Abtak Media Google News

નગરપાલિકાનાં વિકાસ કાર્યોમાં ભેદભાવની નીતિને લઈ ભાજપે જનરલ બોર્ડનો વિરોધ કર્યો

ધોરાજી નગરપાલિકાની ખાસ સાધારણ સભા ટાઉનહોલ ખાતે યોજાઇ હતી.ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલ જનરલ બોર્ડમાં કુલ ૧૧ એજન્ડાઓ તેમજ ૧૨ મા એજન્ડા મા ચેર માંથી વિષયો લેવાયા હતા.

મુખ્ય એજન્ડા મા ધોરાજી નગરપાલિકા ૨૦૧૯ અને ૨૦૨૦ નું બજેટ તેમજ ૧૪માં નાણાપંચ ૧૮ /૧૯ બીજા તબક્કાની ગ્રાન્ટો ના કામ પસંદ કરવા બાબત તેમજ જુદી જુદી શાખામાં વાર્ષિક માલસામાન અને મજૂરી ના કોન્ટ્રાક્ટ આપવા અંગે નિર્ણય તેમજ બહાલી થયેલા કામો મંજુર કરવા બાબત મુદ્દાઓ લેવાયા હતા.

ધોરાજી નગરપાલિકા માં વિરોધ પક્ષ ભાજપ દ્વારા જનરલ બોર્ડના તમામ મુદ્દાઓનો લેખિત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો વિરોધ પક્ષના ઉપનેતા પરેશભાઈ વાગડીયા એ વાંધો રજૂ કરતા જણાવેલ કે ચેરમાંથી થતા ઠરાવો માં ભેદભાવભરી નીતિ વાપરવામાં આવે છે જુના ઠરાવો મા આયોજનમાં લેવાયા કામોમાં વોર્ડ નંબર ૧, ૬ અને ૯ માંથી કામ રદ કરી વોર્ડ નંબર ૨, ૩ અને ૭ મા ૫૦ લાખ ના વધુ કામો લઈ સતાનો દુરુપયોગ કરાતો હોવાનું જણાવેલ હતું..

જોકે ધોરાજી નગરપાલિકા મા સતારૂઢ કોંગ્રેસ પક્ષના બહુમતી સભ્યો ના જોરે જનરલ બોર્ડ મા એજન્ડા ઓ પસાર થયા હતા..

ધોરાજી નગરપાલિકા ના જનરલ બોર્ડ મામલે ધોરાજી શહેર ભાજપ પ્રમુખ હરસુખભાઈ ટોપિયા એ કોંગ્રેસ ના પાલિકાના સતાધીશો સામે પ્રહાર કરતા જણાવેલ કે નગરપાલિકાના કોંગ્રેસના શાસકો દ્વારા અગાઉ ૧૬ કરોડના કામોના આયોજનમાં શહેરના અમુક વોર્ડ પરત્વે ભેદભાવ રાખી ઠરાવો માં ફેરફાર કરવામાં આવ્યા હતા અને ધોરાજીમાં વિકાસના નામે અસમતોલ પણું ઉભુ કર્યું હતું.. અને ધોરાજીના વોર્ડ નંબર ૨ અને વોર્ડ નંબર ૩ માત્ર આ બે વોર્ડમાં જ મોટાભાગના  કામો આયોજનમા લેવાયા.. જેની સામે નગરપાલિકા નિયામકને સત્ય ધ્યાન દોરી રજુઆત કરાતા નગરપાલિકા નિયામક દ્વારા સત્તાધીશો પાસે કલમ ૨૫૮ હેઠળ ખુલાસો માંગવામાં આવ્યો છે.

આ બાબતે દ્વેષ ભાવ રાખી આજ રોજ યોજાયેલા બોર્ડમાં ફરી ભાજપના વોર્ડમાં લીધેલા કામો રદ કરી વોર્ડ નંબર ૨ અને ૩ માં વધારે ૫૦૦૦૦૦૦ જેવી રકમના કામો આયોજન હેઠળ લેવાયા.

ધોરાજી નગરપાલિકા દ્વારા ચોક્કસ વિસ્તારોમાં જ કામો આયોજન હેઠળ લેવાયા છે જ્યારે શહેરમાં અમુક વિસ્તારો અને અમુક વોર્ડમાં ઇરાદાપૂર્વક રાગદ્વેષ રાખી સપ્રમાણ કામો હાથ ધરાતા નથી તેવું અમારુ અને ધોરાજીના નગરજનોની માનવું છે.

અને જો કોંગ્રેસ ના સત્તાધીશોએ સમગ્ર શહેર નો સમતોલ વિકાસ કરવો જ હોય તો શહેરમાં ગ્રાન્ટો ના કામો નું આયોજન ફરીથી કરે અને સમગ્ર શહેરમાં સપ્રમાણ ગ્રાન્ટની ફાળવણી તેમજ સપ્રમાણ રોડ રસ્તાના તેમજ વિકાસ ના કામો હાથ ધરવા જોઈએ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.