Abtak Media Google News

સર્ચ ઓપ્શનમાં પોતાની ખરીદી માટે પ્રચારનો દુરૂપયોગ નો-આક્ષેપ

યુરોપિયન યુનિયન આયોગે ગુગલ પર ૧.૭ લાખ કરોડ ‚પિયાનો દંડ ફટકાર્યો છે. આયોગનું કહેવું છે કે ગુગલે તેની શકિતનો ખોટો ઉપયોગ કરી સર્ચ ઓપ્શનમાં પોતાની ખરીદીની સેવાનો વધારે પ્રચાર કર્યો છે. બજારમાં તોડ-મરોડ કરીને વેચાણ કરવા માટે ફટકારાયેલી દંડમાં આ સૌથી મોટો દંડ છે. તેમજ ગુગલને ચેતવણી પણ આપવામાં આવી છે કે પોતાની હરીફ કંપનીઓને રોકવાની પ્રવૃત્તિ ૯૦ દિવસમાં બંધ કરે તો વધારે દંડ ફટકારવામાં આવશે.

Advertisement

ગુગલે જણાવ્યું છે કે આ નિર્ણય સામે તે અપીલ કરશે. જો કે જો તેની ખરીદી માટેની સેવાઓનો પ્રચાર ત્રણ મહિનાની અંદર બદલાવ નહી લાવી શકે તો તેને પોતાની પેટન્ટ કંપની આલ્ફાબેટની રોજીંદી વૈશ્ર્વિક કમાણીના પ ટકા દંડ ચૂકવવો પડે  છે. કંપનીના તાજા સમાચાર મુજબ આ રકમ ૯૦ કરોડ સુધી હોઇ શકે છે. આયોગે ખરીદીની સેવાઓના ઉપાય સુચવવાના સ્થાને ગુગલ પર છોડી દીધું છે. કે તેણે શું કરવું ?

યુરોપીયન સંઘની કેપીટીશન કમિશ્નર માર્ગરેટ વેસ્ટેજરે જણાવ્યું હતું કે ગુગલે જે કર્યુ છે તે નિયમો વિરુઘ્ધનું અને ગેરકાયદેસર છે. તેણે બીજી કંપનીની પ્રતિ સ્પર્ધા અને નવા પ્રયોગ કરવાના મોકા નથી આપ્યા સૌથી અગત્યની વસ્તુ તેણે યુરોપીય ગ્રાહકને પ્રતિસ્પર્ધાનો લાભ ન આપ્યો.

ગુગલ દ્વારા પહેલા તો આ આરોપોને નકારવામાં આવ્યા હતા અને લોકોની ખર્ચ કરવાની આદતો પર એમેજોન અને ઇબેની વધુ અસર છે તેમ જણાવ્યું હતું.

આ દંડ ફટકારાયા બાદ કંપનીના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે જયારે તમે ઓન લાઇન ખરીદી કરો છો તો તમને પોતાની મનપસંદ વસ્તુ જલ્દીથી અને સહેલાઇથી મળી રહે છે. વિજ્ઞાપન કરનારા પણ તેમજ વિજ્ઞાપિત કરવા માગે છે અમે ખરીદીના વિજ્ઞાપન બતાવી પોતાના યુઝર્સને વિજ્ઞાપન દાતાઓ સાથે જોડીએ છીએ.

ગુગલે જણાવ્યું હતું કે અમે પુરા સન્માન સાથે આજના તારણો સાથે સહમત થતા નથી. અમે તે માટે આયોગના નિર્ણય પર વિસ્તૃત સમીક્ષા કરીશું. એવું બને છે કે જે વસ્તુ ખરીદવા માટે ગુગલ પર સર્ચ કરે છે. તો સામાન્ય સર્ચ લિંકસ દ્વારા વિજ્ઞાપન પણ બતાડીએ છીએ. જેમાં પ્રોડકટસના ફોટા, કિંમત, રિવ્યુ હોય તો સ્પોન્સર્ડ લખીને જ મૂકીએ છીએ.

સ્માર્ટ ફોન્સર વિજ્ઞાપનની લિંક ખોલવાની સંભાવના વધારે હોય છે કારણ કે સ્ક્રોલ માટે યુઝરને બીજી લીંક દેખાતી જ નથી. જાહેર છે તેનાથી ગુગલને જ લાભ મળે. યુરોપીય આયોગ ગુગલ શોપીંગ મામલાની ૨૦૧૦ થી તપાસ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.