Abtak Media Google News

દરિયા કાંઠે ખારાશ ધરાવતા પટ્ટા ઉપર તંત્રનું ધ્યાન કેન્દ્રિત: રાજ્યના

21 જિલ્લાઓમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા હાથ ધરાશે કામગીરી

ગુજરાત દ્વારા દેશના અનેક રાજ્યોમાં દાખલો બેસાડ્યો હોય તેવા નિર્ણયો લેવાયા છે. ત્યારે પર્યાવરણ સંબંધી ભવિષ્યની મહામારીને રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા આગોતરા પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. પરિણામે ગુજરાતે દેશમાં પ્રથમ હરોળમાં હોવાનું ફરીથી સાબિત કર્યું છે. આગામી સમયમાં જાપાનની મદદથી ગુજરાતની ઇકોસિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે.

મળતી વિગતો મુજબ રાજ્યમાં જાપાનની જાપાન બેંક ઓફ ઇન્ટરનેશનલ કોર્પોરેશન સાથે મળીને ઇકોસિસ્ટમને લઇ મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેના અનુસંધાને કુલ રૂપિયા 1072 કરોડનું ભંડોળ નક્કી કરાયું છે. આ ફંડમાં જાપાનની બેંક રૂપિયા 905 પાંચ કરોડ જેટલી રકમ લોન પેટે આપશે. જે લોન બદલ 0.4 ટકા વ્યાજ વસૂલવામાં આવશે. એકંદરે રાજ્યના 33 માંથી 21 જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે. વર્તમાન સમયે દેશમાં કોરોનાવાયરસના કારણે અનેક ગતિવિધિ ઉપર અસર થઇ છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં પર્યાવરણની મહામારીને રોકવા માટે સરકારે આગોતરા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.  જેના પ્રથમ તબક્કામાં રાજ્યના મુખ્ય આઠ વેટલેન્ડને ધ્યાનમાં લેવામાં આવશે. આ અભિયાનમાં સ્થાનિક સમાજને પણ આવરી લેવાશે. એકંદરે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે જાગૃતિ ફેલાવવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, દરિયા કાંઠાના ચૌહાણ ને અટકાવવા માટે મેનગ્રોવસ ને પુનજીર્વિત કરાશે. સામાન્ય રીતે આ વનસ્પતિ સ્થાનિક કક્ષાએ દરિયાથી થતું ધોવાણ અટકાવે છે. જેના પરિણામે ખેતી વધુ સમૃદ્ધ બને છે. ગુજરાતમાં વિશાળ દરિયાકાંઠો છે. આગામી સમયમાં ક્લાઈમેટ ચેન્જના કારણથી આ દરિયા કાંઠે જમીનનું ધોવાણ વધી શકે છે, તેવી ભીતિ છે. આ ઉપરાંત વેટલેન્ડ ગણાતા આ વિસ્તાર આગળ ન વધે તે જરૂરી છે. હાલ જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ક્લાઈમેન્ટ ચેન્જની અસર થવા લાગી છે, તેવું ચર્ચાય છે. આવી સ્થિતિમાં ધોવાણને અટકાવવા માટે જાપાન સાથેનો આ સહકાર મહત્વનો નીવડશે.

કલ્પસર જેવી યોજના માટે પણ મહત્વનું

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના પાણી પ્રશ્ન દૂર કરવા માટે સક્ષમ કલ્પસર યોજના માટે પણ સરકાર દ્વારા લેવાનારા આ નિર્ણય મહત્વપૂર્ણ નીવડશે. કલ્પસરની આસપાસ દરિયાકાંઠા વિસ્તારોમાં દૂર કરવા માટે આ પગલું અસરકારક સાબિત થઈ શકે છે. રાજ્યના ખંભાતના અખાતના બંને કિનારાઓને જોડતા એક ડેમનું નિર્માણ કરી એક મોટા જળાશય બનાવી તેના થકી ભરતી વીજ ઉત્પાદન, જળવિધુત, સિંચાઈ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી યોજના એટલે કલ્પસર યોજના. આ યોજનાનું મુખ્ય પાસું જોઈએતો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ડેમ થકી ગુજરાતના આ બે અગત્યના વિસ્તારોને નજીક લાવી દેવાનો છે તથા જળાશયના પાણીને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોચાડવાનો છે.

જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં રાહત આપશે

ક્લાઈમેન્ટ ચેન્જની તકલીફથી વિશ્વ આખું પીડાઈ રહ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ધોવાણ વધી રહ્યું છે. જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં પર્યાવરણમાં બદલાવની અસર જોવા મળી છે. જેના પરિણામે કેસર કેરી સહિતના પાકને ગંભીર અસર થવા લાગી છે. આવી સ્થિતિમાં દરિયા કિનારા ધરાવતા વિસ્તારને ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં આવશે. ગુજરાતે આ મામલે આખા દેશમાં પહેલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.