Abtak Media Google News

બોર્ડની સુરક્ષાની સાથોસાથ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે

ભારતીય સેનાના 29માં સૈન્ય વડા તરીકે પદભાર ગ્રહણ કરતા  જનરલ મનોજ પાંડે પડોશી દેશો કે જે દેશ વિરોધી કૃત્ય કરતા હોય તેમને આડકતરી રીતે જવાબ આપી દીધો છે અને તેઓએ જણાવ્યું છે કે હવે સીમાની અંદર કોઈપણ પ્રકારે ચકલું ફરકવા નહીં દેવાય. સાથોસાથ તેઓ જણાવ્યું હતું કે તેમના આવ્યા બાદ હવે બોર્ડર સુરક્ષાની સાથોસાથ ટેકનોલોજી ઉપર પણ વધારે ધ્યાન કેન્દ્રિત કરાશે અને અદ્યતન શસ્ત્ર-સરંજામ મેળવી દેશની સુરક્ષા માટે કાર્ય કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતુ કે હાલ બદલતા સમયમાં ભારતે ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ તે હવે જા સમય સુધી નહીં રહે અને સૈન્ય પણ ટેકનોલોજીથી સુસજ્જ બની રહ્યું છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલ આર્મી મેક ઇન ઇન્ડિયા ઉપર વધુ ને વધુ ભાર મૂકશે અને ભારત દેશમાં બનેલા સ્વદેશી હથિયારોનો ટેકનોલોજીના ઉપયોગ ના સહારે તેનો ઉપયોગ વિરોધીઓ વિરુદ્ધ કરાશે. ભારતીય સેનાના નવા વડાએ જણાવ્યું હતું કે હવે એલએસી પર પરિસ્થિતિ સામાન્ય છે. યથાસ્થિતિને બદલવા માટે, એક તરફી અને બળપૂર્વક કાર્યવાહી અમારા વિરોધી(ચીન) દ્વારા કરવામાં આવી હતી, જેનો મને લાગે છે કે પૂરતો જવાબ આપવામાં આવ્યો છે. આર્મી ચીફ જનરલ પાંડેએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં અમે જોખમનું મૂલ્યાંકન કર્યું છે અને આ ખતરા માટે આપણા સૈન્ય દળો મજબૂત બનાવવા કામ કર્યુ છે. તેમણે કહ્યું, જ્યાં સુધી એલએસીનો સવાલ છે, ત્યાં સુધી આપણા  સૈનિકો ખૂબ જ મજબૂત અને નિરાકરણ માટે હાજર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.