Abtak Media Google News
  • સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણતરનો ભાર મોંઘો પડી રહ્યો છે !!!
  • આજથી શરૂ થતી જેઇઇની પરીક્ષા પૂર્વે જ 18 વર્ષની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

એક તરફ સરકાર ભાર વગરના ભણતરની વાત કરી રહ્યા છે તો બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષાની હોડ પણ જામી છે. ખરી વાસ્તવિકતા એજ છે કે, કોટામાં આવેલી સંસ્થાઓ વિદ્યાર્થીઓ પર સતત ભાર આપી રહી છે અને પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. ચોકાવનારો આંકડો સામે આવ્યો છે કે, વર્ષ 2023માં 26 વિધાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. જે અત્યંત દયનીય છે.

શિક્ષણની નગરી તરીકે ઓળખાતા કોટાથી આજે ફરી એક માઠા સમાચાર સામે આવ્યા. અહીં વધુ એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. તે અહીં જેઇઇ મેઈન્સની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. મૃતક વિદ્યાર્થિનીની 31 તારીખે જેઇઇ મેઈન્સની પરીક્ષા હતી. જોકે એવી ચર્ચા છે કે તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હતું. વિદ્યાર્થિનીએ કથિત સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મમ્મી-પપ્પા હું જેઇઇ નહીં કરી શકું એટલા માટે આત્મહત્યા કરી રહી છું. હું સૌથી ખરાબ દીકરી છું. સોરી મમ્મી-પપ્પા. ઘટનાની જાણ થયા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, તેમની દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હતી. કોટામાં વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરી લેવાની આ વર્ષની આ બીજી ઘટના છે. જ્યારે ગત વર્ષે 29 વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના મામલા સામે આવ્યા હતા.

કોટાને કોચિંગ હબ ગણવામાં આવે છે. પરંતુ તે હવે ક્યાંકને ક્યાંક સુસાઈડ હબ બની રહ્યું છે. અહીં દર વર્ષે દેશભરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરવા આવે છે. ગત વર્ષે કોટામાં 29 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. રાજ્ય સરકાર, વહીવટી તંત્ર અને કોચિંગ સંસ્થાઓના તમામ પ્રયત્નો છતાં આત્મહત્યાની ઘટનાનો સિલસિલો યથાવત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.