Abtak Media Google News
  • લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાના કારણે તમામ 20 દરખાસ્તો રખાઇ પેન્ડિંગ

રાજકોટ મહાનગર પાલિકામાં આજે બપોરે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. હાલ લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાના કારણે સતત બીજી વખત ખડી સમિતિની બેઠકમાં તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. આચાર સંહિતા ચાર જૂન બાદ પૂર્ણ થવાની હોય હજુ એક વખત ખડી સમિતિની બેઠક મળશે. જેમાં દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવશે.

Advertisement

બીપીએમસી એક્ટના નિયમ મુજબ મહાપાલિકામાં દર મહિને એકવાર ફરજીયાતપણે ખડી સમિતિની બેઠક બોલાવવી પડે છે. આ નિયમના પાલન માટે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જે માત્ર ગણતરીની સેક્ધડોમાં પૂરી થઇ ગઇ હતી. એકપણ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવનાર ન હોવાના કારણે સ્ટેન્ડિંગ પૂર્વે મળતી ભાજપના કોર્પોરેટરોની સંકલન સમિતિની બેઠક આજે પણ બોલાવવામાં આવી ન હતી. આગામી 30મી મે પહેલા હવે પછીની સ્ટેન્ડિંગ મળશે. જો કે, લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા 6 જૂને ઉઠતી હોવાના કારણે આગામી બેઠકમાં પણ તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.