Abtak Media Google News

રાજકોટમાં હજુ થોડા સમય પહેલા જ ગટર સાફ કરતી વેળાએ ગેસ ગળતરના કારણે બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે આજરોજ વધુ એક ઘટના સામે આવી છે જેમાં ગટરમાં ઉતરેલા ત્રણ સફાઈ કામદારોના ગુંગળામણના કારણે મોત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ભરૂચના દહેજ નીચે જ્યાં ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગટરલી લાઇન સાફ કરવા માટે ચાર સફાઈ કામદારોને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા ત્યારે ગુંગળામણના કારણે ત્રણ કામદારો મૃત્યુ પામતા ચકચાર મચી જવા પામી છે.

https://twitter.com/i/status/1643189177171988481

ત્રણેયના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યારે એક સફાઈ કામદારની હાલત ગંભીર છે તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની તપાસ શરૂ કરી હતી.

સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ ગટરમાં કામદારને ઉતારવા મનાઈ

સન ૨૦૧૪માં સુપ્રિમ કોર્ટના અધિનિયમ મુજબ ગટરમાં સફાઈ કામગીરી માટે સફાઈ કામદારને ભૂગર્ભ ગટરમાં ઉતારવા માટે મનાઈ હુકમ ફરમાવામાં આવ્યો છે. તેમજ રાજ્ય સરકારે પણ ૧૧-૭-૨૦૧૯ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી આઉટ સોર્સિંગથી કરવામાં આવતી હોય તો એજન્સીના બિલની ચુકવણી કરતા પહેલા અધિકૃત કરાયેલા અધિકારી કે કર્મચારીની ઉપસ્થિતિ આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.