Abtak Media Google News

ગરીબ, મધ્યમવર્ગ અને શ્રીમંતો તમામ વર્ગને રાહત મળી, માળખાગત સુવિધાઓ ઉઓર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરાયું

અબતક, નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ બજેટમાં ફૂંકી ફૂંકીને પગલાં લીધા છે. અમૃતકાળના બજેટથી વૈશ્વિક પડકારો વચ્ચે પણ અર્થતંત્રને જેટ ગતિ મળવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. ગરીબ, મધ્યમવર્ગ અને શ્રીમંતો તમામ વર્ગને રાહત મળી છે. અને માળખાગત સુવિધાઓ ઉઓર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરાયું

બજેટની વિશેષતા એ છે કે 10 લાખ કરોડ રૂપિયાના મૂડી ખર્ચની ફાળવણી છે, જે ગયા સમય કરતાં લગભગ 43 ટકા વધુ છે.  આ સાથે રાજ્ય સરકારોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે મૂડી ખર્ચ માટે 50 વર્ષ માટે શૂન્ય ટકા વ્યાજ પર લોનની સુવિધા યથાવત રાખવામાં આવી છે.  આ ખર્ચ મોટાભાગે રોડ, રેલ્વે, એરપોર્ટ વગેરેના નિર્માણમાં આપવાનો હોય છે.  નાણામંત્રીએ નાણાકીય વર્ષ 2023-24 માટે લગભગ 45 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું.  આ રકમ ચાલુ નાણાકીય વર્ષના બજેટ કરતાં લગભગ 12 ટકા વધુ છે.  બજેટમાં 12 ટકાનો વધારો થયો હોવા છતાં, નાણામંત્રીએ રાજકોષીય ખાધને જીડીપીના 5.9 ટકા રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે નાણાકીય સ્થિરતા માટે જરૂરી છે.

નાણામંત્રીએ નાણાકીય વર્ષ 2023-24ના બજેટને અમૃત કાલનું પ્રથમ બજેટ ગણાવ્યું.  બજેટમાં નાણાપ્રધાને નાગરિકો માટે તકો ઊભી કરવા, વૃદ્ધિ અને રોજગારની તકો વધારવાની સાથે સાથે સ્થિરતાને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે.  વર્તમાન સમયમાં, વિકાસને ટેકનોલોજી અને જ્ઞાન દ્વારા વધારી શકાય છે, જેનાથી ઉદ્યોગો અને સેવાઓની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો થાય છે.  આ માટે બજેટમાં કૃષિ, શિક્ષણ, ઉત્પાદન ઉદ્યોગ અને ડિજિટલાઇઝેશન માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે.  બજેટમાં જ્યાં એક તરફ મહેસૂલી આવકમાં કરવેરાની આવકમાં અપેક્ષિત વધારો જોવા મળ્યો છે, તો બીજી તરફ આ વર્ષે પણ કરવેરા સિવાયની આવકના લક્ષ્યાંકો હાંસલ કરવા સરળ રહેશે નહીં.  કરની આવકમાં વધારો થયો છે.

રૂ.૪૫,૦૩,૦૯૭ કરોડના એટલે કે માથાદીઠ રૂ.૩૧,૯૯૧નો વર્ષ ૨૦૨૩-૨૪નો ખર્ચ કરવાના અંદાજ સાથે નાણામંત્રીએ અમૃતકાળની પ્રથમ બજેટ સંસદ સમક્ષ રજૂ કર્યું હતું. ગરીબોને રોટી, યુવાનોને નોકરી કે રોજગારીની તક, મહિલાઓને સુરક્ષા, બચત અને સાહસિકતા, ઉદ્યોગો અને વેપારને રોકાણની તક અને ભવિષ્યમાં ભારત દેશ પ્રદુષણ મુક્ત હવામાં રહેતો હશે એવા સપનાં સાથે રજૂ થયેલું આ બજેટ જોકે વર્તમાન સરકાર માટે લોકસભાની ચૂંટણી પહેલા છેલ્લું અને આ વર્ષે નવ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી બન્યું હોય તેવું હતું.

આ બજેટથી વિકસિત ભારતનું સપનું પૂરુ થશે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે આ બજેટ વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પુરા કરવા માટે મજબૂત પાયાનું નિર્માણ કરશે. બજેટ વંચિતોને મદદરૂપ થનારુ છે. ગામ, ગરીબ, ખેડૂત, મધ્યમ વર્ગ દરેકના સપનાને પુરા કરે છે. તેઓએ નિર્મલા સીતારમણ અને તેમની ટીમને આ બજેટ બદલ શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે. લુહાર અને કારીગરો જેના સર્જનકર્તાઓની એક લાંબી યાદી છે. આ બજેટમાં પહેલી વખત આ લોકો માટે પ્રોત્સાહન યોજના લાવવામાં આવી છે. દેશના કરોડો વિશ્વકર્માઓ માટે ક્રેડિટ, માર્કેટ અને સ્કિલ ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવશે. પીએમ કિસાન દ્વારા વિશ્વકર્માઓના જીવનમાં બદલાવ લાવવામાં આવશે.

શહેરોથી લઇને ગામડામાં રહેનારી મહિલાઓ સુધી આ બજેટમાં દરેક તાકાત સાથે આગળ વધવાના પગલા ઉઠાવવામાં આવ્યા છે. જેને જારી રાખવામાં આવશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે મહિલા સેલ્ફ ગુ્રપના સર્વાંગીણ વિકાસ માટે નવી પહેલ નવો અધ્યાય જોડશે, મહિલાઓ માટે વિશેષ બચત યોજના શરૂ કરવામાં આવશે. જન-ધન યોજના બાદ આ યોજના મહિલાઓને મદદરૂપ થશે. સરકારે સૌથી મોટી અનાજ ભંડારણ યોજના પણ તૈયાર કરી છે. આ મહત્વકાંક્ષી યોજનાથી ખેડૂતોને અને પશુપાલકોને સારો ભાવ મળી રહેશે.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું છે.

સરકારે વૃદ્ધો અને મહિલાઓની બચત વધારવા આપી રાહતો

સરકારે બચત ઉપર વધુ ભાર આપ્યો છે. ખાસ કરીને સિનિયર સીટીઝન અને મહિલાઓ બચત વધારે તેવા સરકારે પ્રયાસ કર્યા છે.  નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે.  નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં મહિલાઓને મોટી ભેટ આપી છે.  ઉપરાંત, નાણામંત્રીએ કહ્યું કે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે.  હવે વરિષ્ઠ નાગરિકોને આનો લાભ મળશે. નાણામંત્રીએ મહિલાઓ માટે બચત યોજનાની જાહેરાત કરી છે.  મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ થશે.  જેમાં મહિલાઓને 2 લાખની બચત પર 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

રૂપીયો ક્યાંથી આવશે ?

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સરકારને આવકવેરામાંથી 15% કમાણી કરે છે.તેવી જ રીતે, સરકારને લોન અને અન્ય જવાબદારીઓમાંથી 34 ટકા રકમ મળે છે. સરકાર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાંથી સાત ટકા કમાય છે.

બજેટ ડોક્યુમેન્ટ અનુસાર, સરકારને તેની આવકના 15 ટકા કોર્પોરેશન ટેક્સમાંથી મળે છે. સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને અન્ય ટેક્સમાંથી 17 ટકા રકમ મળે છે. સરકારને કસ્ટમ ડ્યુટીમાંથી 4 ટકા કમાણી થાય છે.તેવી જ રીતે, સરકારને ડેટ સિવાયની મૂડી રસીદોમાંથી બે ટકા અને કરમુક્ત રસીદમાંથી છ ટકા કમાણી થાય છે.

રૂપિયો ક્યાં જશે

સરકારે જણાવ્યું છે કે 20 ટકા રકમ વ્યાજની ચુકવણી પર ખર્ચવામાં આવે છે. સરકાર કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓ પર નવ ટકા રકમ ખર્ચે છે. સાત ટકા રકમ સબસિડી પાછળ ખર્ચે છે. સંરક્ષણ ક્ષેત્ર પર આઠ ટકા ખર્ચ કરે છે.

સરકાર કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ પર 17 ટકા ભંડોળ ખર્ચે છે. એ જ રીતે, નાણાપંચ અને અન્ય ટ્રાન્સફર વસ્તુઓ પર સરકારનો ખર્ચ 9 ટકા છે. 18 ટકા રકમ રાજ્યોને કર અને ડ્યુટીમાં વહેંચવા માટે ખર્ચે છે. અન્ય ખર્ચના હેડ પર સરકારનો ખર્ચ આઠ ટકા છે.

સરકારની આવકની બાજુએ, GST અને નોન-ટેક્સ રિસિપ્ટ્સમાંથી કલેક્શનમાં એક ટકાનો વધારો થયો છે, વધુમાં બોરોઈંગ અને કસ્ટમ્સમાંથી અનુક્રમે એક ટકાનો ઘટાડો થયો છે.

ખર્ચ બાજુએ, કર અને ડ્યુટીના રાજ્યના હિસ્સા તરફનો ખર્ચ વધ્યો છે અને સબસિડી પાછળ ખર્ચ એક-એક ટકા ઘટ્યો છે.

કૃષિ સેક્ટર

દેશની ઈકોનોમીમાં 19 ટકાનો ભાર ધરાવતા કૃષિ સેક્ટર માટે સરકારે ફાળવણી વધારી છે. બજેટમાં કૃષિ સ્ટાર્ટઅપને ફાઈનાન્સ કરવા એગ્રીકલ્ચર એક્સીલેરેટર ફંડ સ્થાપવા અને બાગાયતી સેક્ટર માટે 22 અબજ રૂપિયાની ફાળવણી કરી છે. બજેટની આ દરખાસ્તથી કાવેરી સીડ્સ, ધાનુકા એગ્રીટેક, બોમ્બે સુપર હાઈબ્રીડ સિડ્સ અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ વગેરે કંપનીઓને લાભ થશે.

ટૂરીઝમ

ટ્રાવેલની ડિમાન્ડ વધી હોવાનો લાભ લેવા માટે ભારતે ડોમેસ્ટિક ટૂરીઝમને પ્રમોટ કરવા માટે 50 સ્થળોની પસંદગી કરશે. આ માટે ટૂરીસ્ટને ગાઈડ કરવા માટે સરકાર એપ પણ વિકસાવશે કે જે, સ્ટ્રીટ ફૂડથી લઈને કનેક્ટિવિટી અને સુરક્ષા સંબંધી માહિતી આપશે.સરકારના આ પ્રયાસથી ઈન્ડયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોર્પ, ઈન્ડિયન હોટેલ્સ, ઈસ્ટઈન્ડિયા હોટેલ લિમિટેડ વગેરે જેવી કંપનીઓને લાભ થશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર

કનેક્ટિવિટી વધારવાના મહત્ત્વના પ્રયાસના ભાગ રુપે ભારતે 50 નવા એરપોર્ટ્સ, હેલીપેડ્સ અને એરોડ્રોમ વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકારે 100 નવા પ્રોજેક્ટની રુપરેખા પણ તૈયાર કરી છે. રેલવે માટે રૂ.2.40 લાખ કરોડની ફાળવણીથી રેલવેને લાભ થશે. બજેટની આ દરખાસ્તથી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ, જીએમઆર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, જીવીકે એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો જેવી કંસ્ટ્રક્શન કંપની તેમજ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ જેવી કંપનીઓને લાભ થશે.

મેટલ અને સીમેન્ટ

ઊંચા મૂડી ખર્ચ અને હાઉસિંગ ઈન્ફ્રામાં રોકાણની જોગવાઈને કારણે મેટલ અને સીમેન્ટ કંપનીઓને લાભ થશે. આ જોગવાઈથી ટાટા સ્ટીલ, જેએસડબલ્યૂ સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર વગેરે કંપનીઓને લાભ થઈ શકે છે.

ઈલેક્ટ્રિક વ્હીકલ્સ

લિથેનિયમ બેટરીના ઉત્પાદન માટે આયાત કરવામાં આવતી કેપિટલ ગૂડ્ઝ પર કસ્ટમમાં મુક્તિ આપવાની યોજનાને કારણે ઈ-વ્હીક્લ્સ સેક્ટરને લાભ મળશે.આ જોગવાઈથી આ પ્રકારની બેટરી બનાવતા એક્સાઈડ બેટરી, અમારા રાજા બેટરીઝ અને ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને લાભ થશે.

ગ્રીન એનર્જી

એનર્જી ટ્રાન્ઝીશન માટે બજેટમાં 350 અબજ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સરકાર કલાકના 4000 મેગાવોટની ક્ષમતા સાથેની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે નાણાકીય સહાય આપશે.

આ ક્ષેત્રોને થશે નુકસાન

સિગારેટ ઉત્પાદકો

આઈટીસી અને ગૂડફ્રે ફિલિપ ઈન્ડિયાના શેરમાં આ દરખાસ્તથી કડાકો બોલી ગયો હતો. આ કંપનીની સિગારેટ પર 16 ટકા સુધીના ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે.

જવેલર્સ

બુલિયન ઈન્ડસ્ટ્રીની ડિમાન્ડ છતાં બજેટમાં ગત જુલાઈમાં વધારવામાં આવેલા સોના પરના ઈમ્પોર્ટ ટેક્સમાં કોઈ ફેરફાર ન કરવામાં આવતા આજે શેરબજારમાં જ્વેલરી સ્ટોક્સ ગગડ્યા હતા. સરકારે ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી લાદી હતી.આ દરખાસ્તથી કલ્યાણ જ્વેલર્સ, ટાઈટન અને પીસી જ્વેલર્સ જેવી કંપનીઓને નુકસાનની સંભાવના છે.

ઓઈલ રિફાઈનરીઝ

ઓઈલ રિફાઈનરીઝની ડીઝલ અને ગેસોલીનના ભાવને કારણે વધેલા નુકસાન બદલ ઓઈલ રિફાઈનરી કંપનીઓની નુકસાન કવર કરવા અંગેની માંગણીને નજરઅંદાજ કરનારા આ બજેટથી આવી કંપનીઓને નુકસાન થશે.

વિદેશી કાર ઉત્પાદકો

ઈવ્હીકલ સહિતના ઈમ્પોર્ટેડ વ્હીકલ પર ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. વિદેશમાં સંપૂર્ણપણે તૈયાર થતી 40000 ડોલરથી વધુ કિંમતની કાર અને ઈ-વ્હીકલ પરની કસ્ટમ ડ્યૂટી 60 ટકાથી વધારીને 70 ટકા કરવામાં આવી છે. આ રીતે જોઈએ તો મર્સિડિઝ અને બીવાયડી જેવી વિદેશી કાર ઉત્પાદકો સામેના પડકારો વધશે

વિદેશમાં રૂપિયા મોકલશો તો હવે 20 ટકા ટીસીએસ ભરવો પડશે !!!

કેન્દ્ર સરકારે અમૃતકાળ 2023 બજેટ જાહેર કર્યું છે જેમાં વિદેશ પ્રવાસ અને ભારતની બહાર નાણાં મોકલવા માટેના ટૂર પેકેજ પર ટેક્સ કલેકટેડ એટ સોર્સ એટલે કે ટીસીએસનો દર વધારીને 20 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સરકાર દ્વારા  સંસદમાં રજૂ કરાયેલા બજેટ દ્વારા પ્રસ્તાવિત ફાઇનાન્સ બિલ 2023-24 દ્વારા, વિદેશ પ્રવાસના કાર્યક્રમો પર ‘ટેક્સ કલેક્શન એટ સોર્સ’ વસૂલ કરીને આવકવેરા કાયદાની કલમ 206Cમાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. માત્ર વિદેશમાં નાણાં મોકલવા ઉપર જ નહીં, વિદેશ પ્રવાસ પર, વિદેશમાં કોઈ સંપત્તિ ખરીદી હોઈ અથવા કોઈ ગ્લોબલ સ્ટોકમાં રોકાણ કર્યું હૉઈ અથવા બોન્ડ ખરીદ્યા હોઈ તો પણ 20 ટકા ટીસીએસ ભરવો પડશે. સરકારના આ નિર્ણયથી ઘણા પ્રશ્નો પણ ઉદ્ભવસે અને વિદેશ પ્રવાસની સાથે અન્ય પરિસ્થિતિ પણ વિકટ બનશે.

મિલકતના વેચાણ ઉપર હવે મૂડી નફાની મર્યાદા 10 કરોડ કરાઈ

અત્યાર સુધી મિલકતના વેચાણ ઉપર કેપિટલ ગેઇન ડિડક્શનની લીમીટ નિર્ધારિત કરવામાં આવી ન હતી પરંતુ નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં એક જોગવાઈ એવી પણ કરવામાં આવી છે કે હવે કોઈપણ પ્રોપર્ટી એટલે કે લક્ઝરી પ્રોપર્ટીનું વેચાણ થાય તો તેમાં મળવા પાત્ર કેપિટલ એટલે કે મૂડી નફાની મર્યાદા 10 કરોડ જ રાખવામાં આવી છે જે પૂર્વે કોઈ લિમિટ ન હતી.

આ નિર્ણયથી લક્ઝરી પ્રોપર્ટી ના વેચાણમાં ઘણો ફરક પડશે અને આ નિર્ણયથી લક્ઝરી પ્રોપર્ટી ને ઘણી અસર પણ પહોંચશે. કોઈપણ પ્રોપર્ટીના વેચાણ ઉપર જે કેપિટલ ગેઈન મળેલું હોય તેને કોઈ અન્ય જગ્યા ઉપર જો રોકાણ કરવામાં આવે અને એમાં પણ જે ડિડક્શન સમાવેશ થતું હોય તેની મર્યાદા માત્ર ૧૦ કરોડ કરવામાં આવી છે.

બજેટ 2023 : રિયલ એસ્ટેટ ક્ષેત્રને મળશે બુસ્ટર ડોઝ !!!

અમૃતકાળ બજેટ જે રીતે રજૂ કરવામાં આવ્યું છે તેનાથી સામાન્ય માણસની સાથે રીયલ એસ્ટેટ ક્ષેત્રને ખૂબ સારું વેગ મળશે અને કહી શકાય કે બુસ્ટર દોસ્ત પણ મળી રહેશે કારણ કે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 79 હજાર કરોડ ફાળવણી પણ કરવામાં આવી છે જેથી ઘર ખરીદનાર માટે ખૂબ સારા સમાચાર છે એટલું જ નહીં પર્સનલી ઇન્કમટેક્સમાં પણ જે રિબેટ આપવામાં આવ્યું છે તેનાથી પણ ઘર ખરીદનારાઓની સંખ્યામાં અધધ વધારો થશે.

રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ડેવલોપરોનું માનવું છે કે જે જોગવાઈઓ કરવામાં આવી છે જેમ તેનાથી ઘર ખરીદનારાઓની સંખ્યામાં વધારો થશે અને અર્થવ્યવસ્થામાં પણ તેની અસર જોવા મળશે. બીજી તરફ એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારીની તકો પણ ઉભી થશે.

નવું ટેક્સ માળખું નાના કરદાતાઓ માટે ઉપયોગી નીવડશે !!!

નાણા મંત્રાલયે દરેક નાગરિકને આવકવેરા રિટર્ન ભરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. નાણા મંત્રાલયે ઇનકમટેક્ષ કરદાતાઓ માટે નવી કર વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે, મંત્રાલયે વાર્ષિક 7 લાખ રૂપિયાની કમાણી કરતા કરદાતાઓને ટેક્સ ફ્રીની મોટી રાહત આપી છે. જ્યારે, અગાઉ આ છૂટ ફક્ત 5 લાખની આવક ધરાવતા કરદાતાઓને જ મળતી હતી. અરે હવે જો કોઈ કરદાતા જૂની ટેક્સ લેબ મુજબ કરપાત્ર આવક મેળવવા માંગતા હોય તો તેઓ માત્ર ને માત્ર એક વર્ષ માટે એટલે કે એક જ વખત આ યોજનાનો લાભ લઈ શકશે ત્યારબાદ તેઓએ સરકાર દ્વારા ડિફોલ્ટ બનાવેલી નવા ટેક્સ લેબ ને તેઓએ અનુસરવું પડશે.

બીજી તરફ ટીડીએસને લઈને પણ ઘણા પ્રશ્નો ઉદભવિત થયા છે તેમાં સરકારે જણાવ્યું છે કે જો આવક ઉપર વધુ ટીડીએસ કાપવામાં આવેલો હોય તો પર્સનલ ટેક્સ રિટર્ન માં જે તે કરદાતા તેને ક્લેમ પણ કરી શકશે રિફંડ માટે. સરકાર દ્વારા જે નવી ટેક્સ રિજાઈમ નિર્ધારિત કરવામાં આવી છે આ જે એકઝામ પહેલા ની સિસ્ટમમાં મળતું હતું તે હવે નહીં મળે. એટલું જ નહીં લોકોની આવક ઉપર પણ સરકારે ધ્યાન કેન્દ્રિત કરી તેઓને કોઈ અન્ય તકલીફ ન ઉદ્ભવે તેના માટે સર ચાર્જને 37% થી ઘટાડી 25% સુધી કરી દીધો છે જેથી કોઈ તનાઢ્ય વ્યક્તિની આવક પ્રતિવર્ષ પાંચ કરોડથી વધુ હોય તો તેઓએ હવે 25 ટકા જ સરચાર્જ ભરવો પડશે. જે કર ભરવામાં આવતો હતો તે 42.74 ટકા જેટલો હતો જેને હવે ઘટાડી 39 ટકા કરી દેવાયો છે.

સરકાર દ્વારા હાલ જે ઘર ઉપર રાહત આપવામાં આવી છે તેનાથી કરદાતાઓને ઘણો ફાયદો પહોંચશે. બીજી તરફ નવી ટેક્સ પોલીસીમાં હવે કોઈ પણ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં જો રોકાણ કર્યું હોય તો તેઓને દોઢ લાખ સુધી નું ડિડક્શન મળવા પાત્ર છે અને નેશનલ પેન્શન સિસ્ટમમાં પણ કરદાતાઓ અત્યારે 50 હજાર સુધીનું ડિડક્શન મેળવી શકશે. નવી ઇન્કમટેક્સ પોલીસી અથવા તો કહી શકાય કે જે નવો ટેક્સ લેબ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કોઈ એક વ્યક્તિ મહત્તમ 1.12 લાખ કર પેટે બચાવી શકશે જેની આવક 15 લાખ જેટલી હોઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.