Abtak Media Google News
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની સાથે જી સી સી આઈનો સંવાદ: વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં  લેવાયો નિર્ણય: આઈ સી એ આઇના ચેરમેન અનિકેત તલાટી

સી એ ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે  સારા સમાચાર સામે આવ્યા છે . સી એ ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટની પરીક્ષા જે વર્ષમાં બેવાર મે અને નવેમ્બર મહિનામાં લેવામાં આવતી હતી તે  હવે વર્ષ માં  ત્રણવખત  લેવામાં આવશે, એવું ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ઈંઈઅઈં)ના ચેરમેન અનિકેત તલાટીએ જી સી સી આઈ ના સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર હતાં, તેમની ઉપસ્થિતિ માં અનિકેત  તલાટીએ કહ્યું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્સમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મે 2024થી અમલમાં આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમદાવાદ આજે સમગ્ર ભારતમાંઆઈ સી એ આઇની બીજી સૌથી મોટી બ્રાન્ચ છે. 15 હજારથી વધુ સીએ  અમદાવાદમાં છે. સી એ  માટે નવા કોર્સની મંજૂરી આપવા માટે તલાટીએ નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો અને આ તકે  સીતારમણે ગુજરાત લોકોને કહ્યું, તમે સ્ટોક ઓપરેટર્સ, ટ્રેડર્સ, સી એ  તરીકે ઓળખાતા હતા, પણ હવે ગુજરાત કોમ્યુનિટીએ મેન્યુફેક્ચરર તરીકે તમારી ઓળખ ઊભી કરી લીધી છે..

વિકસિત ભારત 2047 પર પણ સંવાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતમાં છે, તેઓ જી સી સી આઈ  ખાતે કાર્યક્રમાં વેપારીઓ સાથે સંવાદ કરવા પહોંચ્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ અને આઈ સી એ આઇ ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે સંવાદ કર્યો હતો. વિકસિત ભારત 2047 પર પણ સંવાદ કર્યો હતો. તેમણે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થા કઈ રીતે સુધારી શકાય, એમ એસ એમ ઇ , ટેક્સટાઇલ અને કેમિકલના ઉદ્યોગ થકી અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા, જી એસ ટી રિટર્ન અને ટેક્સ સહિતની મૂંઝવણો, સેમિક્ધડક્ટર, આઈટી હબ, એઆઈ ટેક્નોલોજી, હાઈડ્રોજન એનર્જીના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે જીડીપી ગ્રોથ વધારવા અને ઇન્ટરનેશનલ સિસ્ટમથી આગળ વધવા પ્રયાસ કરાશે. આ સંવાદ કાર્યક્રમમાં વેપારીએ પ્રશ્ન કર્યો હતો કે અમારો શિપિંગ અને ઇન્શ્યોરન્સ કોસ્ટ વધતો જાય છે ત્યારે નાણામંત્રીએ કહ્યું હતું કે તમારા સજેશન મોકલજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.