Abtak Media Google News

૪૭ વર્ષીય રાહુલ બનશે પક્ષના છઠ્ઠા પ્રમુખ: ૧ ડીસેમ્બરે પ્રક્રિયા શરૂ થશે: પમીએ પ્રમુખ બની શકે છે

ગુજરાતમાં ચુંટણી અગાઉ રાહુલ ગાંધીની કોંગ્રેસ અઘ્યક્ષ બનવાની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. ૧ ડીસેમ્બરે પ્રક્રિયા શરુ થશે, પમીએ તેઓ પ્રમુખ બની શકે છે. ટુંકમાં કોંગ્રેસની બાગડોર હવે રાહુલ ગાંધીના હાથમાં છે તેમ કહી શકાય.

અહીં ઉલ્લેખનછગ વ. ક. ૧૩૩ વર્ષની કોંગ્રેસમાં ૪ર વર્ષ સુધી નહેરુ ગાંધી પરીવારના સભ્ય જ પક્ષના વડા પદે રહ્યા છે. આ ૪૨ વર્ષમાં ૧૯ વર્ષ સોનિયા ગાંધી સૌથી વધુ સમય સુધી અઘ્યક્ષ પદે  રહ્યા છે.

બાકીના ૪ અઘ્યક્ષનો સમયગાળો કુલ ર૩ વર્ષનો રહ્યો છે. આ ૪ અઘ્યક્ષ પૈકી મોતીલાલ નહેરુ- ર વર્ષ, જવાહરલાલ નહેરુ-૬ વર્ષ, ઇંદિરા ગાંધી – ૮ વર્ષ, રાજીવ ગાંધી – ૭ વર્ષ અઘ્યક્ષ પદે રહ્યા છે.

હવે કોંગ્રેસની બાગડોર રાહુલ ગાંધીના હાથમાં છે તેઓ પાર્ટીના ઉપાઘ્યક્ષ તરીકે છેલ્લા ૪ વર્ષથી કાર્યરત છે. જાણકારોના કહેવા મુજબ કોંગ્રેસના નવા અઘ્યક્ષ તરીકે રાહુલ ગાંધીનું નામ નકકી જ હોવા છતાં પણ સી.ડબલ્યુ.સી. કોંગ્રેસ વકીંગ કમીટીના રપ સભ્યો એક કલાક સુધી મંથન કરતા રહ્યા હતા. જેમાં સોનીયા ગાંધી, મનમોહન સિંહ, કપીલ સિબ્બલ, પી.ચિદમ્બરમ વિગેરે ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

આગામી પમી ડીસેમ્બરે રાહુલની કોંગ્રેસ અઘ્યક્ષ તરીકે તાજપોથી થઇ જશે હવે પાર્ટીની કમાન રાહુલના હાથમાં આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.