Abtak Media Google News

પ્રથમવાર સાઇબર ક્રાઇમ સામે વ્યકિતગત વીમા સુરક્ષા આપતું બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્સ્યુરન્સ કંપની

હવે લોકોને સાઇબર ક્રાઇમ સામે ‘વીમા કવચ ’ મળશે. બજાજ, એલિયાન્ઝ જનરલ ઇન્સ્યુરન્સ દ્વારા સાઇબર સેઇફ પોલીસી અંતગત સાઇબર ક્રાઇમ સામે વ્યકિતગત વીમા કવચ અપાશે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે આશરે બે દાયકા પહેલા ખિસ્સાકાતરું દ્વારા લોકોને ભીડ ઉમટીહોય તેવા માહોલમાં પોતાના ખિસ્સા કપાઇ જવાનો ડર રહેતો હતો પરંતુ અત્યારે ડિજીટલ યુગમાં લોકોને સાઇબર ક્રાઇમનો સતત ડર સતાવે છે. લોકોને ડર છે કે તેમનું સોશિયલ મીડીયાનું એકાઉન્ટ હેડ થઇ જશે. બેંકના એકાઉન્ટમાંથી પૈસા ઓનલાઇન બારોબાર ઉપડી જશે તેમ બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરનસ એમ.ડી. અને સી.ઇ.ઓ. તપન સિંધેલે જણાવ્યું હતું.

ખાસ કરીને અત્યારે ક્રેડીટ કાર્ડથી પેમેન્ટનું ચલણ વધુ છે ત્યારે ડિજીટલ પેમેન્ટના કિસ્સામાં સાઇબર ક્રાઇમનો ભય વધુ રહે છે. પ્રથમ વાર બજાર એલાયન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ સાઇબર સેફટી પોલીસી હેઠળ ઇન્ડીવિજયુલ સાઇબર ક્રાઇમ ઇન્સ્યુરન્સ  કવર આપ્યું છે. આવતા નજીકના દિવસોમાં વધુને વધુ લોકો સાઇબર ક્રાઇમનો ભોગ બનવાથી બચવા વીમા કવચ લ્યે તો નવાઇ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.