Abtak Media Google News

એસેસમેન્ટ વર્ષ 2021-22ના રિટર્ન ભરવાની અવધિ લંબાવાશે: ગત વર્ષ  કરતાં ફાયલિંગ ઓછું થયું

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ અને આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ કે જે રિટર્ન ફાઇલ નું વેરિફિકેશન કરવામાં ચૂકી ગયા હોય તેમના માટે ફરિ બે મહિનાની સમય અવધિ મેળવવા માં આવી છે અને તે ફેબ્રુઆરી 28 ના રોજ પૂર્ણ થશે ત્યારે બોર્ડે એ વાતની પણ તાકીદ કરતા જણાવ્યું છે કે જે લોકોના રીટન વેરિફિકેશન બાકી હોય તે ઝડપ ભેર કરાવે. બીજી તરફ એસેસમેન્ટ વર્ષ 2021-2022માં સાથે રિટર્ન ભરવાની આવી લંબાવવામાં આવી છે સામે રિટર્ન ફાઇલિંગ પણ એટલા જ અંશે ઓછા થયા છે. સરકાર પણ આ મુદ્દે સૌથી વધારે તો નવાઈ નહીં.

ચાલુ અસેસમેન્ટ વર્ષમાં 5 કરોડથી વધુના રિટર્ન ફાઇલ થયા છે. ગત વર્ષને સરખામણીમાં ખૂબ જ ઓછા છે ત્યારે એ વાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે સરકાર આ અંગેની અવધિ વધારે એટલું જ નહીં નાણાકીય વર્ષ 2019-20માં આશરે 6 કરોડ જેટલા રિટર્ન ફાઇલ થયા હતા અને તે સમયે પણ ફરી બોર્ડ દ્વારા ડેડલાઇન વધારવામાં આવી હતી. સરકારનો મુખ્ય એ જ હોય છે કે જે સમય અવધિ વધારવામાં આવે તેમાં કરદાતા વધુને વધુ તેમના રિટર્ન ફાઇલ કરે જેથી નવી આવક પણ બોર્ડને ઊભી થાય.

રીતે નિયમ અનુસાર જે વ્યક્તિએ પોતાના રિટર્ન ફાઇલ તેની ડિજિટલ સિગ્નેચર થાકી ન કર્યા હોય તો તેઓએ તેને માન્યતા આધારના ઓટીપી અથવા નેટબેન્કિંગ મારફતે આપવું પડશે. હાલ સરકાર અને સીબીડીટી વધુને વધુ કરદાતાઓને રીઝવવા તેઓને વિવિધ રીતે પ્રોત્સાહિત કરી રહ્યું છે જેથી તેમનો જે લક્ષ્ય છે તે આસાની થી પૂર્ણ થઈ શકે.  કેન્દ્ર સરકાર દ્વારા દરેક મુદ્દે કરદાતાઓ માટે અવધિ વધારવામાં આવી રહી છે જેનો ખરા અર્થમાં લાભ લેવો એટલો જ જરૂરી છે.

હવે ફેસલેસ અપીલમાં પણ વીડિયો હિયરિંગ કરવાની બોર્ડની હિમાયત

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસે આવકવેરા વિભાગમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કીમને અમલી બનાવી છે. ત્યારે લીટીગેશન માં બોર્ડ વિડિયો હિયરિંગ કરવા માટેની પરવાનગી આપી હતી જેમાં કરદાતા યોગ્ય રીતે તેમના દાવો બોર્ડ સમક્ષ અથવા તો જે વિડીયો હિઅરીંગ કરતા હોય તેમની સમક્ષ મૂકી શકતા હતા બીજી તરફ બોર્ડ દ્વારા હવે અપીલમાં પણ ફેસલેસ વિડીયો હિયરિંગ નો વિકલ્પ કરદાતાઓને આપ્યો છે.

તેથી અપીલમાં જે કોઈ કરદાતાને આવકવેરા વિભાગ તરફથી અસંતોષ અથવા તો તેમના કોઈ જરૂરી મુદ્દા દેખાડવામાં આવ્યા ન હોય તેનો ઉલ્લેખ પણ તેઓ ખૂબ સહજતાથી વિડીયો હિયરિંગ માં કરી શકશે ત્યારે બોર્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી કરદાતાઓને ઘણા ફાયદાઓ પહોંચશે અને અપીલ માં જે જટીલ મુદ્દાઓ જોવા મળતા હોય છે તેને પણ દૂર કરાશે . હવે આવકવેરા વિભાગ માં માત્ર લીટીગેશન થયેલા કે ઉપર જ વીડિયો કોલિંગ કરવામાં આવતા હતા જે હવે અપીલમાં પણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.