નથી હોતો ફક્ત હિતો હોય છે…

વર્ષ 2025 વિધાનસભા ચૂંટણીમાં તેજસ્વી યાદવ મહાગઠબંધનને લીડ કરશે: ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ નીતિશ કુમારનું નિવેદન

રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન હોતો નથી ફક્ત હિતો હોય છે આ ઉક્તિને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે સાર્થક કરી બતાવ્યું છે. એક સમયે એકબીજાની વિચારધારાથી તદ્દન વિરોધી આજે એકબીજાની સાથે રહીને બિહારમાં સતાની ધૂરા સંભાળી રહ્યા છે. ત્યારે હવે વર્ષ 2025માં બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી યોજાનારી છે ત્યારે હવે મહાગઠબંધનનું નેતૃત્વ તેજસ્વી યાદવ કરશે તેવું ધારાસભ્ય દળોની બેઠકમાં નીતીશ કુમારે જણાવ્યું છે.

બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના નેતા નીતિશ કુમારે કહ્યું કે રાષ્ટ્રીય જનતા દળના નેતા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ 2025માં મહાગઠબંધનનું નેતૃત્વ કરશે. બિહારમાં મહાગઠબંધન ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ નીતિશ કુમારે કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું નથી અને ના હું મુખ્યમંત્રી બનવા માંગું છું. તેમનો એકમાત્ર લક્ષ્યાંક ભાજપાને હરાવવાનો છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે 2025માં મહાગઠબંધનના નેતા તેજસ્વી યાદવ જ હશે.

નીતિશ કુમારે જણાવ્યું કે તે આગામી ચૂંટણીમાં મહાગઠબંધનના નેતા રહેશે નહીં. 2024માં ભાજપને હટાવવું છે અને 2025માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના નેતૃત્વ માટે તેજસ્વી યાદવને આગળ કરવાનો છે. આગળ તેજસ્વી યાદવ જ ગઠબંધન માટે કામ કરશે. તે જે પણ કરશે તે સારું કરશે. તેમણે કહ્યું કે કેટલાક લોકો આપસમાં લડાવે છે પણ આપણે લડવાનું નથી. તેનાથી બચવાનું છે.

આ પહેલા સોમવારે નાલંદામાં એક કાર્યક્રમ દરમિયાન બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે આવનાર દિવસોમાં રાજનીતિ લડાઇ નાગપુર અને નાલંદા વચ્ચે થશે. નાગપુર આરએસએસનું મુખ્યાલય છે અને નાલંદા પ્રાચીન શિક્ષાનું એક મોટું કેન્દ્ર છે. તેજસ્વી યાદવે કહ્યું કે આપણે ન ભૂલવું જોઈએ કે નાલંદા તે ભૂમિ રહી છે જ્યાં વિશ્વનું પ્રથમ વિશ્વવિદ્યાલય અસ્તિત્વમાં આવ્યું હતું. તમે બધા જાણો છો કે નાગપુરવાળા સમાજમાં તણાવ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. એક સમુદાયને બીજા સમુદાય સામે ઉભો કરે છે.આરજેડી નેતાએ કહ્યું કે આપણા મુખ્યમંત્રી બિહાર માટે વિશેષ શ્રેણીના દરજ્જાની માંગણી કરતા રહ્યા. અમે માંગણી યાદ કરાવતા રહ્યા પણ અમને કશું મળ્યું નથી. કેટલાક લોકો બિહારથી નફરત કરવા લાગ્યા છે.

વર્ષ 2024માં ભાજપને હરાવવાનું લક્ષ્યાંક : નીતીશ કુમાર

નીતિશ કુમારે જણાવ્યું કે તે આગામી ચૂંટણીમાં મહાગઠબંધનના નેતા રહેશે નહીં. 2024માં ભાજપને હટાવવું છે અને 2025માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના નેતૃત્વ માટે તેજસ્વી યાદવને આગળ કરવાનો છે. આગળ તેજસ્વી યાદવ જ ગઠબંધન માટે કામ કરશે. તે જે પણ કરશે તે સારું કરશે. તેમણે કહ્યું કે કેટલાક લોકો આપસમાં લડાવે છે પણ આપણે લડવાનું નથી. તેનાથી બચવાનું છે.

રાજનીતિની લડાઇ નાગપુર અને નાલંદા વચ્ચે થશે: તેજસ્વી યાદવ

સોમવારે નાલંદામાં એક કાર્યક્રમ દરમિયાન બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે આવનાર દિવસોમાં રાજનીતિ લડાઇ નાગપુર અને નાલંદા વચ્ચે થશે. નાગપુર આરએસએસનું મુખ્યાલય છે અને નાલંદા પ્રાચીન શિક્ષાનું એક મોટું કેન્દ્ર છે. તેજસ્વી યાદવે કહ્યું કે આપણે ન ભૂલવું જોઈએ કે નાલંદા તે ભૂમિ રહી છે જ્યાં વિશ્વનું પ્રથમ વિશ્વવિદ્યાલય અસ્તિત્વમાં આવ્યું હતું. તમે બધા જાણો છો કે નાગપુરવાળા સમાજમાં તણાવ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. એક સમુદાયને બીજા સમુદાય સામે ઉભો કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.