Abtak Media Google News

ગાયકવાડ 57 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 99 રનની વિસ્ફોટક ઇનિંગ રમી

મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં કેપ્ટનશિપ આવતા જ ચેન્નાઈ સુપર કિંગ્સનું નસીબ આડેનું પાંદડું હટી ગયું છે. આઈપીએલ 2022 પહેલી ધોનીએ ચેન્નાઇની  કેપ્ટનશીપ છોડી હતી અને ટીમની કમાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના હાથમાં આવી હતી. જોકે, બોલિંગમાં ફ્લોપ થવાની સાથે કેપ્ટનશિપમાં કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. આ પછી ધોનીને કેપ્ટનશીપ પાછી આપવાનો નિર્ણય કર્યો. જાડેજાએ કેપ્ટનશિપ છોડ્યા પછી પહેલી જ મેચમાં ચેન્નાઈને હૈદરાબાદ સામે જીત મળી છે.

હૈદરાબાદ સામે ચેન્નાએ બેટિંગ કરીને 2 વિકેટમાં 202 રન બનાવ્યા હતા. જેમાં રૂતુરાજ ગાયકવાડે 99 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 189 રન જ બનાવી શકી હતી. જેમાં નિકોલસ પૂરણે 64 રન બનાવ્યા હતા જ્યારે મુકેશ ચૌધરીએ 4 વિકેટ લીધી હતી.

ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીએ પહેલી વિકેટ માટે 107 બોલમાં 182 રન કર્યા હતા. તેવામાં હૈદરાબાદના લગભગ દરેક બોલરને આ જોડીએ ચોગ્ગા-છગ્ગા ફટકારી ધોઈ નાખ્યા હતા. જોકે ત્યારપછી નટરાજને ઋતુરાજ ગાયકવાડને આઉટ કરી આ પાર્ટનરશિપ તોડી હતી. તમને જણાવી દઈએ કે ગાયકવાડ 57 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 99 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. આ યુવા ઓપનર માત્ર 1 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો.

આઇપીએલ 2022ની 46મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે 13 રનથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. જછઇંને 203 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં ટીમ માત્ર 189/6નો સ્કોર જ નોંધાવી શકી અને મેચ હારી ગઈ હતી. આ દરમિયાન ઈજઊં તરફથી મુકેશ ચૌધરીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.