Abtak Media Google News

કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને અભિનંદન પાઠવતા પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણી

આઝાદી બાદ પ્રથમ વખત રાજકોટ ગ્રામ્ય વિધાનસભાને મંત્રી પદ મળતા કાર્યકર્તાઓ-પ્રજાજનોમાં ઉત્સાહ, ઉમંગ સાથે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ અંગે પ્રદેશ ભાજપ અગ્રણી સૌરાષ્ટ્રના ખેડુત નેતા ચેતનભાઇ રામાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ‘ભુપેન્દ્ર’, ‘નરેન્દ્ર’ના સૌ રેકોર્ડ તોડ્યો છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ 3 થી વધુ દાયકા પહેલા તત્કાલીન મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી દ્વારા રચાયેલો રેકોર્ડ બ્રેક કરી 156 બેઠકો પર બહુમતી લાવી ફરી એકવાર જનતા-જનાર્દન તેમજ લોક અદાલતએ ભારતીય જનતા પાર્ટીને સત્તામાં રહી લોકકલ્યાણ હેઠળના કાર્યો કરવા સુવર્ણ અવસર આપ્યો છે. રાજકોટ જીલ્લાની 8 બેઠકોમાંથી 2 બેઠકના ધારાસભ્યો કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરિયાને કેબીનેટ કક્ષાના પ્રધાન બનાવ્યા છે. તેઓને શુભકામનાઓ પાઠવું છું.

રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તેમજ જીલ્લા ભાજપ ટીમની આગેવાનીમાં હજારો કાર્યકર્તાઓ દ્વારા તનતોડ મહેનત કરી દિવસ-રાત એક કરી વિપક્ષોના તમામ પ્રયાસોને પાર પાડી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી શ્રીમતી ભાનુબેન બાબરીયાને જવલંત વિજય અપાવ્યો હતો ત્યારે આઝાદી બાદ પ્રથમ વખત રાજકોટ ગ્રામ્ય વિધાનસભાને મંત્રી પદ મળતા કાર્યકર્તાઓ-પ્રજાજનોમાં ઉત્સાહ, ઉમંગ સાથે અનેરો થનગનાટ જોવા મળ્યો હતો અને આવનારા દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના અનેક તાલુકાઓ-ગામડાઓ ભાનુબેન બાબરીયાને આવકારવા તેમજ સન્માન સમારોહની તડામાર તૈયારીઓની હારમાળા સર્જી રહ્યા છે તેમજ બાકી રહેલા અનેક વિકાસ તેમજ લોકકલ્યાણના કાર્યોને પૂર ઝડપની ગતી આપશે એવો વિશ્ર્વાસ લોકોમા અકબંધ છે.

ચેતન રામાણીએ અંતમાં જણાવતા રહ્યુ હતુ કે અનેક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે ટેલીફોનીક વાતચીત દરમ્યાન ખુશીઓની આપ લે થઇ તેમજ સૌ લોકો દ્વારા ભાનુબેન બાબરીયાને મંત્રીપદ માટે આવકારી અભિનંદન પાઠવવામા આવ્યા હતા. આ ઉપરાંત નાગદાનભાઇ ચાવડા, જયેશભાઇ બોઘરા, નરેન્દ્રસીંહ જાડેજા, સતીષભાઇ શીંગાળા, દિનેશભાઇ પરસાણા, મોહનભાઇ દાફડા, અલ્પાબેન તોગડીયા, મુકેશભાઇ કામાણી, છગનભાઇ મોરડ, વિપુલભાઇ મોરડ, રાજાભાઇ ચાવડા, મોહનભાઇ ખુંટ, રાજભા જાડેજા, દિલીપભાઇ કુંગસીયા, રવિરાજસીંહ જાડેજા, બાબુભાઇ નસીત, કાકડીયાભાઇ, ઉમેશભાઇ દેસાઇ, ધીરૂભાઇ સરવૈયા, વિઠ્ઠલભાઈ રામાણી, વિશાલભાઇ દેવગામ, મનસુખ ભાઇ તારપરા, વેલુભા જાડેજા- મોટા દડવા, બકુલસીંહ જાડેજા દોમડા, સંજયભાઇ અમરેલીયા, ભરતભાઇ ખુંટ, ચંદુભાઇ વઘાસીયા, અરવીંદભાઇ સીંઘવ, જગદીશભાઇ કોરાટ, ધર્મેશભાઇ ટીલાળા, ભીખુભાઇ જાડેજા, જેન્તીભાઇ સભાયા, દિનેશભાઇ બગથરીયા, વિશાલ ફાસરા, વેલાભાઇ રાવકી, પરશોતમભાઇ રાવકી વિગેરેએ અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.