Abtak Media Google News

સર્ચ એન્જીન પાસે ન્યુઝ પબ્લિશ કરવાનો ચાર્જ વસુલવા યુરોપમાં તખ્તો તૈયાર: ભારત પણ કોપીરાઈટ એકટ મામલે સુધારા કરી શકે

કોપીરાઈટ અધિનિયમ હેઠળ હવેથી ગુગલ, માઈક્રોસોફટ અને બીંગ સહિતના સર્ચ એન્જીન પાસેથી ન્યુઝ આર્ટીકલ પબ્લિશ કરવા માટેનો ચાર્જ વસુલ કરવાની તૈયારી યુરોપીયન યુનિયન કરી રહ્યું છે. જેના આધારે ભારત સરકાર પણ કોપી રાઈટ એકટ અંગે કડક પગલા સર્ચ એન્જીન સામે લે તેવી શકયતા છે.

સર્ચ એન્જીનોને આર્ટીકલ એક વર્ષ બાદ જ પબ્લિશ કરવા માટેની શરત મુકવામાં આવશે. હાલ તો યુરોપીયન કમિશન સમક્ષ દરખાસ્ત જ મુકવામાં આવી છે. કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. જો આ મામલો ફાઈનલ થઈ જશે તો ૨૦ વર્ષ સુધી પબ્લિશરને સર્ચ એન્જીન દ્વારા નાણા ચૂકવવામાં આવશે. એક રીતે યુરોપીયન યુનિયન કોપીરાઈટ એકટને નવેસરી રચશે. નવા એકટ મુજબ યુ-ટયુબને કોઈપણ કંટેઈન ડિસ્પ્લે કરતા પહેલા તેના રાઈટ હોલ્ડર પાસેથી મંજૂરી લેવી પડશે.

અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુગલ સાથે જોડાયેલા પબ્લિશરોએ ગુગલ ધીમે-ધીમે આવકમાં ઘટાડો કરી રહ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યાં હતા. ગુગલ આર્ટીકલોને સર્ચમાં મુકીને જાહેરાતોથી રૂપિયા મેળવે છે. જેની સામે પબ્લિશરને અમુક હિસ્સો આપવામાં આવે છે. અલબત ઘણા કેસમાં પબ્લિશરને નાણા મળતા નથી. યુરોપ બાદ ભારતમાં પણ કોપીરાઈટ પોલીસી હેઠળ સર્ચ એન્જીન સામે પગલા લેવામાં આવે તેવી ધારણા છે.

અગાઉ સ્પેન અને જર્મની આર્ટીકલના પબ્લિસીંગ મામલે કડક નિયમો ઘડી ચૂકયા છે. ઘણા આર્ટીકલોની ગુણવત્તા ઉપર આ દેશોમાં સવાલો ઉઠયા છે. માઈક્રોસોફટ, ગુગલ, ફેસબુક અને ટવીટર સામે ઘણી વખત આ મુદ્દે દલીલો થઈ ચૂકી છે. હાલ તો યુરોપિયન યુનિયન ન્યુઝ પબ્લિશ કરવા મામલે સર્ચ એન્જીન પાસેથી ચાર્જ વસુલશે તેવી ગોઠવણ થઈ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.