Abtak Media Google News

ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસવાટ કરતા બીન મુસ્લિમોને ભારતમાં નાગરિકત્વ મેળવવા માટે વર્ષોથી ચાલતી લાંબી કાર્યવાહી વધુ સરળ બની રહે તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પાંચ રાજયના ૧૩ જિલ્લાના કલેકટરને હિન્દુ લઘુમતીઓને ભારતમાં વસવાટ માટે છુટ આપવાની સત્તા સોપવામાં આવી છે. રાજયના રાજકોટ, મોરબી, પાટણ અને વડોદરાના જિલ્લા કલેકટરને આ વિશેષ સત્તાથી બીન મુસ્લિમોને ભારતના નાગરિક બનાવી શકે તેવી કાયદાકીય સતા સોપવામાં આવી છે.

ગુજરાત સહિત પાંચ રાજયના ૧૩ જિલ્લાઓના કલેકટરને કેન્દ્રીય ગૃહ મંત્રાયલ દ્વારા અપાઇ વિશેષ સત્તા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગત તા.૨૮ મેના રોજ મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુ લઘુમતિઓને ભારતના નાગરિક બનાવવા અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત, રાજસ્તાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબ રાજયના ૧૩ જિલ્લાના કલેકટર દ્વારા બીન મુસ્લિમોને ભારતના નાગરિકત્વ મેળવવા માટે કેન્દ્ર સરકારને વધુ અરજીઓ મળતી હતી. કેન્દ્ર સરકારમાં આ અરજીના નિકાલમાં લાંબો સમય પસાર થતો હોવાથી પાંચેય રાજયના ૧૩ જિલ્લાના કલેકટર દ્વારા બીન મુસ્લિમને ભારતના નાગરિક બનાવવાની વિશેષ સત્તા સોપવામાં આવી છે.

રાજકોટ, મોરબી, પાટણ અને વડોદરા જિલ્લાના કલેકટર દ્વારા હિન્દુઓને ભારતના નાગરિક બનાવાશે

૨૦૧૮ની શરૂઆતમાં આ સત્તા કલેકટરને છત્તીગઢના રાયપુર જિલ્લાના કલેકટરને સોપવામાં આવી હતી. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોર, મહારાષ્ટ્રના નાગપુર, મુંબઇ, પુણે અને થાણે, રાજસ્થાનના જોધપુર, જેસલમેર અને જયપુર, ઉત્તર પ્રદેશના લખનૌ અને દિલ્લાના પશ્ર્ચિમ દિલ્હી અને દક્ષિણ દિલ્હીના સાત રાજયમાં ગૃહ સચિવો સિવાઇ શુક્રવારે જારી કરેલા નાગરિકતા માટેની ઓન લાઇન અરજી કરવી પડશે અરજીની ચકાસણી કલેકટર અને સેક્રેટરી દ્વારા એક સાથે કરવામાં આવશે. જિલ્લા કક્ષા અને રાજય કક્ષાએ આવેલી અરજીના અહેવાલ કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર મુકવામાં આવશે.

ભારતના નાગરિક બનવા માટે કેન્દ્રમાંથી મંજુરી લેવાની લાંબી કાર્યવાહી બની સરળ

જિલ્લા કલેકટર અને સેક્રેટરી આ પ્રકારની અરજીની તપાસ કરશે અને અરજદારની યોગ્યતાની ખાતરી કરવા માટે જરૂરી ચકાસણી અને અલગ અલગ એજન્સીઓને તપાસ માટે મોકલવામાં આવશે જેઓએ અભિપ્રાય આવ્યા બાદ અરજદારની અરજીની યોગ્યતાના આધારે નોંધણી અથવા પ્રકૃતિકરણ બાદ ભારતીય નાગરિકતા આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય નાગરિક્ત્વ દ્વારા નોંધાયેલા બીન મુસ્લિમોની નોંધણી સાત દિવસની અંદર કેન્દ્ર સરકારને મોકલવાની રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નકલનો હુકમ સત્તાવાર ગેજેટમાં પ્રસિધ્ધ કર્યા બાદ તેનો અમલ ગણી બીન મુસ્લિમો ભારતીય નાગરિકો બની શકશે તેમ અંતમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.