Abtak Media Google News

ત્રણ કરોડથી વધુ કરદાતાઓએ પોતાના રિટર્ન ભર્યા : વર્ષ 2021માં આવકવેરા વિભાગની આવક 6.45 લાખ કરોડે પહોંચી

કોરોના ના કપરા સમય બાદ દેશની આર્થિક સ્થિતિ સુધારા પર જોવા મળી રહી છે ત્યારે તેને ધ્યાને લઇ નાણાકીય વર્ષ 2021 માં આઈટી રિટર્ન ભરનારાઓની સંખ્યામાં અનેક અંશે વધારો જોવા મળ્યો છે અને ત્રણ કરોડથી વધુ કરદાતા હોય તેમના રિટર્ન ભર્યા છે. સીતારામ આવકવેરા વિભાગની આવકમાં પણ મદદ વધારો થતાં આવક 6.45 લાખ કરોડને પાર પહોંચી છે. છતાં પણ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ દ્વારા કરદાતાઓને તાકી તને વિનંતી કરવામાં આવી રહી છે કે કરદાતાઓ સામે આવી પોતાના રિટર્ન ભરે અને દેશની ઉન્નતિ માં સહભાગી થાય.

સીબીડીટી દ્વારા 31 ડિસેમ્બર નિર્ધારિત થતાં પ્રતિદિવસ ચાર લાખથી વધુ તે હજુ સ્પષ્ટ થયું નથી કરદાતાઓ પોતાના રિટર્ન ભરી રહ્યા છે સાથોસાથ આવકવેરા વિભાગ દ્વારા દરેક કરદાતાઓને ઈમેલ એસએમએસ અને મીડિયા મારફતે તેમના રિટર્ન ભરવા માટે અપીલ પણ કરી રહ્યું છે જેથી છેલ્લી ઘડીએ કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરતા હોય ન કરવો પડે.

વધુ વિગત આપતા સીબીડીટીએ આંકડાકીય માહિતી પણ જાહેર કરી છે જેમાં આઇટીઆર 1  ભરનારાઓની સંખ્યા 1.78 કરોડ, આઇટીઆર2 24.42 લાખ, આઇટીઆર3 26.58 લાખ, આઇટીઆર4 70.07 લાખ, આઇટીઆર5 2.14 લાખ, અને આઇટીઆર6 અને 7 ભરનારાઓની સંખ્યા 91 હજાર અને 15 હજાર નોંધાઇ છે. બીજી તરફ 52 ટકા જેટલા જે રિટર્ન ભરવામાં આવ્યા છે તે ઓનલાઈન મારફતે ભરાયા છે. કેવી રીતે સારી વાત એ છે કે 2.69 કરોડ રિટર્ન વેરીફાઇ કરી લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.