Abtak Media Google News

હાઈ-વે પ્રોજેકટસની કિંમતો વધી જવાના કારણે દર વર્ષે ૧૨૦૦૦ કિ.મી. નવા માર્ગ

નિર્માણના આયોજનો સામે માત્ર ૪૬૦૦ કિ.મી. માર્ગ બની શકે તેવી સ્થિતિ

દેશના નવનિર્માણ માટે આવશ્યક એવા માર્ગવાહન વ્યવસ્થાના વિકાસ માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ શ‚ કરેલા માર્ગ નિર્માણ અભિયાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે વધુ વેગ આપ્યો છે. દેશમાં ગ્રામીણ સડક પરિયોજનાઓ સાથે સાથે ચાલી રહેલા ધોરી માર્ગ નિર્માણના પ્રોજેકટોમાં નાણાકીય અછતના કારણે વિકાસ કામો મંદ પડવાની દહેશત ઉભી થઈ છે.

Advertisement

જમીનોના વધી ગયેલા ભાવોને કારણે બજેટમાં પ્રોજેકટોની પડતર કિંમત વધી રહી છે. જેના કારણે વર્ષના ૧૨૦૦૦ કિ.મી.ના નવા માર્ગ નિર્માણના આયોજન સામે માત્ર ૪૬૦૦ કિ.મી.ની સડક જ બની શકશે. ચાલુ વર્ષે જ ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, દિલ્હી અને ગોવામાં હાઈ-વે ઓથોરિટીએ આ વર્ષે એકપણ પ્રોજેકટ હાથમાં નહીં લે તેવી સંભાવના બિહારમાં ૭૦ કિ.મી.ના પ્રોજેકટના આયોજનમાં માત્ર ચાર કિ.મી.નો રસ્તો જ બની શકશે. તેલંગણામાં ૭૦ કિ.મી., કેરળમાં ૭૦ કિ.મી. માર્ગ બને તેવી સંભાવના છે. કેરળમાં ૭૬૬ કિ.મી. રસ્તા બનાવવાની જ‚ર છે ત્યાં માત્ર ૭૬ કિ.મી.નો રસ્તો જ બની શકશે.

તામિલનાડુ ૧૬૬૦ કિ.મી. રસ્તાની જરૂરિયાતો સામે ૨૯૯ કિ.મી., કર્ણાટકમાં ૧૧૫૭ માંથી ૨૬૭ કિ.મી., રાષ્ટ્રીય હાઈ-વે ઓથોરિટી પ્રાયોરિટી મુજબ પ્રથમ ૪૬૦૦ કિ.મી. અને બીજા તબકકાના ૭૪૦૦ કિ.મી. રસ્તા પ્રોજેકટની દરખાસ્ત સરકાર સમક્ષ મુકવામાં આવી છે. પરંતુ જમીનના વધતા ભાવોના કારણે પ્રોજેકટની પડતર કિંમત વધી જતી કિંમત નાણા મંત્રાલયને ભંડોળ ફાળવવામાં અસમંજશ મુકાય ગઈ છે.

હાઈ-વે ઓથોરિટીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે ભારત માલા યોજના અંતર્ગત ૨૪,૮૦૦ કિ.મી. અને રાષ્ટ્રીય ધોરી માર્ગ વિકાસ પરિયોજના અંતર્ગત ૧૦ લાખ કિ.મી.ના રસ્તા બનાવવાના પ્રોજેકટ હાથ પર લીધો હતો.

ભારત માલા પરિયોજનાનો ખર્ચ જમીનોના ભાવ વધતાથી ૫.૩૫ લાખ કરોડથી વધીને ૮ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે અને ૩૪ હજાર કિ.મી.ના જમીન સંપાદન માટે ૪૮ હજાર કરોડ વિચાર્યો હતો. જેમાં કિ.મી. દીઠ ૧ કરોડ રૂપિયાનો વધારો થઈ ગયો છે. હવે અમારે કિ.મી. દીઠ છ કરોડ રૂપિયા ચુકવવા પડશે. નાણા મંત્રાલય, નિતી આયોગે હાઈ-વે ઓથોરિટીને પોતાના પ્રોજેકટના અમલ માટે જરૂરિયાતો અંગેની માહિતી આપવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.