Abtak Media Google News

Table of Contents

મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરતા નિર્મલા સીતારમન

બજેટમાં વૈશ્વિક મંદીના ભણકારા વચ્ચે અર્થતંત્રને આગળ વધતું રાખવાનો પ્રયાસ

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે 11 વાગ્યે દેશનું બજેટ રજુ કર્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. વિકાસની વણથનભી ગાડીને જેટ ગતિ આપતા આ બજેટમાં વૈશ્વિક મંદીના ભણાકારા વચ્ચે અર્થતંત્રને આગળ વધતું રાખવાનો પ્રયાસ પણ કરાયો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત પાંચમી વખત બજેટ રજૂ કરશે. છેલ્લા બે વર્ષની જેમ આ વખતે પણ નાણામંત્રી પેપરલેસ બજેટ રજૂ કરશે. વૈશ્વિક મંદીના અવાજ વચ્ચે તમામની નજર મોદી સરકારના આ બજેટ પર છે.સરકારનું આ બજેટમાં વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને સામાન્ય લોકોને રાહત આપવા તેમજ વિકાસ દરને જાળવવાના મુદ્દાને ધ્યાને લઇ તૈયાર થયું છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે આ સામાન્ય બજેટ મહત્વપૂર્ણ છે.  તેનું કારણ એ છે કે આગામી 2024ની સામાન્ય ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે.  આવી સ્થિતિમાં, તે લોકપ્રિય થવાની અપેક્ષા છે.  ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સરકારે અનેક મોટા પગલાં લીધા છે.

બીજી તરફ વૈશ્વિક મંદીના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ આની સામે ભારતીય અર્થતંત્રને વેગ મળતો રહે તે પ્રકારે બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

રાજકોષિય ખાધને અંકુશમાં લાવવા સાથે માળખાગત સુવિધા વધારવા સરકારની નટચાલ

આ વખતે ચૂંટણીના વર્ષમાં સરકાર માટે મોટો પડકાર લોકવાદી નીતિઓ તેમજ  રાજકોષીય ખાધને સંતુલિત કરવાનો છે. આની સાથોસાથ સરકારે માળખાગત સુવિધાઓ વધારવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે .એટલે સરકાર માટે આ બજેટ નટચાલ જેવું બની રહ્યું છે.

જ્યારે સરકાર અર્થતંત્રમાં નાણાં ખર્ચે છે, જો તેની કમાણી ઓછી રહે છે, તો તેમની વચ્ચેના તફાવતને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે.  તેનો અર્થ એ થયો કે સરકારે તેની ક્ષમતા કરતા વધુ ખર્ચ કર્યો છે.  આ મુખ્ય સૂચક છે જે દેશના આર્થિક સ્વાસ્થ્યની સ્થિતિ દર્શાવે છે.  સરકારની રાજકોષીય ખાધના ઘણા કારણો હોઈ શકે છે.  જાણે કે સરકારે અચાનક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે અન્ય મૂડી ખર્ચ પર ઘણો ખર્ચ કરવો પડ્યો.

ખેડૂતો, મજૂરો અને વંચિત વર્ગને મદદ કરવા માટે, તેમણે નાણાકીય સહાય પૂરી પાડવાની હતી.  અથવા કોવિડ જેવી મહામારીના સમયે તેની કમાણી ઘટી હશે, પરંતુ ખર્ચ જરૂર કરતાં વધી ગયો હશે.  આ સંજોગોમાં સરકારની રાજકોષીય ખાધમાં વધારો થવાનું બંધાયેલ છે. સરકારને રાજકોશિય ખાધ અને માળખાગત સુવિધા બન્ને વચ્ચે બેલેન્સ કરીને ચાલવાનું છે.

બજેટ પૂર્વે આમ આદમીને રાહત: એમજીએલએ સીએનજીના ભાવમાં રૂ.2.50 ઘટાડો કર્યો

બજેટ પહેલા મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ)એ મહારાષ્ટ્રના લોકોને મોટી રાહત આપતા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં ઘટાડો કર્યો છે. તે જ સમયે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસી) એ એવિએશન ટર્બાઇન ઇંધણ (એટીએફ)ના ભાવમાં વધારો કરીને બજેટ પહેલા એરલાઇન્સ કંપનીઓને આંચકો આપ્યો છે. એટીએફએ પેટ્રોલિયમ આધારિત બળતણ છે જેનો ઉપયોગ વિમાનના સંચાલન માટે થાય છે. એટીએફના ભાવમાં વધારાને કારણે હવાઈ મુસાફરીના ભાડામાં વધારો થવાની સંભાવના છે.

મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ) દ્વારા સીએનજીના ભાવમાં થયેલા ઘટાડાથી મુંબઈ અને તેની આસપાસ રહેતા લાખો લોકોને રાહત મળી છે. એમજીએલના એક અધિકારીના જણાવ્યા અનુસાર સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો 2.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કિંમતોમાં ઘટાડો થયા બાદ હવે મુંબઈમાં સીએનજીની કિંમત ઘટીને 87 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. પહેલા આ કિંમત 89.5 રૂપિયા પ્રતિ કિલો હતી. સીએનજીના નવા દર 31 ફેબ્રુઆરીની મધરાતથી લાગુ કરવામાં આવ્યા છે.  મુંબઈમાં સીએનજીના ભાવ હવે પેટ્રોલના ભાવ કરતાં 44 ટકા ઓછા છે.

હાલ એમજીએલ દ્વારા જે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેની અસર ચોક્કસ પ્રત્યક્ષ રીતે ગુજરાતમાં નહીં પડે પરંતુ આગામી ટૂંક સમયમાં જ પરોક્ષ રીતે અસર જોવા મળશે.આગામી દિવસોમાં અહં ઓઇલ એજન્સી પણ ભાવમાં ઘટાડો કરે તેવી પ્રબળ શકયતા છે.

સરકારની જીએસટીની આવકમાં વધારો યથાવત રહેતા અર્થતંત્રને મળી રહ્યું છે બુસ્ટર

સરકાર માટે રાજકોશિય ખાધને અંકુશમાં રાખીને માળખાગત સુવિધા વધારવાનો રસ્તો મોકળો થઈ રહ્યો છે. જીએસટી કલેક્શન જુના રેકોર્ડ તોડીને આસમાનને આંબતું જઈ રહ્યું છે. જાન્યુઆરી મહિનાનું સુધીનું જીએસટી કલેક્શન 1,55,922 કરોડ રૂપિયા થયું છે. એપ્રિલ, 2022મા  1.68 લાખ કરોડ રૂપિયા પછીનું બીજું સૌથી મોટું કલેક્શન નોંધવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ત્રીજી વખત જીએસટી કલેક્શન 1.50 લાખ કરોડને પાર થયું છે. ગયા સમાન ગાળાના સરખામણીમાં જીએસટી કલેક્શનમાં 24 ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2022માં જીએસટી કલેક્શન 1.49 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. 1,55,922 કરોડ રૂપિયાના જીએસટી કલેક્શનમાં 28,963 કરોડ રૂપિયા સીજીએસટી, 36,730 કરોડ રૂપિયા એસજીએસટી અને 79,599 કરોડ રૂપિયા આઇજીએસટી છે.

79,599 કરોડ રૂપિયાના આઇજીએસટીમાં 37,118 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પરના છે. જ્યારે 10,630 કરોડ રૂપિયા સેસના છે. 10.630 કરોડ રૂપિયાના સેસમાં 768 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પરના છે.  જાન્યુઆરી, 2022ની સરખામણીમાં જાન્યુઆરી, 2023માં જીએસટી કલેક્શન 24 ટકા વધારે રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ત્રીજી વખત જીએસટી કલેક્શન 1.50 લાખ કરોડને પાર થયું છે.  ડિસેમ્બર, 2022માં 8.3 કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં. જે અત્યાર સુધીના સૌથી વધારે છે. આ અગાઉ 7.9 કરોડ ઇ-વે બિલ નવેમ્બર, 2022માં જનરેટ કરવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર, 2022 સુધીના ત્રીજા કવાર્ટરમાં કુલ 2.42 કરોડ જીએસટી રિટર્ન ભરવામાં આવ્યા હતાં. ગયા વર્ષના સમાન ગાળામાં જીએસટી રિટર્નની સંખ્યા 2.19 કરોડ હતી.

શું ધનાઢ્ય લોકો ઉપર સંપત્તિ વેરો ફરી લાગુ કરાશે?

સંપત્તિ વેરો જો લાગુ કરાઈ તો દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત બનશે

ભારતમાં આર્થિક અસમાનતા  ઝડપથી વધી રહી છે. મહામારી દરમિયાન અબજોપતિઓની સંપત્તિમાં અધધધ 121 ટકાનો વધારો થયો પણ કુલ કરવેરા વસૂલાતમાં યોગદાન અત્યંત ઓછુ છે. બીજી બાજુ 50 ટકા વસ્તી પાસે માત્ર 3 ટકા જ સંપત્તિ અને તેઓ સૌથી વધારે ટેક્સ ચૂકવે છે. ધનિક વ્યક્તિઓ વન-ટાઇમ ટેક્સ  લાદવાની માંગણી કરવામાં આવી હતી.

ભારતની 40 ટકાથી વધારે સંપત્તિ પર દેશના માત્ર એક ટકા અબજોપતિઓનો કબ્જો છે.  ભારતના 1 વ્યકતિ પાસે દેશની 40 ટકા સંપત્તિ છે. જ્યારે 50 ટકા વસ્તી પાસે દેશની કુલ સંપત્તિના માત્ર ત્રણ ટકા જેટલો હિસ્સો છે. જે ભારતમાં વધી રહેલી આર્થિક અસમાનતાના સંકેત આપે છે. જેથી એ વાત સ્પષ્ટ છે કે, આર્થિક અસમાનતા ઘટાડવા માટેના પગલાં લેવાની પણ માંગ કરી છે.

ભારત દેશમાં કર અંગે જો વાત કરવામાં આવે તો એક સમયે ધનાઢ્ય લોકો ઉપર સંપત્તિ વેરો લાદવામાં આવતો હતો. ગરીબ લોકો તેમની આવક કરતાં વધારે ટેક્સ ચૂકવે છે અને તેમને ધનિકોની સરખામણીએ આવશ્યક વસ્તુઓ અને સેવાઓ પર વધારે ખર્ચ કરવો પડે છે. હવે સમય આવી ગયો છે કે ધનાઢ્યો પર એવી રીતે ટેક્સ લગાવવામાં આવે કે તેઓ દેશના કુલ ટેક્સ ક્લેક્શનમાં તેઓ વાજબી ટેક્સ ચૂકવી શકે.

કેન્દ્રીય નાણાંમંત્રીને સંપત્તિ વેરો અને વારસાગત વેરો જેવા પ્રોગ્રેસિવ ટેક્સ લાદવાની વિનંતી કરી છે, કારણ કે આ કર ઐતિહાસિક રીતે આર્થિક અસમાનતા ઘટાડવામાં અસરકારક સાબિત થયા છે.  ભારતના 80 ટકાથી વધુ લોકો ધનપતિઓ અને કોવિડ- 19 મહામારી દરમિયાન રેકોર્ડ નફાની કમાણી કરનાર કંપનીઓ પર ટેક્સ લાદવાની તરફેણમાં છે. આ સર્વેમાં 90 ટકાથી વધુ લોકોએ અસમાનતા ઘટાડવા માટે બજેટમાં જોગવાઈ કરવાની પણ માંગ કરી છે.

સંપત્તિ વેરો શું કામ વસુલવામાં આવતો હતો?

સરકારે 2015માં વેલ્થ ટેક્સ નાબૂદ કર્યો હતો. તેને મોદી સરકારનો મોટો સુધારો કહેવામાં આવ્યો. નાણાકીય વર્ષ 2013-14માં ભારતમાં કુલ સંપત્તિનું કલેક્શન રૂ. 1,008 કરોડ હતું. એક એવો ટેક્સ છે .જેની વસૂલાતની કિંમત ઊંચી આવક અને ઓછી ઉપજ, તેની જાળવણી ક્યાં કરવી? ઓછી આવક ધરાવતા લોકો કરતાં શ્રીમંત લોકોએ વધુ ટેક્સ ચૂકવવો જોઈએ. તેથી જ વેલ્થ ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે, ખૂબ જ અમીર લોકો પર વધારાનો 2% સરચાર્જ લાદવામાં આવી રહ્યો છે જે લોકોની કરપાત્ર આવક રૂ. 1 કરોડથી વધુ છે જે આ ટેક્સ નિયમોને સરળ બનાવવામાં મદદ કરશે. વિભાગ પાલન અને ટેક્સ બેઝ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, કેટલાક સંગઠનો તરફથી સુપર રિચ લોકો પર ફરીથી વેલ્થ ટેક્સ લાદવાની માંગ કરવામાં આવી છે. તેમની દલીલ છે કે આ નાણાં સરકારની કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચી શકાય છે.

લોંગ ટર્મ કેપિટલ ગેઈન મારખામાં ફેરફાર થાઈ તેવી શક્યતા

કેપિટલ ગેઇન ટેક્સના વિવિધ દરો છે. લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડી લાભ માટેના નિયમો અલગ-અલગ છે. વિવિધ એસેટ વર્ગો માટે નિયમો અલગ-અલગ છે. ઉદાહરણ તરીકે, લિસ્ટેડ શેરો માટે લાંબો સમયગાળો એક વર્ષનો છે, જ્યારે અનલિસ્ટેડ શેરો માટે તે બે વર્ષનો છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ માટે, તે ત્રણ વર્ષ છે. નીચા કર દર અથવા ઇન્ડેક્સેશનનો લાભ અમુક અસ્કયામતો પર ઉપલબ્ધ છે જો તે લાંબા ગાળાની શ્રેણીમાં આવે છે. તેથી, જો કોઈપણ સંપત્તિ પર હોલ્ડિંગનો સમયગાળો વધારવામાં આવે છે, તો તે કરદાતાઓ પર વધારાનો બોજ નાખશે. જો કે, જો હોલ્ડિંગનો સમયગાળો ઘટાડવામાં આવે તો આ નિર્ણય આવકાર્ય ગણાશે.

આગામી 3 વર્ષમાં અર્થવ્યવસ્થા 3 ટ્રીલિયન ડોલરને આંબી જશે

મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર સારી કામગીરી કરવા માટે સેટ છે અને બાકીના દાયકામાં 6.5-7 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા છે.  આ દરમિયાન, તેમણે એમ પણ કહ્યું કે પડકારો હોવા છતાં 2023-24 દરમિયાન મોંઘવારી ઘણી હદ સુધી નિયંત્રણમાં રહેશે. તેઓએ કહ્યું કે 2026 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 3 ટ્રીલિયન ડોલરની થઇ જશે. ચાલુ નાણાકીય વર્ષ માટે આરબીઆઈનો અંદાજિત છૂટક ફુગાવો 6.8 ટકા ન તો ખાનગી વપરાશને નિયંત્રિત કરવા માટે ખૂબ ઊંચો છે અને રોકાણ માટે પ્રેરિત કરવા માટે ખૂબ ઓછો નથી, એમ આજે જાહેર કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે.

નાગેશ્વરને જણાવ્યું હતું કે જ્યાં સુધી તેલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી નીચે રહેશે ત્યાં સુધી અનુમાનિત વૃદ્ધિ દર યથાવત રહેશે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022માં જાહેર ખર્ચની ગુણવત્તામાં સુધારો થયો છે અને સરકાર બજેટ ખાધના આંકડા સાથે વધુ પારદર્શક બની છે.  આ સાથે જાહેર ખરીદીમાં પારદર્શિતા વધી છે.

આર્થિક સર્વેક્ષણ 2023 પર, મુખ્ય આર્થિક સલાહકાર ડો. વી. અનંત નાગેશ્વરને કહ્યું કે અર્થતંત્રની પુન:પ્રાપ્તિ પૂર્ણ થઈ ગઈ છે;  નોન-બેંકિંગ અને કોર્પોરેટ સેક્ટરમાં હવે સ્વસ્થ બેલેન્સશીટ છે.  આપણે હવે રોગચાળામાંથી પુન:પ્રાપ્તિ વિશે વાત કરવાની જરૂર નથી, આપણે આગળના તબક્કા તરફ ધ્યાન આપવું પડશે.  તેમણે માહિતી આપી હતી કે સરકાર 6.4% રાજકોષીય ખાધ તરફ આગળ વધી રહી છે.  એપ્રિલથી નવેમ્બર 2022 સુધીમાં કુલ કર આવકમાં 15.5%નો વધારો થયો છે.  2023 ના પ્રથમ 3 ત્રિમાસિક ગાળામાં

જીએસટી આવક તરીકે રૂ. 13.40 લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.  નાણાકીય વર્ષ 2015 થી નાણાકીય વર્ષ 2023 સુધી વાયેબિલિટી ગેપ ફંડિંગ સ્કીમ હેઠળ ડીઇએ દ્વારા રૂ. 2982.4 કરોડનું વિતરણ કરવામાં આવ્યું.

લોકોની અપેક્ષા અને આકાંક્ષાઓને પૂર્ણ કરનારૂં બજેટ: મોદી

વડાપ્રધાન મોદીએ સંસદના બજેટ સત્રની શરૂઆત પહેલા સંબોધન કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આર્થિક જગતમાં ઓળખ ધરાવતા લોકોનો અવાજ આશાનું કિરણ લાવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રથમ વખત યુનાઈટેડ હાઉસને સંબોધન કરવા જઈ રહ્યા છે. તેમનું સંબોધન ભારતના બંધારણ, સંસદીય પ્રણાલીનું ગૌરવ છે અને આજે મહિલાઓના સન્માનનો પ્રસંગ પણ છે. આજની વૈશ્વિક પરિસ્થિતિમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતના બજેટ તરફ છે. વિશ્વની આર્થિક પરિસ્થિતિમાં દમડોલ ભારતનું બજેટ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરશે, પરંતુ વિશ્વ જે વધુ પ્રકાશમાં આશાનું કિરણ લાવશે. મને ખાતરી છે કે નિર્મલાજી આ અપેક્ષાઓ પૂરી કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે અને સામાન્ય જનતાના હિતને પણ ધ્યાનમાં લેવાશે.

આરોગ્ય, શિક્ષણ, ખાદ્ય સુરક્ષા અને રોજગારી ઉપર સરકારનું ફોક્સ 

સરકાર દ્વારા બજેટમાં આરોગ્ય, શિક્ષણ, ખાદ્ય સુરક્ષા અને રોજગારી ઉપર વધુ ફોક્સ રાખવામાં આવ્યું છે. સામાન્ય લોકોને આ ચાર મુદા જ સૌથી વધુ અસરકર્તા હોય સરકારે સામાન્ય લોકોની જરૂરિયાતને ધ્યાને લઈને આ ચાર મુદ્દે વધુ ધ્યાન કેન્દ્રિત કરી લોકોની અપેક્ષાને ફળીભૂત કરવાનો પ્રયત્ન કર્યો છે. કોરોના સમયે આરોગ્ય ક્ષેત્રનું જે મહત્વ સમજાયુ હતું તેના ઉપરથી શીખ લઈને સરકારે આરોગ્ય ક્ષેત્રે વિવિધ જોગવાઈ કરી છે. આ ઉપરાંત ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને સરકારે રોજગારી સર્જન માટેના દ્વાર ખોલ્યા છે. આ ઉપરાંત સરકારે શિક્ષણ ક્ષેત્ર માટે પણ મહત્વની જોગવાઈઓ કરી છે.

બજેટને માર્કેટે વધાવ્યું: સેન્સેક્સે ફરી 60 હજારની સપાટી કુદાવી

બજેટ ઉપરાંત યુએસ ફેડ રેટમાં વધારાની શક્યતાએ માર્કેટ ગ્રીન ઝોનમાં

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં મોદી સરકારનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે. આ બજેટને લઈને દરેક ક્ષેત્રના લોકોમાં વિશેષ ઉત્સાહ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સામાન્ય જનતા અને રોકાણકારો બજેટમાંથી પોતાના માટે ખાસ આશા રાખીને બેઠી છે. ભારતીય શેરબજારના રોકાણકારોની સંતુલિત બજેટની આશા ફળીભૂત થઈ છે. બજેટ સારું રહેવાની આશાઓ વચ્ચે બજારે જોરદાર આવકાર આપ્યો છે. બજેટ પહેલા શેરબજાર ખુબ સારી સ્થિતિમાં ખુલ્યું છે. આ ઉપરાંત બજારને યુએસ ફેડ રેટની પણ અસર થઈ છે. યુએસ ફેડ રેટમાં 25 બેઝીસ પોઇન્ટના વધારાની અપેક્ષા છે.

આજે નિફટી 149.45 અંક મુજબ 0.85% વધીને  17,811.60 ઉપર ખુલ્યો છે તો બીજી તરફ સેન્સેક્સએ 451.27 પોઇન્ટ અનુસાર 0.76%વધીને  60,001.17 ઉપર કારોબારની શરૂઆત કરી છે.અર્થતંત્રને સુધારવા પર ભાર સામાન્ય બજેટમાં દેશમાં તમામ પ્રકારના રોકાણમાં યોગદાન આપનારા રોકાણકારો, રોજગારમાં વધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચમાં વધારો, ખાધને દૂર કરવા અને ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો કરે છે. બજારની આજે 10:30 વાગ્યાની સ્થિતિ જોઈએ તો સેન્સેક્સમાં 530 પોઇન્ટ, નિફટીમાં 145 અને બેન્ક નિફટીમાં 600 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

સામાન્ય બજેટ પહેલા શેરબજારોમાં સામાન્ય રીતે સુસ્તીનું વાતાવરણ જોવા મળે છે. એકંદરે છેલ્લા 10 વર્ષમાં બજેટ પહેલા 6 વખત વધારો થયો છે અને બાકીના સમયમાં ઘટાડો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.