Abtak Media Google News

મા આદ્યશક્તિની ઉપાસનાના નવ દિવસ એટલે નવરાત્રી ત્યારે માતાની ભક્તિ માત્ર ભારત જ નથી કરતુ પણ કેટલાક વિદેશી રાજ્યોમાં પણ ભક્તો માના દરબારમાં શીશ ઝુકાવે છે. કેટલાક મુસ્લિમ દેશોમાં માતાજીના મંદિરમાં મુસલમાનો હાજરી પુરાવે છે. આ પ્રાચીન મંદિરોમાં મુસલમાનો પણ કરે છે વિશ્વાસ. અને સદીઓથી અહિં મા દુર્ગાની સેવા પૂજા થાય છે. ઇતિહાસ અનુસાર, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ પણ ભારતખંડનો હિસ્સો હતા. બદલાતા સમય અને પરિસ્થિતિઓ વચ્ચે તેઓ અલગ અલગ દેશ બની ગયા.

મા ઢાકેશ્વરી : ઢાકા, બાંગ્લાદેશ :

Maxresdefault 27

બાંગ્લાદેશની રાજધાની ઢાકાનું નામ માતાજીના મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં આ શહેરમાં માતા ઢાકેશ્વરીનું મંદિર સ્થિત છે, જેમના નામ પર આ શહેરનું નામ ઢાકા રાખવામાં આવ્યું. ભારતના વિભાજન પહેલા તે ભારતનાં પ્રમુખ મંદિરોમાંથી એક હતું. આ મંદિરની ગણના માતાજીનાં 51 શક્તિપીઠોમાં કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, અહીં માતા સતીનાં આભૂષણ પડી ગયાં હતાં. ઢાકા સ્થિત આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં સેન વંશના રાજા બલ્લા સેને કરાવ્યું હતું. નવરાત્રીમાં અહીં ભક્તોની લાંબી કતાર જોવા મળે છે.

મા આશમાઈ – કાબૂલ, અફઘાનિસ્તાન :

512Dscd

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં માતા શક્તિનું મંદિર આશા પહાડ પર સ્થિત છે. એવી માન્યતા છે કે, માતા શક્તિ આશમાઈ રૂપમાં પોતાના ભક્તોની દરેક આશા પૂરી કરે છે. તેથી તેમને આશમાઈ કહેવાય છે. માતાના આ સ્વરૂપના નામ પર આ પહાડનું નામ આશા પહાડ પડ્યું છે. આ મંદિરમાં માતાજી ઉપરાંત અન્ય દેવતાઓની મૂર્તિઓ પણ છે. આ મંદિર પાસે એક મોટી શિલા છે. આ શિલાને પંજસીરના જોગી નામથી પણ ઓળખવામાં આવે છે. આ જોગી વિશે માન્યતા છે કે, લગભગ 151 વર્ષ પહેલાં જોગી આ સ્થાન પર તપસ્યા કરવા આવ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોએ તેમને ખૂબ પરેશાન કર્યા હતા. તેથી તેઓ શિલારૂપ લઈને માતાનાં ચરણોમાં સ્થાપિત થઈ ગયા. ત્યારથી આ શિલાને તેમના નામથી ઓળખવામાં આવે છે.

માતા હિંગળાજ – પાકિસ્તાન :

Hinglaj1 1539771404

પાકિસ્તાનમાં હિંગળા નદી પાસે સ્થિત છે હિંગળાજ માતાનું મંદિર. આ મંદિર પણ માતાજીનાં 51 શક્તિપીઠોમાંથી એક છે. ધાર્મિક માન્યતા એવી છે કે, જે પણ ભક્ત આ મંદિરમાં શીશ નમાવે છે, તેણે પૂર્વજન્મનાં કર્મોનો કષ્ટ ભોગવવા પડતા નથી. એવું કહેવાય છે કે, પરશુરામે 21 વાર ક્ષત્રિયોનો અંત કર્યો હતો. આવામાં બચી ગયેલા ક્ષત્રિયો માતાની શરણમાં આવ્યા હતા અને પોતાની રક્ષા માટે અભય દાન લીધું હતું. ભારતમાં જે મહત્ત્વ વૈષ્ણો દેવી મંદિરનું છે, પાકિસ્તાનમાં પણ આવું જ મહત્ત્વ હિંગળાજ માતાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.