Abtak Media Google News

આવતા વર્ષે ઇજેનિસિસ કંપની દ્વારા કરાશે ટ્રાન્સપ્લાન્ટ : મેડિકલ ક્ષેત્રે સર્જાશે ક્રાંતિ

લોકોની સતત બદલાતી જીવંશૈલીના પગલે અનેકવિધ બીમારીઓનું ભોગ બનવું પડે છે ત્યારે લોકોમાં હૃદય ની બીમારી પણ વ્યાપક પ્રમાણમાં વધી છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ હૃદય ને ટ્રાન્સલેટ કરવા ની સર્જરી પણ મહદ અંશે શક્ય બની છે. જાણીને આશ્ચર્ય થશે કે હવે માનવ શરીરમાં ડુક્કરનું હૃદય રાખી શકાશે અને તેનું હૃદય મનુષ્ય ના જીવન ધબકારાને આગળ વધારશે. ડુક્કર એટલે કે ભૂંડ અથવા સૂવર  એક ગંદુ, ગોબરું દેખાતું જાનવર છે. પરંતુ તબીબી વિજ્ઞાાન જગતમાં આ પ્રાણીના માનપાન એકાએક વધી ગયાં છે. કારણ કે સંશોધકો એવું માની બેઠાં છે કે માનવજાતના સ્વાસ્થ્યની જાળવણીમાં ડુક્કર મહત્ત્વનો ભાગ ભજવી શકશે.

તાજેતરમાં તબીબી જગતના ઇતિહાસમાં માનવ શરીરમાં ડુક્કરના હૃદયનું પ્રત્યારોપણ કરવાની ઐતિહાસિક ઘટના સાક્ષી બનીશુ. ભારતની જેમ અમેરિકામાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોટાપાયા પર માનવ અંગની અછત વર્તાય છે. તેના લીધે વૈજ્ઞાાનિકો હવે પ્રાણીના અંગોનો પ્રયોગ કરવા તરફ પ્રેરાયા છે. હાર્ટપેશન્ટના બગડેલા હૃદયના સ્થાને ડુક્કરનું તંદુરસ્ત હૃદય પ્રત્યારોપિત કરી શકાય છે. નજીકના ભવિષ્યમાં જે હૃદયરોગીને હૃદય પ્રત્યારોપણની જરૂર હશે. તેને ડૂક્કરનું હૃદય પ્રત્યારોપિત કરી આપવામાં આવશે.

ડુક્કરના અવયવ માનવ શરીરમાં બેસાડવાની વાત કરતાં પૂર્વે તેના રક્તના વપરશ વિશે જાણી લઈએ. માનવ જાત માટે આશ્ચર્યજનક અને આનંદના સમાચાર  એ છે કે, આવનારા દિવસોમાં માનવીને ભૂંડનું લોહી કામ લાગશે. દુનિયામાં પ્રથમવાર માણસની અંદર ભૂંડનું હૃદય લગાવાયું છે. મેડિકલજગતમાં આને એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે, જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના અભાવ સામે ઝઝૂમતી દુનિયા માટે એક નવી આશા જગાવનારૂં પગલું છે.

દુનિયાભરમાં દરરોજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના અભાવે સેંકડો લોકોના જીવ જાય છે. માનવ શરીરમાં કોઈ પણ પ્રાણી ના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો એમાં ઘણા ખરા કોમ્પ્લિકેશન્સ ઉભા થતા હોય છે જેમાં હૃદય નો આકાર અને તેની સાઈઝ પણ મહત્વનો ભાગ ભજવે છે. ઇજીનેસીસ કંપની પાસે હાલ 400 જેટલા ક્લોન ડુક્કર ઉપલબ્ધ છે જે માનવમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે મહત્વનો ભાગ ભજવશે. આલ અત્યારના મેડિકલ સાયન્સ બબુન એટલે કે વાનર ઉપર આ ટ્રાન્સપાલન્ટ ની કામગીરી કરી રહ્યું છે.

કંપની એ દિશામાં જ વિચાર કરી રહી છે કે વાનર ઉપર સફળ પરીક્ષણ થયા બાદ બેથી અઢી વર્ષના નાના બાળકો કે જેઓને હૃદયની ગંભીર બીમારી છે તેમના ઉપર આ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. પરંતુ જો આ પ્રયોગ સફળ થાય તો ઘણા ખરા મેડિકલ સાયન્સને ઉદ્ભવતા પ્રશ્નો ઉપર પૂર્ણવિરામ આવી જશે.

માણસમાં ડુકકરનું હહૃદય ટ્રાન્સપ્લાન્ટથી ભવિષ્યની આશા કેવી રીતે જાગી

દર વર્ષે હજારો લોકોના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોવામાં મોત થાય છે. વાસ્તવમાં દર વર્ષે લાખો લોકોને કિડની, લિવર કે હૃદય જેવાં અંગોના ટ્રાન્સપ્લાન્ટની આવશ્યકતા હોય છે. પરંતુ આ અંગોના ડોનરના અભાવે વ્યક્તિનું ઈલાજના અભાવે મોત થઈ જાય છે. એવામાં જિનોટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે ભૂંડ કે અન્ય જાનવરોનાં અંગોનું માણસોમાં ટ્રાન્સપ્લાન્ટ જો સફળ થાય છે તો દર વર્ષે હજારો લોકોના જીવ બચાવી શકાશે. ત્યારે બાયોટેક કંપની એ જીનેસીસ દ્વારા આવતા વર્ષે નાના બાળકોમાં ડુક્કરનું હૃદય મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ધાર કર્યો છે.

ભૂંડના અંગ કેમ છે માણસમાં ટ્રાન્સપ્લાન્ટેશન માટે યોગ્ય?

19મી સદીમાં જિનોટ્રાન્સપ્લાન્ટેશન્સ ક્ષેત્રમાં ઘણું કામ થયું. વિજ્ઞાનીઓએ સસલાં, વાનર અને લંગુર વગેરેનાં અંગોને માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યાં, પરંતુ 1990 પછી વિજ્ઞાનીઓએ જિનોટ્રાન્સપ્લાન્ટેશન માટે ભૂંડને સૌથી સારો વિકલ્પ માન્યો.ભૂંડ લાંબા સમયથી માણસોમાં સંભવિત ટ્રાન્સપ્લાન્ટનો મુખ્ય વિકલ્પ માનવામાં આવે છે, કેમ કે એના જિન્સ માણસો સાથે ખૂબ મળતા આવે છે, જેમ કે એનું હૃદય એક પુખ્ત માનવ હૃદયના આકારને સમાન હોય છે.આ સાથે જ માણસોમાં ભૂંડના અનેક અન્ય અંગો, જેમ કે કિડની, લિવર અને ફેફસાં વગેરેને ટ્રાન્સપ્લાન્ટ કરવા અંગે પણ રિસર્ચ ચાલુ છે.

શા માટે હોય છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું સૌથી મોટું જોખમ?

જ્યારે પણ કોઈ માણસમાં કોઈ અન્ય વ્યક્તિનું અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે તો સૌથી મોટી મુશ્કેલી એ આવે છે કે શરીર એ અંગને બાહ્ય માનીને એનો સ્વીકાર જ કરતું નથી. આવું એટલા માટે થાય છે,

  • કેમ કે માણસની ઈમ્યુન સિસ્ટમ જુએ છે કે ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા અંગના કોષ પર રહેલા એન્ટિજન, શરીરના હાલના એન્ટિજન સાથે મેચ થતા નથી.
  • એવું થવાથી શરીર એ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા અંગને રિજેક્ટ કરી દે છે. અનેકવાર તો શરીર ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા અંગને શરીરને નુકસાન પહોંચાડશે, એમ માનીને તેના વિરુદ્ધ પ્રતિક્રિયા આપે છે.
  • ટ્રાન્સપ્લાન્ટ ફેલ થવા પર એ અંગ યોગ્ય રીતે કામ કરતું નથી કે શરીરમાં કેન્સર જેવી ખતરનાક બીમારીને જન્મ આપે છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ફેઈલ થવાથી વ્યક્તિને જીવનું જોખમ રહે છે.
  • અનેકવાર અંગ ટ્રાન્સપ્લાન્ટ ફેઈલ થવા પર વ્યક્તિને લંગ કેન્સર, લિવર કેન્સર કે કિડની જેવા કેન્સરના મામલા સામે આવે છે. એટલે કે જે અંગનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એના ફેલ થવાથી એ જ અંગમાં કેન્સર થવાનું જોખમ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.