Abtak Media Google News

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ૪૯ ટકા હિસ્સો વધવાથી ‘નો’ બેંક ‘યસ’ બની જશે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ખાનગી ક્ષેત્રની યશ બેંક પર એક મહિનાની અંદર રૂ .૫૦ હજાર ઉપાડવાની લીમીટ લગાવતા ગ્રાહકોમાં અફરા-તફરી મચી જવા પામી હતી. પોતાની થાપણો અસુરક્ષીત હોવાની અનુભુતિ ગ્રાહકોને થઈ હતી. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નાણા પ્રધાન નિર્મલા સીતારામને ગ્રાહકોને તેમની મુડી સુરક્ષીત હોવાની હૈયાધારણા આપી છે. તેમના પૈસા ડુબવા નહીં દેવાય તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે.

6 Banna For Site

છેલ્લા કેટલાક મહિનાી યસ બેંકની કળેલી પરિસ્થિતિમુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઘણા સમયી ચિંતીત હતી. બેંકને ફડચામાંથી ઉગારવા માટે નાણા મંત્રાલય સફાળુ જાગ્યું હતું. રિઝર્વ બેંકે પણ એકશન પ્લાનની જાહેરાત કરી હતી. યસ બેંકમાં શું ખોટુ થયું છે તેની તપાસ કરવા સુચના અપાઈ ગઈ છે. બેંકના કર્મચારીઓની નોકરી એક વર્ષ સુધી જળવાઈ રહેશે તેવી ખાતરી આપી હતી. બેંકને ઉગારવા માટે આરબીઆઈએ રિ-ક્ધટ્રકશન માટે ડ્રાફટ સ્કીમની જાહેરાત કરી હતી. આ સ્કીમ પ્રમાણે નવેમ્બરી રચાનારી બેંકમાં એસબીઆઈ ૪૯ ટકા સુધીના હિસ્સાનું રોકાણ કરશે. કર્મચારીઓ ઓછામાં ઓછા એક વર્ષ સુધી વર્તમાન પગાર ધોરણે ચાલુ રહેશે. નવી રચાનારી બેંકની બોર્ડ ઓફ ડાયરેકટર્સને મુખ્ય મેનેજરીઅલ અધિકારીઓની સેવા કોઈપણ સમયે રદ્દ કરવાની સ્વતંત્ર્તા રહેશે.

બેંકને ઉગારવા અમલમાં મુકાનારી સ્કીમ અંગે રિઝર્વ બેંકે યસ બેંકના શેરધારકો, ડિપોઝીટરો તા ક્રેડીટરો અને જાહેર જનતા પાસેી મતંવ્યો પણ મંગાવાયા છે. નવી રચાનારી બેંકોની શાખાઓ હાલમાં જે સ્ળે છે તે  જ સ્ળે કામ કરવાનું ચાલુ રાખશે. પ્લાન પ્રમાણે યસ બેંકની ર્ઓથોરાઈઝડ કેપીટલ બદલીને રૂ.૫૦૦૦ કરોડ કરાશે તા ઈક્વિટી શેરની સંખ્યા ઘટાડી ૨૪૦૦ કરોડ કરાશે. જેનું મુલ્ય પ્રતિ શેર ૨ રૂપિયા રહેશે. નવી રચાનારી બેંકમાં નાણારોકવા માગતી ઈન્વેસ્ટર બેંકનો ૪૯ ટકા હિસ્સો જાળવવાનો રહેશે. આ માટે તેને પ્રતિ શેર રૂ.૧૦  ઓછા નહીં તે ભાવે ચૂકવવાના રહેશે.

નોંધનીય છે કે, યસ બેંકમાં શું ખોટુ યું છે તેની તપાસ કરવા રિઝર્વ બેંકને જણાવાયું છે. યસ બેંક પર ૨૦૧૭ી નજર રાખવામાં આવી રહી હતી. એસેટના ખોટા વર્ગીકરણ ઉપરાંત જોખમી ધીરાણ અને ફરજ પાલનમાં નબળાઈના કારણે યસ બેંક રિઝર્વ બેંકના ધ્યાનમાં હતી. અનિલ અંબાણી જુ, એસેલ, આઈએલ એન્ડ એસએફ, ડીએચએફએલ તા વોડાફોન સહિતની અનેક સંસમાં યસ બેંકે ધીરાણ કર્યું છે. હવે સરકારની રિસ્ટ્રકચરીંગ સ્કીમ ૩૦ દિવસની અંદર અસરકારક બનશે.યસ બેંકની હાલત ખરાબ હોવાના પરિણામે લાખો ખાતાધારકોનું ભવિષ્ય જોખમમાં મુકાયુ હતું. અલબત નાણાપ્રધાન નિર્મલા સીતારામને થાપણદારોને આપેલી ધરપતના કારણે થાપણદારોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. આગામી સમયમાં એસબીઆઇ થકી યસ બેંકને જોખમી ભવિષ્યમાંથી બહાર કઢાશે.

  • ’ગઘ’ બેંકમાં ભગવાનના પણ રૂ.૫૪૫ કરોડ ફસાયા!!!

યસ બેંકમાં ખાતેદારોને નાણા ઉપાડવા માટે રૂ .૫૦ હજારની મર્યાદા મુકાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. ખાતામાં પોતાના નાણાની ચિંતા સતાવી રહી છે. ત્યારે મહાપ્રભુ જગન્નાજીના પણ બેંકમાં ૫૪૫ કરોડ રૂ પિયા જમા હોવાનું બહાર આવ્યું છે. આરબીઆઈના નિયંત્રણો બાદ હવે આટલા મોટા પ્રમાણમાં નાણા બેંકમાંથી કેવી રીતે કાઢવા તે અંગે ચિંતા ઈ છે. દરમિયાન રાષ્ટ્રીય બેંકોને અવગણી ખાનગી બેંકમાં નાણા શા માટે મુકવામાં આવ્યા તે અંગેનો હોબાળો પણ મંદિર સંચાલક સમીતીની બેઠકમાં મચ્યો હતો. શ્રી જગન્ના મંદિર સંચાલનના સભ્ય દ્વારા આ મુદ્દે આક્ષેપો પણ યા હતા. બેંકમાં રહેલુ ફંડ જાહેર ક્ષેત્રની બેંકમાં ટ્રાન્સફર કરવાની તૈયારી પણ હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • ‘તમારુ ખાતુ યસ બેંકમાં છે?’ તો તમારે આ જાણવું જરૂરી છે!!!

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા યસ બેંકમાં નાણા ઉપાડવા ૫૦,૦૦૦ની મર્યાદા લાગુ કરાઈ છે. જો સેલેરી એકાઉન્ટ રહે તો ૫૦,૦૦૦ી વધુની રકમ ઉપાડવા કેટલાક વિકલ્પો અપાયા છે. જો એક વ્યક્તિના એકી વધુ એકાઉન્ટ યસ બેંકમાં હશે તો પણ બન્ને એકાઉન્ટમાંથી કુલ ૫૦,૦૦૦ રૂ પિયા જ ઉપડી શકશે. બેંક ઉઠી જાય તેવા કિસ્સામાં સરકાર દ્વારા ડિપોઝીટ ઈન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી સ્કીમનો લાભ અપાશે. આ સ્કીમ હેઠળ જો કોઈ બેંક ઉઠી જાય તો ગ્રાહકને રૂ. પાંચ લાખ સુધીનું વળતર મળતું હોય છે. જો ૫૦,૦૦૦ સુધીના વ્યવહારો કરવા હશે તો ફંડ ટ્રાન્સફર, ચેક કલીયરન્સ અને ઈએમઆઈ સહિતના સેવાઓ તો અગાઉની જેમ જ શરૂ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.