Abtak Media Google News

દીકરીઓની ક્રિકેટર બનવાની તપસ્યા: ક્રિકેટ પ્રત્યેના દીકરીઓનાં ઝનુનને પીઠબળ પૂરૂ પાડતા બાલિકા પંચાયતના સરપંચ અબતક

વારીશ પટ્ટણી, ભૂજ

ભુજ તાલુકાના કુકમા ગામમાં બાલિકા પંચાયત, કિશોરીઓ માટે પંચાયત હોય તેવું કચ્છનું ચોથું ગામ છે આ ગામની સરપંચ દીકરીએ  ગામની દીકરીઓના ઉત્થાન માટે સરહાનીય કામગીરી હાથ ધરી છે. જો વાત કરીએ આ ગામની પ્રથમ તો રાજકારણમાં પણ દીકરીઓ રસોઈની જેમ રાજકારણમાં પણ દીકરીઓનો રસ કેળવાય અને પોતાની આવડત બતાવી અનોખું કામ કરે આવા ઉમદા આશયથી શરૂ થયેલ કચ્છ જિલ્લાના ચાર ગામોમાંમાંથી કુકમા બાલિકા પંચાયતમાં કિશોરીઓ રાજકારણમાં કુનેહ સાથે કામગીરી બતાવી રહી છે.

આપણી સામે રોજ કોઈને કોઈ સફળતાના કિસ્સાઓ આવતા જોવા મળતા હોય છે,આટલું જ નહિ પરંતુ કેટલાક કિસ્સાઓ એવા પણ હોય છે કે તે અન્ય લોકોને પણ વધારે પ્રેરણા આપતા હોય છે.જયારે દરેક વ્યક્તિ જાણે છે કે કોઈ કામ હોય કે અન્ય બાબત પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત કરવી છે તો તેમાં મહેનત ચોક્કસ રીતે કરવી પડતી હોય છે.તમને જણાવી દઈએ કે આજના સમયમાં પુરુષો કરતા હવે મહિલાઓ વધારે સફળતા પ્રાપ્ત કરવા લાગી છે,એટલે કે આજે મહિલાઓ સારી સારી પોસ્ટ પર નોકરી મેળવી રહી છે,જયારે કેટલીક યુવતીઓ ખુબ નાની ઉમરે પોતાનું જ નહિ પરંતુ માતાપિતાનું નામ દેશમાં રોશન કરવા લાગી છે.

આ ગામમાં દીકરીઓને ખાસ પ્રાધાન્ય અપાય છે. બેટી બચાઓ, બેટી ભણાવો. જે રીતે અહીં પોસ્ટર્સ છે તે જ રીતે ગામમાં તેનું પાલન પણ કરાય છે. અહીં ગામની દીકરીઓને ભણાવાય છે. અહીં તેમના નામે જ ઘર અને સડક પણ છે. કદાચ આ વાત તમને અનોખી અને આશ્ચર્ય પમાડનારી લાગી શકે. પરંતુ આ એક હકીકત છે. આ ગામની દીકરી સરપંચ ઉર્મીબેન્ન દ્વાર વધુ ગામમાં વધુ એક કલગી ઉમેરાય એ માટે દીકરીઓને ક્રિકેટમાં પ્રોત્સાહન આપવા માટે ખુદ મેદાનમાં આવ્યા સાથે ગામની દીકરીઓ માટે પ્રેક્ટિસ આપવામાં આવી રહી છે તેમજ આગામી વુમન્સ ડે ઉપર ભુજ ખાતે આવેલ જયુબેલી ગ્રાઉન્ડ ખાતે મેચ યોજાવાની છે ત્યારે આ ગામની બાલિકા પંચાયત સરપંચ તેમજ અન્ય દીકરીઓ ખૂબ મહેનત કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.