Abtak Media Google News

પ.બંગાળમાં મતદાન દરમિયાન બે ભાજપી ઉમેદવારો પર હુમલાના બનાવો: દિલ્હીમાં મતદારો નિરસ રહેતા ઓછુ મતદાન

વિશ્વના સૌથી મોટી લોકશાહી દેશ ભારતની સતરમી સંસદના પુન: ગઠન માટે ચાલતી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીનો છઠ્ઠો તબકકો ગઈકાલે રવિવારે પૂરો થયો હતો. પં.બંગાળમાં હિંસાની કેટલીક ઘટનાઓ વચ્ચે ૭ રાજયોની ૫૯ બેઠકો પર યોજાયેલા મતદાનમાં ૬૩% જેટલુ મતદાન થવા પામ્યું છે. પ.બંગાળમાં ૮૦ ટકા કરતા વદારે જુસ્સાભેર મતદાન યોજાયું હતુ. પ.બંગાળમાં હિંસક ટોળાના છમકલાઓએ રાજકીય દાવાનળ સર્જયું હતુ ઘાટલના ભાજપના ઉમેદવાર ભારતીઘોષ પર ટોળાના હૂમલા અને ઝારગાંવ અને પૂ‚લીયામાં કેટલાક મતદાન મથકો પર ચૂંટણી બહિષ્કર કરવામાં આવ્યું હતુ.

ઝારખંડના પશ્ચિમ સીંગભમ સંસદીય મતવિસ્તારના ચપબાસામા બોમ્બ ધડાકાની ઘટના કોમી દંગલ દરમિયાન જમશેદ પૂરમાં નોંધાઈ હતી. જોકે આ ઘટનાથી ચૂંટણી પ્રક્રિયા કાંઈ અવરોધ ન આવ્યો હોવાનો ચૂંટણી પંચે દાવો કર્યો હતો. રવિવારે યોજાયેલા છઠ્ઠા તબકકાના મતદાનમાં એક કેન્દ્રશાસીત પ્રદેશ અને છ રાજયોમાં ગત ૨૦૧૪ ની ચૂંટણી કરતા ૬૩.૭% જેવું મતદાન નોંધાયું હતુ.

ગઈકાલે યોજાયેલ છઠ્ઠા તબકકાના મતદાનમાં દિલ્હીમાં ૬૦.૫૨% પં.બંગાળમાં ૮૦.૫% જે ૨૦૧૪ના ૮૪.૯૮%થી ઓછુ નોંધાયું છે. હરિયાણામાં ૬૯.૫% મધ્યપ્રદેશમાં ૬૪.૯% ઝારખંડમાં ૬૪.૫% દિલ્હીમાં ૬૦.૫% બિહારમાં ૫૯.૩% અને ઉત્તર પ્રદેશમાં ૫૪.૭% મતદાન નોંધાયું હતુ.

રવિવારે યોજાયેલા છઠ્ઠા તબકકાના મતદાનમાં કુલ ૫૪૩ બેઠકોમાંથી ૪૮૩ બેઠકોની ચૂંટણી સંપન્ન થઈ જવા પામી છે. રાજયવાર ચૂંટણીમાં એક કેન્દ્ર શાસીત પ્રદેશ અને ૨૮ રાજયોની ચૂંટણીમાં સાતમાં અંતિમ તબકકામાં ૧૯મીમેએ એક કેન્દ્રશાસીત પ્રદેશ અને ૮ રાજયોની ૫૯ બેઠકો માટે યુપી બિહાર, પ.બંગાળ, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ચંડીગઢમાં ચૂંટણી યોજાશે. અને ૨૩મી મેએ પરિણામ જાહેર થાય તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દિલ્હીની તમામ ૭ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં મતદારોનો જુસ્સો ઓસર્યો હોય તેમ ૨૦૧૫ની વિધાનસભાની બેઠક ચૂંટણીમાં થયેલા ૬૭.૨% ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં થયેલ ૬૫.૧% ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલ ૬૫.૮% મતદાન સામે આ વખતે ટકાવારી ઘટી ૨૦૦૯માં દિલ્હીમાં નોંધાયેલ ૫૧.૮૪% મતદાનથી આ વકતે ૬૦.૫% મતદાન નોંધાયું છે. કેટલાક મતદાન મથકોમાં મોડે સુધી મતદારોની કતારો જોવા મળી હતી.

પ.બંગાળના તમલુક મતદાન મથકે તોફાની ટોળાને કાબુમાં લેવા માટે સીઅરપીએફ જવાનોએ હવામા ફાયરીંગ કર્યું હોવાનું જણાવાયું છે. હલદીયા વિધાનસભામાં ત્યારબાદ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરૂ કરવામાં આવ્યું હતુ ઘટલમા મતદાન શ‚ થતાની સાથે જ ઈવીએમમાં નુકશાન અને ભાજપના ઉમેદવાર ભારતીઘોષ ઉપર મહિલા મતદાર દ્વારા પ્રતિરોધની ઘટનાની જેમજ આજ વિસ્તારમાં તેણીના મોટરકાફલા પર પથ્થરમારો કર્યો હોવાનું જણાવાયું છે. સુરક્ષા જવાને કરેલા ફાયરીંગમાં બખ્તીયારખાન નામના યુવાનને ઈજા થઈ હોવાનું નોંધાયું છે.

ચૂંટણી પંચે મૂકતાઆર્યાને બાંકુરા ડીએમ તરીકે તાત્કાલીક નિમણુંક કરી હતી બિહારના સિહોર સંસદીય મત વિસ્તારમાં થયેલ આકસ્મીક ફાયરીંગની ઘટનામાં હામગાર્ડજવાનના હાથે મોકપોલીગં વખતે સવારે ૫.૩૦ વાગે એક ચૂંટણી અધિકારીનું મૃત્યુ નિપજયું હતુ. ચૂંટણી પંચે છઠ્ઠા તબકકા સુધીનાં ઈવીએમ વીવીપેટ બગડવાનું પ્રમાણ ૦.૩૫% સુધી નીચુ રહ્યું છે. છઠ્ઠા તબકકા સુધીમાં ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૩૪૧૫ કરોડની મતા જપ્ત કરવામાં આવી છે. જેમાં ૮૨૭ કરોડની રોકડ ૨૮૫ કરોડનું શરાબ, ૧૨૬૧૩ કરોડ રૂપીયાનું કેફી દ્રવ્યા ૯૧૪ કરોડ ‚પીયાની સોના ચાંદી અને ઝવેરાત અને ૫૭ કરોડ રૂપીયાની અન્ય વસ્તુઓ ઝડપી લીધી હતી.

રવિવારે યોજાયેલા છઠ્ઠા તબકકામાં બંગાળમાં હિંસાની કેટલીક ઘટનાઓ વચ્ચે ૬૩.૮ % જેટલુ મતદાન નોંધાયું હતુ રવિવારે ૫૯ સંસદીય મત વિસ્તારોની ચૂંટણી પૂર્ણ થતા ૫૪૩ બેઠકોમાંથી કુલ ૪૮૩ બેઠકોની ચૂંટણી સંપન્ન થઈ જવા પામી છે. હવે આવતા રવિવારે અંતિમ સાતમાં તબકકાની ચૂંટણી મતદાન થશે અને ૨૩મી મેએ સાંજ સુધીમાં મતગણતરીના અંતે દેશની ૧૭મી લોકસભાના સુકાન માટે કોનો રાજયોગ જાગશે તે નકકી થઈ જશે.

દેશભરમાં આ વખતે કુલ સાત તબકકામાં યોજાયેલી ચૂંટણીમાં એક તરફ ભાજપ અને એનડીએનો ગઠબંધન અને બીજી તરફ કોંગ્રેસ અને સાથીઓનાં ગઠબંધન વચ્ચે જંગ છે. વડાપ્રધાન મોદીને સતા અપાવવા અને તેમને સતા પર અટકાવવા જંગ ખેલાય રહ્યો છે.

લ્યો કરો વાત ! બિશનસીંગ બેદી મતદાનથી ‘આઉટ’!!!

દિલ્હીમાં મતદાન દરમ્યાન મતદાર યાદીમાં છબરડા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. અનેક મતદારો મતદાન કરવા મતદાન મથકે ગયા ત્યારે ખબર પડી હતી કે તેમના નામ મતદાર યાદીમાં નથી પૂર્વ ક્રિકેટર બિશનસીંગ બેદી તેમના મતદાર મથકે મતદાન કરવા ત્યારે ખબર પડી હતી કે તેમનું નામ મતદાર યાદીમાં નથી જેથી બેદીએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતુ કે મતદાનની ફરજ પર મૂકાયેલા અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સેલ્ફી લેવામાં વ્યસ્ત થઈ જાય છે. જે ભારતીય લોકશાહી માટે શરમજનક બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.