Abtak Media Google News

સહકારી બેંકોને રિઝર્વ બેંકના દાયરામાં લાવવાનો પ્રયાસ નિષ્ફળ જાય તેવી શકયતા : કેન્દ્રના નિર્ણય સામે અદાલતમાં ધા નાખતી બેંકો

દેશની ૧૯૩૭ બેંકો દ્વારા ખેડૂતો અને મધ્યમ વર્ગને રૂ .૭.૨૭ લાખ કરોડ ધિરાણ પેટે અપાયા : અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન સહકારી બેંકો ઉપર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો હસ્તક્ષેપ થશે તો આર્થિક વ્યવસ્થાઓ ખોરવાઈ તેવી દહેશત

સહકારી બેંકોના વહીવટમાં રિઝર્વ બેંકની ચંચુપાતના તખતા સામે વડી અદાલતનો સ્ટે મળે તેવી શકયતા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સહકારી બેંકો ઉપર લગામ કસવાનો નિર્ણય લેવાયો હતો. જો કે, ઘણી સહકારી બેંકો લોકહિતની કામગીરી કરે છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચંચુપાતથી બેન્કિંગ વ્યવસાય ઉપર અસર થશે તેવી દલીલ થઈ હતી. જેના અનુસંધાને તામિલનાડુમાં ૧૦૦ વર્ષ પહેલા સ્થપાયેલી કો-ઓપરેટીવ બેંક મદ્રાસ હાઈકોર્ટના દ્વારે પહોંચી છે.

મદ્રાસ હાઈકોર્ટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હેઠળ કો.ઓપરેટીવ બેંકોને લાવવાના નિર્ણયને પડકારાયો છે. સરકારના આ નિર્ણય ફેડરલના પ્રિન્સીપાલના વિરોધમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ એ.પી.શાહી અને જસ્ટીસ સેન્થીલકુમાર રામમુર્તિ દ્વારા આ મામલો સાંભળવામાં આવ્યો છે.

કેસમાં દલીલ કરવામાં આવી છે કે, દેશમાં ૧૯૩૭ કો. ઓપરેટીવ બેંકો દ્વારા રૂ ા.૭.૨૭ લાખ કરોડની લોન આપવામાં આવી છે. આ લોન ખેતી માટે ખુબજ મહત્વની છે. આ ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને પણ લોનનો ફાયદો થાય છે. જો લોકહિત માટે ધીરાણ આપતી કો.ઓપરેટીવ બેંકોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચંચુપાત થશે તો લોકહિતના કામ થઈ શકે નહીં. દરમિયાન એડિશ્નલ સોલીસીટર જનરલ ઓફ ઈન્ડિયા આર.શંકર નારાયણ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ઘણી કો.ઓપરેટીવ બેંકો બેન્કિંગ એકટીવીટી કરે છે. મદ્રાસ હાઈકોર્ટમાં ધા નાખનાર કો.ઓપરેટીવ બેંકની દલીલ એવી હતી કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હેઠળ કો.ઓપરેટીવ બેંકોને સમાવવાની બાબત પાર્લામેન્ટના દાયરામાં આવતી નથી. બીજી તરફ સોલીસીટર જનરલનું એવું કહેવું હતું કે, જે સંસ્થા બેન્કિંગ એક્ટિવીટી કરે તે પાર્લામેન્ટના દાયરામાં આવે છે.

આવા સંજોગોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કો.ઓપરેટીવ બેંકોને બેન્કિંગ એક્ટિવીટી માટે લાયસન્સ શુકામ આપવું જોઈએ તેવો પ્રશ્ર્ન પણ ખંડપીઠ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જો આવી સોસાયટીઓને બેન્કિંગ વ્યવસાયનો પરવાનો જ ન અપાય તો તેઓ નાણાકીય આંટીઘુંટીમાં પડે નહીં. અહીં નોંધનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના માધ્યમથી સહકારી બેંકો ઉપર નિયંત્રણ લાદવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા થયો હતો.

સહકારી બેંકોમાં સ્થાનિક આગેવાનો અને રાજકીય આગેવાનોની ચંચુપાત થતી હોવાના આક્ષેપો થયા હતા. રાજકીય આગેવાનો દ્વારા બેન્કિંગમાં થતાં હસ્તક્ષેપના કારણે વ્યવસ્થા ખોરવાતી હોવાની દલીલ પણ થઈ હતી. જો કે, એક વાત જાણવા જરૂ રી છે કે, વર્તમાન સમયે દેશમાં મોટાભાગની લોન કો.ઓપરેટીવ બેંકના માધ્યમથી જ ખેડૂત અથવા તો નાના માણસને મળે છે. ધીરાણ આપવામાં સહકારી બેંકનો ફાળો ખુબજ વધુ છે. આવા સમયે જો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચંચુપાત સહકારી બેંકોને થાય તો ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે. ત્યારે વડી અદાલતને ઘણા સમય પહેલા આપેલા ચુકાદાને ટાકીને મદ્રાસ હાઈકોર્ટમાં દેશની સૌપ્રથમ સ્થપાયેલી બે બેંકો જંગે ચડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.