Abtak Media Google News

4553 ચોરસ કિલોમીટર વિસ્તાર 419 ગામ અને 15 લાખથી વધુ વસ્તી  ધરાવતા જૂનાગઢ જિલ્લાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચાવવા ઉપરાંત કોરોના મૂકત બનાવવો છે. તેમ નવનિયુક્ત જિલ્લા કલેક્ટર રચીત રાજે જણાવ્યું છે. સાથોસાથ જિલ્લાના તમામ અધિકારીઓ ટીમ સ્પિરીટ સાથે ટીમ વર્કથી કાર્ય કરશે. નો-પેન્ડીગ વર્ક સાથે જ કામ કરશે, કામગરીનું પરીણામ મળવું જોઇએ.તેમ જૂનાગઢ જિલ્લાના મહેસુલ અને પંચાયતના શાખા અધિકારીઓની પ્રથમ બેઠકમાં કલેક્ટર રાજે જણાવી, પરીણાલક્ષી કામગીરી સાથે તેમણે લોકોને ઉપયોગી થવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. અને કામગીરીમાં ઢીલાશ કે બેદરકારી ચલાવાશે નહીં. તેમ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી.

નવ નિયુક્ત કલેકટર રાજે ગઇકાલની પ્રથમ બેઠકમાં જ ગેરહાજર રહેનાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરને નોટીસ આપવા સૂચના આપી રચીત રાજે કહ્યું કે, મીટીંગમાં મોડા આવનાર કે ગેર હાજર રહેનાર દંડાશે. તેમણે પ્રથમ મીટીંગમાં જ તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી માન.મુખ્યમંત્રી ડેશ બોર્ડની કામગીરીને ટોચ અગ્રતા આપવા જણાવ્યું હતું.જૂનાગઢ જિલ્લામાં ટુરીઝમની વિપુલ સંભાવના છે, તેમ જણાવી નવનિયુક્ત કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, અહીં ગીરનાર, સાસણ ગીર, સમુદ્વ, ગીરનું જંગલ ઐતિહાસિક સાંસ્કૃતિ વારસો સહિતની વિવિધતા છે.

જેને જગત સમક્ષ આગવી રીતે મુકવાનું છે. ખુશ્બુ ગુજરાત કી તો ,ખુશ્બ જૂનાગઢ કી જૂનાગઢ પધારો સહિતની થીમ ડેવલપ કરી જૂનાગઢને વિશ્વના પ્રવાસન નકશામાં મુકવાની કલેક્ટરએ નેમ વ્યક્ત કરી હતી.જૂનાગઢ જિલ્લા કલેક્ટર તરીકે  રચીત રાજની નિમણુંક કરવામાં આવી છે.30 વર્ષિય શ્રી રચીત રાજે બુધવારે જૂનાગઢના 43 માં કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

રચીત રાજે એમ.બી.એ.ના અભ્યાસ માટે મળેલ 17 લાખ રૂપિયાની સ્કોલરશીપ સનદી અધિકારી બની દેશની સેવા કરવા માટે છોડી દીધી હતી. વર્ષ 2014માં તેમણે ઝારખંડ સરકાર દ્વારા મુખ્યમંત્રી હેમંત સોરેન અને પૂર્વ સીએમ. અર્જુન મુંડા દ્વારા સન્માનિત કરાયા હતા. તેઓ વિઝનરી, સફળ યુથ આઇકોન, પબ્લીક સ્પીકર અને લેખક છે. તેમને તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જી દ્વારા પણ સન્માનિત કરાયા હતા.

કલેક્ટર રચિત રાજે ચાર્જ સંભાળતાની સાથે જ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં કોવિડ વેક્સીન અને સંભવિત ત્રીજા વેવનો મુખ્ય એજન્ડા રહેશે. જિલ્લાને કોરોનામૂકત રાખવા તમામ પ્રયાસો કરાશે. તેમજ જિલ્લામાં મહેસૂલ લગત કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણીને અગ્રતા અપાશે. જૂનાગઢના ઐતિહાસિક સ્થળો ગિરનાર, સાસણ, ઉપરકોટ વગેરેને પ્રોજેકટ કરાશે. વિશ્વના પ્રવાસનના નકશામાં જૂનાગઢ જિલ્લાને  હોટ ફેવરીટ બને તેવા પ્રયાસો રહેશે. ડાયનેમીક વ્યકિત્વ ધરાવતા કલેકટરશ્રી રાજે જૂનાગઢ જિલ્લાના વિકાસ માટે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.