Abtak Media Google News

પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓના વર્ક અને લાઇફને બેલેન્સ કરવા માટે નેશનલ મેડિકલ કમિશનએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે તમામ પીજીના વિદ્યાર્થીઓ સાપ્તાહિક રજા અને દર વર્ષે ઓછામાં ઓછી 20 દિવસની કેઝ્યુઅલ રજા માટે પાત્ર બનશે.નેશનલ મેડિકલ કમીશને નવા નિયમો બહાર પાડ્યા છે. જેમાં તમામ પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ ફુલ-ટાઇમ રેસિડેન્ટ ડોક્ટર્સ તરીકે અને ‘કામકાજના વાજબી કલાકો’ સુધી કામ કરવાનું રહેશે.‘પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ, 2023’ મુજબ વિદ્યાર્થીઓને દિવસમાં આરામ માટે વાજબી સમય આપવામાં આવશે. તેમને દર વર્ષે ઓછામાં ઓછી 20 દિવસની કેઝ્યુઅલ લીવ અને દર વર્ષે પાંચ દિવસની શૈક્ષણિક છૂટ આપવામાં આવશે.

કામની આવશ્યકતાઓને આધિન વિદ્યાર્થીઓને એક સાપ્તાહિક રજાની મંજૂરી પણ આપવામાં આવશે જેનાથી વિધાર્થીઓનો તણાવ દૂર થશે

નવા નિયમો મુજબ, ‘કામની આવશ્યકતાઓને આધિન, પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને એક સાપ્તાહિક રજાની મંજૂરી આપવામાં આવશે. આને કારણે વિદ્યાર્થીઓ પરનો તણાવ ઘટશે. અગાઉ રજાઓની કોઇ લેખિત જોગવાઇ નહતી.’ જોકે જો કોઇ ઉમેદવાર મંજૂરીપાત્ર દિવસોની સરખામણીએ વધુ રજા લે છે તો તાલીમનો સમયગાળો પૂરો કરવા માટે તેની અથવા તેણીની મુદત એટલા જ દિવસો સુધી લંબાવવામાં આવશે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ અવિરલ માથુરે જણાવ્યું હતું કે, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમના ભાગ રૂપે ઓછામાં ઓછા ત્રણ મહિના જિલ્લા હોસ્પિટલમાં વિતાવવાનું પણ ફરજિયાત કર્યું છે. તેનો હેતુ ગામડાઓ સુધી આરોગ્ય સેવા વધારવાનો છે.

પીજી કોર્સમાં એડમિશન માટે કાઉન્સેલિંગના તમામ રાઉન્ડ સરકારી એજન્સીઓ દ્વારા અને ઓનલાઈન મોડ દ્વારા હાથ ધરવામાં આવે છે જેથી કરીને તમામ એડમિશન મેરિટ અને પારદર્શક રીતે થાય અને એડમિશનમાં ભ્રષ્ટાચારની કોઈ શક્યતા ન રહે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.