• સોલાર રૂફટોપ યોજના હેઠળ 1 કરોડ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવવા માટે સક્ષમ કરાશે

NationalNews

ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ સર્જવા સરકાર અનેકવિધ પગલાંઓ લઈ રહ્યું છે. આ કાર્ય પાછળ સરકારનો હેતુ એજ છે કે, લોકો વધુ ને વધુ સોલાર તરફ આગળ વધે અને પ્રદુષણ નિવારવા સરકારને સાથ અને સહકાર આપે. ત્યારે નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ બજેટમાં સોલાર ઉર્જા માટે અનેકવિધ જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારે હવે ઊર્જા મંત્રાલય પણ લોકોને પ્રોત્સાહિત કરવા સોલાર સબસિડીમાં વધારો કરવા વિચાર કરી રહી છે. હાલ સોલાર સબસીડી 40 ટકા આપવામાં આવે છે જેને વધારી 60 ટકા સુધી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારનો હેતુ છે સબસિડી વધારવાનો અને કદાચ તે 60 ટકાની આસપાસ હોઈ શકે છે.  અત્યારે, તે 40 ટકા છે તેમ આર.કે સિંહે જણાવ્યું હતું.  નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના – નવી સોલાર રૂફટોપ યોજના હેઠળ 10 મિલિયન પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવવા માટે સક્ષમ કરવામાં આવશે.  આ સ્કીમ એવા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જેમનો વપરાશ 300 યુનિટથી ઓછો છે, જેમાં સામાન્ય રીતે આર્થિક રીતે નબળા વર્ગનો સમાવેશ થાય છે. તેમના માટે લોન માટે જવું અને અરજી કરવી તે એક સમસ્યા છે. આરઆઈસી  લિમિટેડ નોડલ એજન્સી તરીકે રૂફટોપ સોલાર સ્કીમના અમલીકરણ માટે સરકાર એનટીપીસી, એનએચપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન અને એસજેવીએન જેવી રાજ્ય સંચાલિત પાવર સેક્ટર કંપનીઓ સાથે અન્ય ચાર કંપનીઓને સામેલ કરવાની યોજના બનાવી રહી છે.

 પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની અમલવારી બે તબ્બકામાં થશે

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાના અમલીકરણના બે ભાગો છે.  પહેલામાં, એસ્પીવી 3 કિલો વોટ  સુધીના લોડ સાથે ગ્રાહકો સુધી પહોંચશે અને એસ્પીવી દ્વારા મૂડી ખર્ચના બિન-સબસિડીવાળા ભાગનો 40 ટકા ઉધાર લેવામાં આવશે.  આવા ઘરોમાં રૂફટોપ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પન્ન થતા વધારાના પાવર યુનિટ્સ, વર્ચ્યુઅલ નેટ મીટરિંગ દ્વારા મોનિટર કરવામાં આવે છે, તેનો ઉપયોગ એસ્પીવી દ્વારા લોનની ચુકવણી માટે કરવામાં આવશે.  લોન 10 વર્ષમાં ચૂકવવામાં આવે તેઓ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.  300 યુનિટથી વધુ અથવા 2.5-3 કિલોવોટ લોડ ધરાવતા ઘરો માટે, સબસિડી 40% પર રહેશે, જ્યારે બાકીના રોકાણ માટે કોઈપણ બેંક પાસેથી લોન ઉપલબ્ધ રહેશે.  જો જરૂરી હોય તો એસ્પીવી દ્વારા પ્રોજેક્ટ સેટ કરી શકાય છે.  સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી મોનિટરિંગ જાળવી રાખશે જેથી એસપીવી કોઈ વધારાનું માર્જિન વસૂલ ન કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.