Abtak Media Google News

અમૃતકાળ બજેટ 2023 લોકોને ફળ્યું

અંતે 8 વર્ષ બાદ આવકવેરાના કર માળખામાં કરાયો બદલાવ!!!

નાણામંત્રી નિર્મલા સીતારમને અમૃતકાળ બજેટ 2023 ને સંસદ સમક્ષ રજુ કર્યું હતું. જેમાં તેઓએ આવકવેરા વિભાગને ગંભીરતાથી લઇ ટેક્સ સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો હતો. જેનો સિધોજ લાભ લોકોને મળતો થશે. આવકવેરામાં છેલ્લા 7 વર્ષ સુધી કોઈ મોટી રાહત આપવામાં આવી નહોતી ત્યારે આ અમૃતકાળ બજેટમાં સરકારે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઈન્કમટેક્સ ભરવો નહીં પડે તે અંગેની જાહેરાત કરી છે.

જોકે આ માત્ર નવા ટેક્સ સ્લેબ હેઠળ મળશે. હજુ પણ ઈન્કમટેક્સ રિટર્ન ભરવા માટે બે વિકલ્પ જોવા મળશે. અત્યારસુધી 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હતી. છેલ્લી વખત 2014-15ના બજેટમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 2019-20માં 8 કરોડ લોકોએ આવકવેરો અથવા કોર્પોરેટ ટેક્સ ભર્યો હતો. બજેટમાં નવા સ્ટાર્ટઅપને 3 વર્ષ માટે આપવામાં આવેલી ટેક્સ છૂટ યથાવત્ રાખવામાં આવી છે.

છેલ્લાં 8 વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 2014-15ના બજેટમાં 60 વર્ષથી નીચેના કરદાતાઓ માટે આવકવેરા મુક્તિમર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 2.5 લાખ કરવામાં આવી હતી. એ જ સમયે 60 વર્ષથી ઉપરના લોકો માટે કર મુક્તિમર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. જોકે 2019-2020ના બજેટમાં 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિઓને આવકવેરામાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હતી. આ છૂટ અસ્થાયી ધોરણે આપવામાં આવી છે.

બજેટ 2023ના નવા ટેક્સ સ્લેબનું માળખું

આવકટેક્સ
3 લાખ રૂપિયા સુધી0%
3થી 6 લાખ રૂપિયા સુધી5%
6થી 9 લાખ રૂપિયા સુધી10%
 9થી 12 લાખ રૂપિયા સુધી15%
12થી 15 લાખ રૂપિયા સુધી20%
15 લાખથી વધુ30%

 

જૂના ટેક્સ સ્લેબમાં 2.5 લાખ રૂપિયાથી વધુની આવક પર ટેક્સ લાગે છે

જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી રહેશે. જો તમારી આવક 2.5થી 5 લાખની વચ્ચે છે, તો તમારે 5 લાખ – 2.5 લાખ = 2.5 લાખ રૂપિયા પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જોકે ઇન્કમટેક્સ એક્ટ કલમ 87અનો લાભ લઈને તમે પણ 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પરનો ટેક્સ બચાવી શકો છો પરંતુ નવી ટેક્સ પોલિસી હેઠળ નવી ટેક્સ પોલિસીને ડિફોલ્ટ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.