Abtak Media Google News

જેઈઈ મેઈન્સની જેમ નીટ પણ કોમ્પ્યુટરાઈઝડ કરવા નેશનલ ટેસ્ટીંગ એજન્સીની માંગ; સોમવારે શિક્ષણ અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે બેઠક

પેન-પેપરને બદલે ઓનલાઈન પરીક્ષા લેવાતા પ્રક્રિયા વધુ પારદર્શક બનશે, પરિણામો જાહેર કરવામાં થતો વિલંબ દૂર થશે -શિક્ષણ મંત્રી

હવે ઘેર બેઠા વર્ષમાં બે વખત ‘નીટ’ આપી શકો એ માટે સરકાર વિચારણા કરી રહી છે. આ મુદા પર સોમવારે નેશનલ ટેસ્ટીંગ એજન્સી અને શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે મહત્વની બેઠક મળવાની છે. જેમાં બે મહ્ત્વના મુદા પેન, પેપરની જગ્યાએ હવે નીટ કોમ્પ્યુટરાઈઝડ થાય અને વર્ષમાં એક કરતા વધુ વખત યોજાય તે પર ચર્ચા થશે.

નીટ આયોજીત કરનારી નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તાજેતરમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખી પરીક્ષાનું માળખું કોમ્પ્યુટરાઈઝડ કરવાની સંભાવનાઓ પર રાય માંગી હતી. ઉલ્લેખનીય છે કે, વષૅ ૨૦૧૯માં જેઈઈ મેઈનની પરીક્ષા કોમ્પ્યુટરાઈઝડ કરી વર્ષમાં બે વખત લેવાઈ હતી જેને હવે, વર્ષ ૨૦૨૧થી વધારી વર્ષ દરમિયાન ચાર વખત લેવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ જેઈઈ મેઈન ફેબ્રુઆરી, માર્ચ, એપ્રીલ અને મે માસામં ૨૩થી ૨૬ તારીખ દરમિયાન લેવાશે.

મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટ પેન અને પેપર બ્રેઈનેડ લેવાય છે.તેને પણ એન્જીનીયરીંગ પ્રવેશ પરીક્ષા જેઈઈની જેમ ઓનલાઈન બેઝડ કરવા નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ શિક્ષણ મંત્રાલય સમક્ષ માંગ કરી નિર્ણય લેવા અનુરોધ કર્યો છે. આ અંગે તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે પણ હકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતુ કે પેન-પેપરનાં બદલે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા વધુ પારદર્શકતા લાવશે મૂલ્યાંકન પ્રક્રિયા ઝડપી બનશે અને પરિણામો જાહેરકરવામાં થતો બિન જરૂરી વિલંબ દૂર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.