Abtak Media Google News

ભારતની ફાર્માસ્યુટિકલ કંપની જે કફ સિરપ બનાવી રહી છે તે રડારમાં

હાલના જમાનામાં કેટલાક લોકો ડોક્ટરની સલાહ વગર દવા લઈ રહ્યા છે. જે યોગ્ય નથી. નિષ્ણાંતોનું માનવું છે કે આવું ક્યારેક મોટું નુકસાન કરી શકે છે. એટલા માટે હંમેશા સલાહ વગર પોતાની રીતે દવાઓ અને સિપર લેવી યોગ્ય નથી. હાલમાં જ મધ્ય પૂર્વના દેશ ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સિરપ પીવાથી 18 બાળકોના મોત થયા છે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો છે કે મૃત્યુ પામેલા 18 બાળકોએ ભારતીય કંપનીનું કફ સિરપ પીધું હતું.આ કફ સિરપ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવી હતી.

આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ ભારતીય કફ સીરપ બનાવતી કંપની ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે.ત્યારે એ વાત પણ સ્પષ્ટ છે કે, હવે ડોક્ટરની રજા વગર કફ સીરપ પણ નહીં લઈ શકાય.  સામાન્ય દવાના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવતી આ કફ સીરપ શરીર માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેઓ નિષ્ણાતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. અમુક લોકો ઊંઘ મેળવવા માટે પણ કફ સીરપનું સેવન કરતા હોય છે. પરંતુ તેના વધુ પડતા ઉપયોગને પગલે શરીરમાં ઘાતક પરિણામ ભોગવવાનો વારો આવે છે. ક્યારેક તે જીવલેણ પણ નીવડી શકે છે. આથી તબીબોની સલાહ લઈ અને ત્યારબાદ જ સીરપનો ઉપયોગ કરવો જોઈએ.

નિષ્ણાતોના મત મુજબ કોઈપણ દવા અથવા સીરપ લેતા પહેલા, તેના પર લખેલી વિગત ખાસ વાંચીને અભ્યાસ કરવો જોઈએ બાદમાં ડોક્ટરની સલાહ લીધા પછી સીરપ ખરીદવી તથા ઉંમર સમસ્યાને આધિન ખરીદી કરવી યોગ્ય છે.વધુમાં ડોક્ટરને માત્રા પૂછવા તથા ઉંમર પ્રમાણે ડોઝ અંગે માર્ગદર્શન મેળવવું જોઈએ.જો દવા લેવા છતાં સમસ્યાનો સુધારો ન થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.