Abtak Media Google News

સાગરમાલા પ્રોજેકટ હેઠળ સિમેન્ટ રોડ બનાવતી કંપનીને મોરબી ખાણ ખનીજ વિભાગનો આકરો દંડ

દિન પ્રતિદિન રેતી ખનન માટે ખનન માફિયાઓ દ્વારા અનેકવિધ નવા કિમીયો અજમાવવામાં આવતો હોય છે પરંતુ તંત્ર દ્વારા નવા કિમિયાઓનો પર્દાફાશ કરી ખનન માફિયાઓને ડામી દેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું હોય તેવી રીતે વારંવાર રેતી ખનનની પ્રવૃત્તિ સબબ કરોડોનો દંડ ફટકારી તેમજ જરૂરિયાત જણાય તો ગુન્હો દાખલ કરી ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ આ પ્રકારે સાગરતટને જોડતી યોજનાની આડમાં કરાઈ રહેલી ખનનની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવણી બદલ દિલીપ બિલ્ડકોન કંપનીને એક કરોડથી વધુનો દંડ ખાણ ખનીજ વિભાગ દ્વારા ફટકરવામાં આવ્યો છે.

Screenshot 5 44

કેન્દ્ર સરકારના સાગરતટને જોડતા હાઇવે નિર્માણ કરવા અંગેના જામનગરથી માળીયાને જોડતા હાઇવે પ્રોજેકટમાં કોન્ટ્રાકટર દિલીપ બિલ્ડકોન કંપની દ્વારા બેફામ ખનીજ ચોરી કરતા હોવાની બાતમીને આધારે મોરબી ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી 10 ડમ્પર સહિતનો મુદ્દામાલ પકડી પાડયા બાદ ખનીજ ચોરી મામલે રૂપિયા 1.03 કરોડનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરની ટીમે ગત તા.19 માર્ચના રોજ મોરબી તાલુકાના કાંતિપુર ગામેથી સાગરમાલા પ્રોજેકટ હેઠળ હાઇવે બનાવતી દિલીપ બિલ્ડકોન કંપનીના ડમ્પર અને મશીનરી દ્વારા થતી ખનીજ ચોરી ઝડપી લઇ ખનીજ ચોરી કરતા વાહનોને કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યા બાદ પર્યાવરણીય નુકશાન અને ખનીજ ચોરી સબબ દંડનીય કાર્યવાહી કરી હતી.Screenshot 6 41

બીજી તરફ ખાણ ખનીજ અધિકારી જે.એસ.વાઢેરે જણાવ્યું હતું કે, સમગ્ર ખનિજ ચોરી મામલે સાગરમાલા પ્રોજેક્ટના કોન્ટ્રકટર દિલીપ બિલ્ડકોન કંપનીની મધ્યપ્રદેશ ભોપાલ સ્થિત વડી કચેરીને 37,220 મેટ્રિક ટન સાદી માટીની ખનીજ ચોરી બદલ કુલ રૂપિયા 1, 03,84,044 નો દંડ માંડવાળ પેટે ફટકારવામાં આવ્યો છે. જો કંપની દ્વારા દંડની રકમ ભરપાઈ નહિ કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.