• ઈન્ડિયન ઓઈલ અધ્યતન ગ્રેડનું ઈંધણ પૂરું પાડશે

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યએ જણાવ્યું હતું કે,  ’સ્ટોર્મ’ સપ્લાય કરવા માટે ફોમ્ર્યુલા વન રેસ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ સાથે ભાગીદારી કરી રહ્યા છીએ.  રોડ રેસિંગમાં વપરાતા ઇંધણનું ઉત્પાદન કરતી અમે ભારતની પ્રથમ કંપની છીએ.

ઇન્ડિયન ઓઇલ ફોમ્ર્યુલા વન એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારા તમામ 15 દેશોના મોટરસાઇકલ સવારોને ઇંધણ પૂરું પાડશે.ઇંધણની ગુણવત્તાના સંદર્ભમાં, સ્ટોર્મ નિયમિત કોમર્શિયલ પેટ્રોલ તેમજ પ્રીમિયમ પેટ્રોલ (95-ઓક્ટેન એકસપી 95 અને 100 ઓક્ટેન એકસપી 100) કરતાં અલગ છે.

‘ફોર્મ્યુલા વન’ બળતણ એવું છે કે તે અદ્ભુત પ્રદર્શન આપે છે.  ઈન્ડિયન ઓઈલ પણ તે જ ગ્રેડના ઈંધણનું ઉત્પાદન શરૂ કરશે અને પછી તેને એફ. વન ભાગ લેનાર ઓટોમોબાઈલ ઉત્પાદકોને સપ્લાય કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.