Abtak Media Google News

ટ્રેનો સમય પર ચલાવવા સુનિશ્ર્ચિત કરો અથવા દંડ માટે તૈયાર રહો – રેલવે મંત્રી સુરેશ પ્રભુની અધિકારીઓને ચેતવણી

ભારતીય રેલવેની મોટાભાગની ક્રિયાઓ સંચાલન અને ટાઇમ ટેબલ પ્રમાણે થતી નથી. તેમાં પણ ટ્રેનો મોડી આવવી તે એક મોટો પ્રશ્ર્ન છે પરંતુ હવે, યાત્રિકોના આવા ઘણા પ્રશ્ર્નોનો નિકાલ થશે રેલવે મંત્રી સુરેક પ્રભુએ જણાવ્યું છે કે, જો હવે, ટ્રેનો મોડી પહોંચશે તો અધિકારીઓએ તે માટેનો દંડ ભોગવવો પડશે.

રેલ મંત્રી સુરેશ પ્રભુએ ફેસ એકશન હેઠળ અધિકારીઓને દંડ માટેનો દર વધારી દેવા જણાવ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે,

અધિકારીઓ ટ્રેનોને સમય પર ચલાવવા સુનિશ્ર્ચિત કરે અથવા એકશન નો સામનો કરવા માટે તૈયાર રહે. મંત્રાલયની તરફથી જોનલ હેડને ફોરન નાઇટ શિફટમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી એક સીનીયર લેવલના અધિકારીને રાખવા કહેવાયું છે.

ટ્રેનોના પરિચાલનમાં ગેરરીતી રોકવાના હેતુથી અને સમસ્યાઓના નિરાકરણ માટે મંત્રાલયે આ નિર્ણય કર્યો છે. પ્રભુએ ભારતીય રેલવેની અધિકારીક વેબસાઇટ નેશનલ ટ્રેન ઇન્કવાયરી સીસ્ટમ (એનટીઇએમ) ઉપર ઉપલબ્ધ ટ્રેનોની સમય માહીતી તથા વાસ્તવિક સમયને લઇને યાત્રિકો દ્વારા અનુભવ કરાયેલા અંતરો ઉપર પણ જાણકારી લીધી હતી. તેમણે અધિકારીઓને પત્ર લખીને આ સમસ્યાના નિકાલ માટે તાત્કાલીક પગલા ભરવાનો નિર્દેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.