Abtak Media Google News

FSSIએ હોટલ અને રેસ્ટોરન્ટમાં નોટિસ ફટકારી!!!

લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરતી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી એ મહત્વપૂર્ણ નિર્ણય લીધેલો છે અને હોટલ અને રેસ્ટોરન્ટોને પણ જાહેર કરી છે કે હવે જે પણ ખોરાક લોકોને આપવામાં આવશે તેમાં કેલેરી કેટલી તે અંગેની માહિતી આપવી એટલી જ જરૂરી છે જેથી લોકોને ખ્યાલ આવે કે તે કેટલી કેલેરી વાળો ખોરાક ખાઈ રહ્યા છે. હવે જે પણ હોટલ અને રેસ્ટોરન્ટ લોકોને ખોરાક આપતું હોય તેઓએ લેબલિંગ અને ડિસ્પ્લે ના નિયમોને યોગ્ય રીતે પાલન કરવું પડશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા નિર્ધારિત કરેલા નિયમોની અમલવારી કરવામાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉણું ઉતરશે તો પોતાના દુકાને બંધ કરી દેવાની રહેશે.

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા આ અંગે અનેકવિધ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા હતા અને તેની અમલવારી પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા આ નિર્ણયને યોગ્ય રીતે આમલી ન બનાવવામાં આવતા તારીખ ને ફરી લંબાવવામાં આવી હતી ત્યારે હવે જે રેસ્ટોરન્ટ અને હોટલ આ નિયમોનું પાલન નહીં કરે તો તેના ઉપર આકરા પગલાં પણ લેવામાં આવશે. આ નિયમોની અમલવારીના પગલે અનેક રેસ્ટોરન્ટે એવું પણ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને પૂર્ણ કરવી ખૂબ જ જટિલ છે અને તેની અમલવારી કરવામાં ખૂબ લાંબો સમય પણ લાગી શકે છે.

રેસટોરન્ટ અને હોટલ કે જે લોકોને મસાલેદાર અને લિજ્જતદાર ખોરાક હોય તેઓએ જણાવ્યું હતું કે ઉદાહરણ રૂપે કોઈ એક રેસ્ટોરન્ટમાં 150 થી વધુ વાનગીઓ બનતી હોય તો તેમાં તેની કેલેરીને જાણવી ખૂબ જ અઘરી અને જટિલ પ્રક્રિયા છે ત્યારે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો ઉદ્યોગોને ઘણી સહાય મળી રહેશે. તેઓનું માનવું છે કે ઘણી ખરી ધરાવતી હોટલ અને રેસ્ટોરન્ટ માં વિવિધ ક્યુસીન હોવાથી તેમના કેલેરીમાં પણ બદલાવ આવે છે. અને તેને નિર્ધારિત કરવું અને તેનું મૂલ્યાંકન કરી લોકો સમક્ષ મૂકવું ખૂબ જ જટિલ પ્રક્રિયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.