Abtak Media Google News

સિંગાપોર, યુએઇ, નેપાળ, ભૂતાન અને ફ્રાન્સ પછી હવે શ્રીલંકા પણ ભારતની યુપીઆઈ પેમેન્ટ સર્વિસ લાગુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘ વચ્ચે થયા કરાર

ભારતનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું હોય, અનેક દેશો હવે ભારત સાથે વ્યાપારી સંબંધો આગળ વધારવામાં રસ દાખવી રહ્યા છે. ત્યારે ભારતમાં યુપીઆઈ પેમેન્ટ ખૂબ જ લોકપ્રિય છે અને ડીજીટલ ભારત મિશનના લક્ષ્યને આગળ ધપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારત સરકાર હવે અન્ય દેશોમાં પણ યુપીઆઈ સેવા શરૂ કરવા પર ભાર મુક્યો છે જેથી ભારતીય લોકો સરળતાથી મુસાફરી કરી શકે. તાજેતરમાં પીએમ મોદી ફ્રાન્સની 2 દિવસની મુલાકાતે હતા, જ્યાંથી તેમણે ફ્રાન્સમાં યુપીઆઈ પેમેન્ટ ચલાવવાની વાત કરી હતી. ફ્રાન્સ બાદ હવે બીજા દેશમાં યુપીઆઈ પેમેન્ટ સર્વિસ શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે આ સંબંધમાં એક કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે.

સિંગાપોર, યુએઇ, નેપાળ, ભૂતાન અને ફ્રાન્સ પછી હવે શ્રીલંકા પણ ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પેમેન્ટ સર્વિસ લાગુ થવા જઈ રહી છે. એટલે કે, જો તમે શ્રીલંકાની મુસાફરી કરો છો, તો હવે તમે યુપીઆઈ દ્વારા ત્યાં પેમેન્ટ કરી શકશો.

ભારતની મોબાઈલ આધારિત પેમેન્ટ સિસ્ટમ, યુપીઆઈ ગ્રાહકોને દિવસના કોઈપણ સમયે ઝડપી અને ઈન્સ્ટનટ ચુકવણી કરવાની મંજૂરી આપે છે.

આ માટે વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ એટલે કે વીપીએ નો ઉપયોગ કરવામાં આવે છે. યુપીઆઈ ઉપરાંત ભારત અને શ્રીલંકા વચ્ચે પેટ્રોલિયમ લાઇન અને લેન્ડ બ્રિજ કનેક્ટિવિટી અંગે પણ વાતચીત થઈ હતી. 2022માં ભારતે શ્રીલંકાને લોન સહિત 4 બિલિયન ડોલરની મદદ કરી હતી. ભારત સરકારે આર્થિક સંકટ સામે લડવા માટે પડોશી દેશને ખોરાક અને ઈંધણ ખરીદવામાં મદદ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.