Abtak Media Google News

ઉંચા વળતર  અને બેનામી નાણા સગેવગે કરવા માટે ક્રીપ્ટોકરન્સીમાં કૌભાંડીઓને રસ વધ્યો

ક્રીપ્ટોકરન્સીની લે-વેંચ ઉપર ભારત સરકારનું નિયંત્રણ નથી. ભારત જેવી પરિસ્થિતિ વિશ્ર્વના અનેક દેશોની છે માટે કાળુનાણુ સગેવગે કરવા ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો પેતરો કૌભાંડીઓ અજમાવી રહ્યા છે. વિગતો મુજબ નોટબંધી સમયે ગુજરાતમાંથી ૩ હજાર કરોડનું નાણુ ક્રીપ્ટોકરન્સીના સ્વરૂપમાં એકઠું કરાયું હતું. ઘણા કૌભાંડીઓએ કાળુનાણુ બીટકોઈન જેવી ક્રીપ્ટોકરન્સીમાં રોકયું હતું.

ગુજરાતમાં હાલ ઘણી પ્રાઈવેટ એકસચેન્જ દ્વારા ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની ઓફર થઈ રહી છે. ક્રીપ્ટોકરન્સીમાં ઉંચા વળતરના લોભમાં અને કાળુનાણુ સગેવગે કરવા માટે ઘણા લોકોએ બીટકોઈન જેવી ક્રીપ્ટોકરન્સી ભેગી કરી હોવાનું માનવામાં આવે છે. કુલ રૂ.૩,૦૦૦ કરોડ જેટલું રોકાણ આ પ્રકારે નોટબંધી દરમિયાન થયું હતું તેવું આંકડાઓ કહી રહ્યા છે.

હાલ પ્રાઈવેટ એકસચેન્જ દ્વારા રોજના ૧૦ ટકા લેખે વળતર ચુકવવાની ઓફર થાય છે. જો ૧૮૦ દિવસો માટે ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ લોક ઈન પીરીયડમાં રાખવામાં આવે તો ઉંચા વળતરની લાલચ આપવામાં આવે છે.

રોકાણકારને કુલ ૨ વોલેટ બનાવવા પડે છે. એકમાં ઈન્વેસ્ટમેન્ટની રકમ બતાવવામાં આવે છે જયારે બીજામાં તેમાં મળતું વળતર દર્શાવાય છે. ઈન્વેસ્ટમેન્ટ કરવાથી થયેલું વળતર મળશે તેવું વિશ્ર્વાસથી કહી શકાય તેમ નથી. ઘણી વખત રોકાણકારનું સઘળુ રોકાણ ધોવાઈ જતું હોય છે.

નોટબંધી સમયે ગુજરાતમાંથી રૂ.૩ હજાર કરોડ જેટલું રોકાણ ક્રીપ્ટોકરન્સીમાં કરવામાં આવ્યું હતું. આ રોકાણ પાછળ ઉંચા વળતરની લાલચ અને બેનામી નાણા સગેવગે કરવાનો પેતરો કારણભૂત છે. હજુ તો આંકડો સતાવાર રીતે જાહેર થયો નથી. રોકાણકારો છેતરાઈ ગયા હોવાની અનુભૂતિ થયા બાદ જ ફરિયાદ નોંધાવતા હોવાનું સામે આવ્યું છે. પરિણામે આ આંકડો ખુબ જ વધુ હોય શકે છે.

ક્રિપ્ટોકરન્સીમાં ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીએ ઝંપલાવ્યું

અમરેલી પોલીસ દ્વારા ૨૦ કરોડના બીટકોઈન પડાવી લેવાના કેસમાં ફોરેન્સીક એવીડન્સ મુદ્દે રાહ જોવાઈ રહી છે. રિયલ એસ્ટેટ ડેવલોપર શૈલેષ ભટ્ટ અને કિરીટ પાલડીયાના ૩ મોબાઈલને ફોરેન્સીક એવીડન્સના રૂપમાં એકઠા કરાયા છે. આ બંને પાસે વિવિધ ક્રીપ્ટોકરન્સી માટે ડિજિટલ વોલેટ હોવાનું માનવામાં આવે છે. સીઆઈડી ક્રાઈમમાં કરેલી ફરિયાદમાં શૈલેષ ભટ્ટે આક્ષેપ કર્યો છે કે અમરેલી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાંચે રૂ.૨૦ કરોડની કિંમતના ૨૦૦ બીટકોઈન પડાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. ઈન્સ્પેકટર અનન પટેલનું નામ આ ફરિયાદમાં લેવાયું છે. કેસમાં ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી દ્વારા રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ આ મુદ્દેની કાર્યવાહી થશે તેવું જાણવા મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.