Abtak Media Google News

વેલોરની ક્રિસ્ચિન મેડિકલ કોલેજ હેઠળ હાલ ૧૮૦ હોસ્પિટલો છે જે ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપે છે તેમાં હાલ ડોકટરોના ટીમની ખુબ જ જરૂર છે

વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજોમાં એડમિશન લેવા માટે તલપાપડ થતા હોય છે. ડોનેશન આપવા છતાં એડમિશન મળતું નથી, તો બીજી તરફ અશકય કેસોની સારવાર કરનારી વેલોરની ક્રિસ્ચન મેડિકલ કોલેજે સરકારના ચંચુપાતને કારણે એમબીબીએસ માટે ૧૦૦ માંથી ૯૯ સીટો ખાલી રાખી છે. ક્રિસ્ચન મેડિકલ કોલેજ આ વર્ષે માત્ર એક જ વિદ્યાર્થીને એડમિશન આપ્યું છે. જે એક આર્મી જવાનનો પુત્ર છે.

કારણકે આ કોલેજ દેશની સર્વોપરી કોલેજમાંથી એક છે. જેમાં દર્દીઓ બધી જ જગ્યાઓ-હોસ્પિટલોથી થાકી, કંટાળી છેલ્લા સ્ટેજમાં આવે તેની પણ સંપૂર્ણપણે સારવાર કરવામાં આવે છે. આ કોલેજની ૧૮૦ ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલો ખોલવાની યોજના છે. જેમાં ખાસ એકસપર્ટ ડોકટરોની ટીમની ખુબ જ જ‚ર છે. પરંતુ સરકાર આ કોલેજમાં યોજાયેલી કાઉન્સીલમાં ચુંટાયેલા વિદ્યાર્થીઓને જ એડમિશન આપે છે. તેમાં પણ તેમણે જો ‘નીટ’ પાસ કરેલી હોય ત્યારે પ્રવેશ આપવામાં આવે છે.

આ કોલેજના પ્રિન્સીપાલનું કહેવું છે કે તેઓ દેશભરમાંથી સામાજીક કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને મોકો આપે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેવો ખુબ જ પછાત વર્ગના હોય છે. તો તેમને ટ્રેઈન કરીને તેમના જ વિસ્તારમાં સેવા કરવા મોકલવામાં આવે છે. તેઓ ‘નીટ’ને ડિગ્રી માન્ય ગણે છે તો ડોકટર્સ એસોસિયનનું માનવું છે કે તેનાથી કોલેજનો વિકાસ અટકી જશે કારણકે આપણે વધુ નિષ્ણાંત ડોકટરોની જ‚ર છે. સરકારના આકરા નિયમોને લઈને સંસ્થામાં ભારે નુકસાન થશે. જોકે ગત વર્ષે સરકારે સંસ્થાના નિયમો પ્રમાણે જ એડમિશન પ્રક્રિયા કરવા મંજુરી આપી હતી તો આ વર્ષે ફકત એક જ એડમિશન થયું છે !!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.