Abtak Media Google News

રેલવેમાં તમામ અધિકૃત મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે, ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ ધારક મુસાફરોને અટકાવવા રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ મેલ/એક્સપ્રેસ, લોકલ અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં વારંવાર સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે. આ સાથે ટ્રેનોમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે અવારનવાર ઓચિંતી ટિકિટ ચેકિંગ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટિકિટ ચેકિંગ ઝુંબેશના પરિણામે, ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલ, 2022થી જાન્યુઆરી, 2023ના સમયગાળા દરમિયાન દંડ તરીકે 11.17 કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ વસૂલવામાં આવી હતી. નોંધનીય છે કે જાન્યુઆરી, 2023 ના મહિના દરમિયાન, બુક ન કરાવેલા સામાનના કેસ સહિત, 7752 ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ મુસાફરોને શોધી કાઢવામાં આવ્યા હતા અને દંડ તરીકે રૂ.63,51,885/-ની રકમ વસૂલવામાં આવી હતી.

નોંધનીય છે કે એપ્રિલ, 2022 થી જાન્યુઆરી, 2023ના સમયગાળા દરમિયાન, ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટવાળા મુસાફરો અને બુક ન કરાવેલા સામાનના કુલ 1.42 લાખ કેસ મળી આવ્યા હતા, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 76643 કેસ મળી આવ્યા હતા, જે 85.29% વધારે છે. આ મુસાફરો પાસેથી રૂ. 11.17 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 4.38 કરોડની સરખામણીએ 154.86 ટકા વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.