Abtak Media Google News

સદ્ગુરૂ દ્વારા સ્થાપેલ ઈનર એન્જીનિયરિંગ હવે ઓનલાઈન ફોર્મેટમાં સાધકોના આંગળીના ટેરવે ઉપલબ્ધ

જીવનને સુખમય બનાવવા માનવજાત  અથાક પ્રયત્ન કરતી આવી છે. આધુનીક યુગમાં ભૌતીક સાધન સંપન્ન  સુખ સુવિધાની કોઈ સીમા રહી નથી ત્યારે આભીયશાંતી અને જીવનનેખરા અર્થમાં આનંદદાયી બનાવવા સતત રહેતી ઝંખના વચ્ચે આધ્યાત્મિક ગુરૂ સદ્ગુરૂ જગ્ગીવાસુદેવની ઈનર એન્જીનીયરીંગ સુખમય જીવનની ચાવી બની રહી છે.

ઈનર એન્જીનિયરિંગ યોગવિજ્ઞાનમાંથી તારવેલી સુખાકારીની ટેક્નોલોજી છે. તેને વ્યક્તિના વિકાસ માટેના એક સંપૂર્ણ કોર્સ તરીકે આપવામાં આવે છે જે તમારા જીવન, તમારા કામ અને તમારી આસપાસની દુનિયાને તમે જે રીતે અનુભવો અને જુઓ છો તેમાં એક બદલાવ લાવે છે.

પ્રોગ્રામનો હેતુ આત્મ રૂપાંતરણની શક્તિશાળી પ્રક્રિયા, શાસ્ત્રીય યોગમાંથી તારવેલ સાર તત્ત્વ, જીવનના મહત્ત્વના પાસાંઓને સંભાળવા માટેના ધ્યાન અને પ્રાચીન જ્ઞાનના રહસ્યો પ્રદાન કરીને તમને તમારી સર્વોચ્ચ સંભાવનાની ખોજ માટે સક્ષમ કરવાનો છે.

ઈનર એન્જીનિયરિંગ આત્મ-ખોજ અને રૂપાંતરણની એક ખાસ તક પૂરી પડે છે, જે સંતોષ અને આનંદભર્યા જીવન તરફ દોરી જાય છે. ઈનર એન્જીનિયરિંગ ઓનલાઇન અને રૂબરૂમાં બંને રીતે કોર્સના વિવિધ ફોર્મેટમાં ઉપલબ્ધ છે.

ઈનર એન્જીનિયરિંગ કમ્પ્લીશન હવે ઓનલાઇન ફોર્મેટમાં ઉપલબ્ધ છે. સદ્ગુરુ દ્વારા ડિઝાઇન કરાયેલ આ પ્રોગ્રામમાં શાંભવી મહામુદ્રા ક્રિયાની દીક્ષાનો સમાવેશ થાય છે. શાંભવી મહામુદ્રા શુદ્ધિકરણ કરનાર એક શક્તિશાળી 21-મિનિટની ઊર્જા સંબંધિત ક્રિયા છે જેમાં શ્વાસની સાથે ઊર્જા પ્રદાન કરે તેવા અને કાયાકલ્પ કરે તેવા આસનોને આવરી લેવામાં આવ્યા છે.

વિશ્વમાં હજારો લોકોએ ઈનર એન્જીનિયરિંગ કોર્સ પૂરો કરી લીધો છે. તેઓ તેમના અનુભવને ગહન કરવા માટેનું આગામી પગલું ભરવા માટે આંતરીક રૂપાંતરણનું શક્તિશાળી સાધન શાંભવી મહામુદ્રા ક્રિયા મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઈનર એન્જીનિયરિંગ કમ્પ્લીશન

જેમણે ઈનર એન્જીનિયરિંગ ઓનલાઇન કરેલું હોય તેમના માટે ઉપલબ્ધ આ બે-દિવસીય પ્રોગ્રામમાં શાંભવી મહામુદ્રા ક્રિયાની દીક્ષાનો સમાવેશ થાય છે. શાંભવી મહામુદ્રા શુદ્ધિકરણ કરનાર એક શક્તિશાળી 21-મિનિટની ઊર્જા સંબંધિત ક્રિયા છે જેમાં શ્વાસની સાથે ઊર્જા પ્રદાન કરે તેવા અને કાયાકલ્પ કરે તેવા આસનોને આવરી લેવામાં આવ્યા છે.

 ઈનર એન્જીનિયરિંગ ઓનલાઇન કરેલું હોવું જરૂરી છે

શાંભવી મહામુદ્રા ક્રિયા

આ પ્રોગ્રામમાં શાંભવી મહામુદ્રા ક્રિયાનો સમાવેશ થાય છે, જે એક પ્રાચીન, શુદ્ધિકરણ કરતી 21-મિનિટનો યોગાભ્યાસ છે. સદ્ગુરુ આધુનિક વિશ્વની સામે લાવ્યા છે તેવી આ ક્રિયામાં રૂપાંતરણની અખૂટ શક્તિ રહેલી છે. શાંભવી તમારી આખી સિસ્ટમને સીધમાં લાવે છે જેથી તમારું શરીર, મન, ભાવનાઓ અને ઊર્જાઓ તાલમેલ સાથે કામ કરે, જે તમારી અંદર પરમાનંદની કેમેસ્ટ્રી સ્થાપિત કરે છે અને તમને તમે ઈચ્છો તે પ્રમાણેના જીવનનું નિર્માણ કરવા માટે સશક્ત કરે છે.

આજે, લાખો સમર્પિત યોગાભ્યાસુઓએ વધુ ભાવનાત્મક સંતુલન, એકાગ્રતા, સ્થિરતા અને સ્વાસ્થ્યમાં સુધારાનો અનુભવ કર્યો છે.

ફાયદા

  • આખા દિવસ દરમિયાન ઊર્જા અને સતર્કતા 
  • લોકો સાથેના સંબંધમાં સુધારો
  • માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સંતુલન અને પ્રોડક્ટિવિટીમાં વધારો
  • ભય, ચિંતા અને તણાવ દૂર કરો
  • તણાવ વગરનું જીવન જે લાંબાગાળાની બીમારીઓ દૂર કરી શકે છે
  • આનંદ, શાંતિ અને સંતોષ મેળવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.