જૂનાગઢ કલેક્ટરની વધુ એક નવીન પહેલ: ‘કલેકટર આપને દ્વાર’ કાર્યક્રમ શરૂ કર્યો

કલેકટર રચિત રાજે વધુ એક નવીન પહેલ કરી છે,  વહીવટી તંત્રને ’સિટિઝન સેન્ટ્રિક’ બનાવવા અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની સાથે કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણની યોજનાઓનું લાભ આપવા માટે ’કલેક્ટર આપને દ્વાર’ કાર્યક્રમ શરૂ કર્યો છે. તે સાથે રચિત રાજે મેંદરડા તાલુકાના હરીપુર અને ભાલછેલ ગામની મુલાકાત લઈ આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો, અને અહીંયા તેમણે ત્રણ પરિવારો સાથે મુલાકાત કરી, તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને લાભો પહોંચાડવા કલેક્ટરનો ગ્રામજનો સાથે સીધો સંવાદ

’કલેક્ટર આપને દ્વાર’ કાર્યક્રમની કલેકટર   આ દરમિયાન કલેક્ટર રાજે  તેમના રોજિંદા જીવન અને વ્યવસાય વિશે પણ રસપૂર્વક જાણકારી મેળવી હતી. સાથે જ આ ત્રણ પરિવાર પૈકી એક પરિવારના મહિલાના પુત્ર દિવ્યાંગ હોવાથી કોઈ રોજગારલક્ષી કામ ન કરી શકતા હોવાથી કલેક્ટર એ દિવ્યાંગ સહાય યોજનાની જાણકારી આપવાની સાથે આ યોજનાનો લાભ આપવાની પણ ખાતરી આપી હતી. જ્યારે મોંઘીબેન નામના એક વરિષ્ઠ નાગરિકને પિંકકાર્ડ અને ગ્રે કાર્ડ યોજનાની જાણકારી આપવાની સાથે તેના લાભો વિશે પણ જણાવ્યું હતું.