Abtak Media Google News
  • અમદાવાદ અને મુંબઈ વચ્ચેના 508 કિલોમીટરનું અંતર બે કલાકમાં જ પૂર્ણ થઈ જશે

ભારત આ મહિનાના અંત સુધીમાં જાપાન પાસેથી પ્રથમ છ ઇ5 શ્રેણીની શિંકનસેન ટ્રેનો (બુલેટ ટ્રેન) ખરીદવાનો સોદો કરશે.  દેશમાં જે રીતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે તે જોતાં રેલ્વે ગુજરાતમાં જૂન-જુલાઈ 2026માં પ્રથમ ટ્રેન ઓપરેશન શરૂ કરવાનો વિશ્વાસ ધરાવે છે.  સૂત્રોએ જણાવ્યું કે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ આ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં ટ્રેનોની ખરીદી, ઓપરેટિંગ સિસ્ટમ સહિતના તમામ કોન્ટ્રાક્ટ માટે બિડ કરશે. બીજી તરફ સૌથી મોટું કારણ એ છે કે અમદાવાદ અને મુંબઈ બને આર્થિક રાજધાની બની રહી છે ત્યારે સરકાર પણ ઈચ્છે છે કે આ બંને શહેરોમાં પહોંચવા માટે ખૂબ ઓછો સમય લાગે અને વ્યાપાર વૃદ્ધિ પણ શક્ય બને.

અમદાવાદ અને મુંબઈ વચ્ચેના 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન કોરિડોરમાં ’મર્યાદિત સ્ટોપ’ અને ’ઓલ સ્ટોપ’ સેવાઓ હશે.  અહીં મર્યાદિત સ્ટોપ ધરાવતી ટ્રેનો માત્ર બે કલાકમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર કાપશે.  જ્યારે બીજી સેવામાં અંદાજે 2 કલાક અને 45 મિનિટનો સમય લાગશે.  અધિકારીઓએ જણાવ્યું હતું કે જાન્યુઆરી સુધીમાં પ્રોજેક્ટની એકંદર ભૌતિક પ્રગતિ લગભગ 40% છે.  તેમાંથી ગુજરાતમાં (48.3%) પ્રગતિ વધુ છે.  જ્યારે મહારાષ્ટ્રમાં સિદ્ધિ લગભગ 22.5% છે.  તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં પ્રોજેક્ટમાં 100 કિમીથી વધુ વાયડક્ટ (એલિવેટેડ સ્પાન) પૂર્ણ કરવામાં આવ્યા છે.  છેલ્લા એક વર્ષમાં નદીના છ પુલનું કામ પૂર્ણ થયું છે.

ગુજરાતમાં 20 બ્રિજમાંથી 7 પૂર્ણ થઈ ગયા છે. રેલવે મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં તાજેતરના મહિનાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.  રાજ્ય પ્રશાસને તમામ જિલ્લા કલેક્ટરને આ મહિનાના અંત સુધીમાં જમીન સોંપવાનું કામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.  પ્રોજેક્ટને વૈધાનિક પરવાનગી મળી.  અમે અગાઉની મહારાષ્ટ્ર સરકારને લીધે જે સમય ગુમાવ્યો છે તેની ભરપાઈ કરવા માટે અમે ભૌતિક પ્રગતિને કેવી રીતે આગળ ધપાવી શકીએ તે જોવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ, એમ એક સૂત્રએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.