Abtak Media Google News

કાલાવડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષને બહુમતી ન મળતાં સતાની સાંઠમારી સર્જાઇ છે. કારણ કે, કુલ 18માંથી ભાજપને 8, કોંગ્રેસને 7 બેઠક મળતાં ખેંચતાણ શરૂ થઇ છે. આમ આદમી પાર્ટી અને અપક્ષ કોને સાથ આપશે તેના પર મીટ મંડાઇ છે. કાલાવડ તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક છે. પંચાયતમાં શાસનધૂરા સંભાળવા માટે 9 બેઠક જરૂરી છે. પરંતુ તાલુકા પંચાયતમાં ભાજપને 8, કોંગ્રેસને 7, આમ આદમી પાર્ટીને 2 અને અપક્ષને 1 બેઠક મળતા કોઇને સ્પષ્ટ બહુમતી મળી નથી. આથી પંચાયતમાં શાસન માટે ખેંચતાણ શરૂ થઇ છે. ચૂંટાયેલા સભ્યોને પોતાની સાથે રાખવા ભાજપ અને કોંગ્રેસે ગોઠવણ શરૂ કરી છે. પરંતુ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવાર કોનો સાથ આપશે તેના પર મીટ મંડાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.