Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટમાં ફરી એકવાર કોરોનાએ ફૂંફાડો માર્યો છે. ત્રણ દિવસ સુધી કોવીડનો નવો એકપણ કેસ નોંધાયો નહતો. દરમિયાન મંગળવારે સાંજે શહેરમાં એક સાથે કોરોનાના ચાર કેસ મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. એક જ પરિવારના ત્રણ વ્યકિતઓ કોરોનાથી સંક્રમીત થયા છે. જયારે ચોથો કેસ શહેરના મનહરપ્લોટ વિસ્તારમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં કોરોનાના નવા 35 કેસો નોંધાયા છે. દિવાળીના તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાજયની ચાર મહાપાલીકા વિસ્તારમાં કોરોના કેસો સતત વધીરહ્યા છે. હવે સંક્રમણ અટકાવવા માટે વધુ કેટલાક આકરા નિયંત્રણો પણ લેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

ત્રણ દિવસ એક પણ કેસ ન નોંધાયા બાદ ફરી કોરોનાએ ઉથલો મારતા શહેરીજનો ભયભીત: રાજયમાં નવા 35 કેસ

ગઈકાલે સાંજે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં કોરોનાના નવા 35 કેસો નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 18 કેસો નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટ અને વડોદરામાં ચાર ચારકેસ, સુરત મહાનગરપાલીકા વિસ્તારમાં 3 કેસ અમદાવાદ જિલ્લામાં બે કેસ, વલસાડમાં બે કેસ, કચ્છમાં એક કેસ અને નવસારીમાં એક કેસ નોંધાયો છે. જયારે 17 દર્દીઓએ ગઈકાલે કોરોનાને મ્હાત કર્યા હતો. એક પણ વ્યકિતનું મોત નિપજયું હતુ. અત્યાર સુધીમાં ગુજરાતમાં 10090 નાગરીકોને કોરોના ભરખી ગયો છે. જયારે 8,16,671 લોકો કોરોનાને મ્હાત કરવામાં સફળ રહ્યા છે. રાજયમાં હાલ 235 એકિટવ કેસ છે. કાલે 5,05,556 લોકોને કોરોનાની વેકિસન આપવામાં આવી હતી.

દિવાળીના તહેવાર બાદ રાજયમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાજકોટમાં સતત ત્રણ દિવસ સુધી કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નહતો. દરમિયાન ગઈકાલે સાંજે એક સાથે ચાર પોઝિટિવ કેસો મળી આવતા આરોગ્ય વિભાગમાં દોડધામમચી જવા પામી છે. શહેરના વોર્ડ નં.10માં વિમલનગર વિસ્તારમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 37 વષ અને 60 વર્ષની મહિલા અને 35 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. આ ત્રણેય સંક્રમીતોએ કોરોનાની વેકિસનના બંને ડોઝ લઈ લીધા છે. અને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી હાલ તેઓ હોમ આઈસોલેશન હેઠળ છે. તેઓ સાથે સંપર્કમાં આવેલા 5 વ્યકિતઓ હાલ હાઈ રિસ્કપર અને 44 લોકો લો-રિસ્કમાં છે.જેઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અને હાલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આઉપરાંત શહેરનાં વોર્ડ નં.7માં લોધાડ ચોકમાં મનહર પ્લોટ વિસ્તારમાં એક 57 વર્ષિય પુરૂષ કોરોના સંક્રમીત થયો છે. તેઓ પણ કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા નથી તેઓએ બંને ડોઝ લઈ લીધા છે. તેમની સાથે સંપર્કમાં આવેલી 3 વ્યકિતઓ હાઈરીસ્કપર અને 58 લોકો લો રિસ્કપર છે.દિવાળી બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

હાલ બહારગામથી રાજકોટમાં આવતા લોકોનું બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સ્ક્રિનીંગ અને ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. હવે વધુ કેટલાક સાવચેતીનાં પગલા લેવામાં આવે તેવી પણ સંભાવના જણાય રહી છે. શહેરનાં મુખ્ય પ્રવેશ દ્વારો પર હવે સ્ક્રિનીંગ અને ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવાની પણ વિચારણા શરૂ કરવામાં આવશે.દિવાળીના તહેવારોમાં બજારોમાં જોવા મળેલી ભીડ, રાજકીય પાર્ટીઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈનના ઉલાળીયા કરી યોજતા સ્નેહમિલન સહિતના કાર્યક્રમો અને લોકોની બેદરકારી કોરોનાના ઉથલા માટે જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.