Abtak Media Google News

ભારતીય રેલ તંત્રની યાત્રી પરિવહન ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ સમાજના બધા વર્ગના લોકોને તેમના મુકામે પહોંચાડે છે. બારતીય રેલવે સંગઠન દ્વારા માનનીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુના કુશળ આગેવાનીમાં પોતાના લક્ષ્યોને હાંસલ કરવા માટે ચાર મુખ્ય કાર્યક્ષેત્ર નિર્ધારિત કરવામાં આવેલ છે. – (૧) ગ્રાહકના અનુભવમાં સતત અને સકારાત્મક સુધાર કરવો (૨) રેલ મુસાફરીને યાત્રાનું એક સુરક્ષિત માધ્યમ બનાવવું (૩) ક્ષમતાઓમાં સતત વૃદ્ધિ કરવી અને આધારભૂત સંરચનાઓને આધુનિક બનાવવી અને (૪) રેલવેને નાણાંકીય રીતે સ્વનિર્ભર બનાવવું.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવીન્દ્ર ભાકરે જણાવ્યું કે વર્ષ ૨૦૧૬-૧૭માં ૮૨૨૧ મિલિયન મુસાફરોએ ટ્રેનથી યાત્રા કરી, જે ગયા વર્ષ દરમ્યાન મુસાફરોની સંખ્યા ૮૧૮૧ મિલિયન કરતતા ૭૦ મિલિયન વધુ છે. આ એક શાનદાર વૃદ્ધિ છે જે આ દર્શાવે છે કે લોકો સામાન્ય રીતે રેલવે પર ભરોસો કરે છે અને રેલવેથી મુસાફરી કરવી આરામદાયક માને છે. આ વર્ષે કુલ આવક લગભગ ૪૭,૪૦૦ કરોડ ‚પિયા રહેલ, જે ગયા વર્ષથી ૨૦૦૦ કરોડ ‚પિયા વધુ છે. આ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ આવકનો આંકડો છે. હાલના વર્ષોમાં આ પહેલી વાર થયું છે કે મુસાફરોની સંખ્યા અને આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

ભાકરે જણાવ્યું કે ટ્રાફિક સિસ્ટમ માટે ઝડપનો ઘણો મહત્ત્વ છે. આપણે આ ખુબજ  ગર્વ સાથે કહીએ છીએ કે આધારભૂત સંરચનાઓમાં સુધાર પછી ૩૫૦ ટ્રેનોની ઝડપ વધારવામાં આવેલ છે તથા ૧૦૪ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનો તરીકે પરિવર્તિત કરવામાં આવેલ છે. યાત્રી હવે ખુબ જ જલ્દી પોતાના મુકામે પહોંચી શકે છે અને તેનાથી તેમની યાત્રાના સમયમાં પણ ઘટાડો થયો છે. ૪૨ એચએચબી રેકોંને ઉપયોગમાં લઈને ૩૪ જોડી ગાડીઓના રેકોંને અત્યાધુનિક એલએચબી રેકોંથી બદલવામાં આવેલ છે.  ભાકરે કહેલ કે બધા યાત્રી રેલવે માટે એક બ્રાંડ એમ્બેસડ છે. માટે ગ્રાહકોની સંતુષ્ટિ અમારા માટે મહત્ત્વની છે. ભારતીય રેલવે પર મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે ૮૭ નવી ટ્રેનોની શ‚આત કરવામાં ઈવ અને ૫૧ ટ્રેનોના ગંતવ્ય સ્થાનોમાં વિસ્તાર કરવામં આવેલ છે. ૫ ટ્રેનોની વારંવારતામાં વધારો કરવામાં આવેલ છે અને મુસાફરોની સુવિધા માટે વિવિધ ટ્રેનોમાં વધારાનો રોકાણ આપવામાં આવેલ છે. ભાકરે એ પણ કહેલ કે વધુમાં વધુ મુસાફરોને ક્ધફર્મ બર્થ ઉપલબ્ધ કરાવવા માટે નિયમિત ટ્રેનોમાં ૫૮૬ વધારાના કોચ લગાવવામાં આવેલ છે જેનાથી ૪૩,૪૨૦ બર્થોંનીવધારાની જગ્યા ઉપલબ્ધ થઈ શકે. વિશેષ રીતે રજાઓમાં અને તહેવારો દરમ્યાનિ મુસાફરોના ઘસારાને ઓછું કરવા માટે વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવી. વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન આ વિશેષ ટ્રેનોના ૩૧૦૦૦ થી વધુ ફેરા કરવામાં આવ્યા. ૨ રુટો પર સંપૂર્ણ રીતે બિનઆરક્ષિત કોચો વાળી અંત્યોદય એક્સપ્રેસની શ‚આત કરવામાં આવી છે. લાંબા ‚ટની આ સુપરફાસ્ટ ટ્રેનો વિશેષ રીતે સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવી છે. સંપૂર્ણ રીતે ૩ ટિયર એસી કોચો વાળી ૪ હમસફર એક્સપ્રેસની પણ શ‚આત કરવામાં આવી છે. પોતાના રેલ ઉપયોગકર્તાઓને સારી સુવિધા આપવા અને વગર ટિકિટ યાત્રા જેવી બુરાઈને રોકવા વિષયે શ્રી ભાકરે કહેલ કે સમયે-સમયે ટિકિટ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ગયા વર્ષની સરખામણીમાં ૯.૭૫ લાખ વધુ વગર ટિકિટે મુસાફરીના કિસ્સાઓની તપાસ કરવામાં આવી જે ગયા વર્ષ કરતા ૬ ટકા વધુ છે. વગર કિટિક મુસાફરીના દંડ તરીકે લગભગ ૯૫૦ કરોડ ‚પિયા વસૂલ કરવામાં આવેલ જે ગયા વર્ષની સરખામણીમાં ૫૮ કરોડ ‚પિયા વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.